શાનદાર પોર્ટેબલ એર કુલર સસ્તામાં ખરીદવાનો મોકો, ઇએમઆઈ થી પેમેન્ટ ચૂકવો, વીજળીની થશે બચત

Cheapest Portable Air Cooler: ઉનાળામાં ગરમીથી બચવા એર કુલર પણ સરળ અને સસ્તો વિકલ્પ છે. એમેઝોન ઈન્ડિયા પર ઓરિએન્ટના સસ્તા એર કુલરને 5000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

Cheapest Portable Air Cooler: ઉનાળામાં ગરમીથી બચવા એર કુલર પણ સરળ અને સસ્તો વિકલ્પ છે. એમેઝોન ઈન્ડિયા પર ઓરિએન્ટના સસ્તા એર કુલરને 5000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Air Cooler | Cheapest Portable Air Cooler | budget Air Cooler | Air Cooler offer | Air Cooler price

Portable Air Cooler: પોર્ટેબલ એર કુલર પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Cheapest Portable Air Cooler: ઉનાળામાં ગરમીથી બચવા એર કુલર એક સરળ અને સસ્તો ઉપાય છે. દરેક વ્યક્તિ એસી ખરીદી શકે તેટલી ક્ષમતા હોતી નથી. તેમજ એસી ચલાવવાથી કમરતોડ લાઇટબીલ આવે છે. આવી સ્થિતિમાં એર કુલર ઉનાળાની ગરમીથી બચવાનો એક સરળ વિકલ્પ છે. બજારમાં હાલ ઓનલાઇન અને ઓફલાઇન વિવિધ કંપનીઓના એર કુલર ઉપલબ્ધ છે. આજે અમે તમને એક એવા પોર્ટેબલ એર કુલર વિશે જણાવી રહ્યા છીએ જેને 1000 રૂપિયાના માસિક ઈએમઆઈ હપ્તા પર પણ ખરીદી શકાય છે. જાણો ઓરિએન્ટ ઇલેક્ટ્રિક ડ્યુરાચિલ 40 એલ પોર્ટેબલ એર કુલરની (Orient Electric Durachill 40 L Portable Air Cooler) કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

ઓરિએન્ટ ઇલેક્ટ્રિક ડ્યુરાચિલ 40 એલ પોર્ટેબલ એર કુલર (Orient Electric Durachill 40 L Portable Air Cooler)

ઓરિએન્ટના આ એર કુલર ફેનને એમેઝોન ઇન્ડિયા પર 5,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફેન એર કુલરને 1000 રૂપિયાના ઈએમઆઈ પર ખરીદવાની પણ તક છે. ઉપરાંત પસંદગીના ક્રેડિટ કાર્ડ સાથે 599 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. બજાજનું આ ફેન કુલર સફેદ અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.

ઓરિએન્ટ પોર્ટેબલ એર કુલરની ખાસિયત (Orient Electric Durachill 40 L Portable Air Cooler)

Advertisment

ઓરિએન્ટના આ પોર્ટેબલ એર ફેન કુલરમાં યુનિક એરોફાન ટેકનોલોજી છે જે 17 ટકા વધુ સારી હવા આપે છે. તેમાં 40 લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છે.

આ પણ વાંચો | કારમાં એસી કુલિંગ નથી આપતું? આ ટીપ્સ અપનાવો ઉનાળામાં મુસાફરી બનશે મજેદાર

આ એર કૂલરમાં ત્રણ બાજુથી હનીકોમ્બ કુલિંગ પેડ્સ આવે છે. આ પર્સનલ એર કુલર એકદમ અનુકૂળ છે અને પોર્ટેબલ હોવાને કારણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળથાથી લઇ જઇ શકાય છે. તેને ત્રણ સ્પીડ સેટિંગ્સમાં એડજસ્ટ કરી શકાય છે.

કંપનીનું કહેવું છે કે આ એર કુલર ઇન્વર્ટર કોમ્પ્લીટેબલ છે અને પાવર કટ થઇ જાય તો પણ ઇન્વર્ટરથી જ ચાલતું રહેશે અને ઠંડી હવા આપવાનું ચાલુ રાખશે. કંપની આ એર કુલર પર 12 મહિનાની વોરંટી આપી રહી છે.

ઉનાળો ટેકનોલોજી બિઝનેસ