/indian-express-gujarati/media/media_files/2025/12/26/cheapest-recharge-plans-2025-12-26-16-19-39.jpg)
Cheapest Recharge Plans : સૌથી સસ્તો મોબાઇલ રિચાર્જ પ્લાન Photograph: (freepik)
BSNL Christmas Bonanza 1 Rupee Recharge Plans : મોબાઇલ યુઝર્સ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન આવ્યો છે. BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ ભારતમાં તેના વપરાશકર્તાઓ માટે નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. સરકારી ટેલિકોમ કંપનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ જાણકારી આપી છે.
આ ક્રિસમસ થીમ આધારિત પ્રીપેઇડ રિચાર્જ પ્લાન સંબંધિત માહિતી ટેલિકોમ ઓપરેટર દ્વારા પણ શેર કરવામાં આવી હતી. ક્રિસમસ બોનાન્ઝાના નામે લોન્ચ કરવામાં આવેલો આ લિમિટેડ ટાઇમ રિચાર્જ પ્લાન દરરોજ 2 જીબી 4 જી ડેટા પ્રદાન કરે છે. ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કોલ સહિતના અન્ય લાભો પણ આપવામાં આવે છે.
BSNL ક્રિસમસ બોનાન્ઝા પ્લાન (BSNL Christmas Bonanza Plan)
બીએસએનએલ ક્રિસમસ બોનાન્ઝા પ્લાનની કિંમત 1 રૂપિયા છે અને તે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકોને દરરોજ 2 જીબી 4 જી ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. દરરોજ મળતા ડેટા સમાપ્ત થયા બાદ ફેર યુઝેજ પોલિસી (એફયુપી) હેઠળ ઇન્ટરનેટ સ્પીડ ઘટાડીને 40 40kbps થઇ જાય છે.
સરકારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના જણાવ્યા અનુસાર, કંપની ક્રિસમસ બોનાન્ઝા પ્લાન લેનારા નવા ગ્રાહકોને કોઈ વધારાના ચાર્જ વિના મફત 4 જી સિમ કાર્ડ પણ આપશે.
નોંધપાત્ર છે કે આ મર્યાદિત સમયની ઓફર ખાસ કરીને ક્રિસમસના અવસર પર રજૂ કરવામાં આવી છે. તમે 31 ડિસેમ્બર સુધી 30 દિવસના સમયગાળા માટે બીએસએનએલ ક્રિસમસ બોનાન્ઝા પ્લાનને સબ્સ્ક્રાઇબ કરી શકો છો. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકો બીએસએનએલ કોમન સર્વિસ સેન્ટર અથવા રિટેલર પર જઈ શકે છે.
બીએસએનએલ કોમન સર્વિસ સેન્ટર્સ કંપનીના એક્સેસ પોઇન્ટ છે જ્યાં કંપની સિમ કાર્ડ ઇશ્યૂ કરવા, બિલ ચુકવણી અને મોબાઇલ રિચાર્જ વગેરે ઓફર કરે છે. જો કે, તે સ્પષ્ટ નથી કે નવી ઓફર બીએસએનએલની ડોરસ્ટેપ સિમ કાર્ડ ડિલિવરી સર્વિસ દ્વારા આપવામાં આવશે કે નહીં.
#BSNLChristmasBonanza 2025 is here! Get a free SIM with 2GB/day data, unlimited calls, 30 days validity @ just Rs 1.
— BSNL India (@BSNLCorporate) December 25, 2025
Walk into your nearest BSNL CSC or retailer today! Offer valid till 31st December 2025.#BSNL#DigitalBharat#BSNLOffer#RechargeNow#SwitchToBSNLpic.twitter.com/K8Gp1H7JnK
251 રૂપિયાનો BSNL પ્રીપેડ રિચાર્જ પ્લાન
ક્રિસમસ બોનાન્ઝા પ્લાનની સાથે ટેલિકોમ ઓપરેટરે 251 રૂપિયાના નવા પ્રીપેડ રિચાર્જ પ્લાનની પણ જાહેરાત કરી છે. ટેલિકોમ ટોકના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. તે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે અને આ પ્લાનમાં કુલ 100 જીબી ડેટા, અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ મળે છે. આ ઉપરાંત દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે.
આ સિવાય બીએસએનએલના રિચાર્જ પ્લાનમાં બીઆઈટીવી, ટીએસપીની ઓટીટી સર્વિસ 30 દિવસ માટે આપવામાં આવે છે. તે 450 થી વધુ લાઇવ ટીવી ચેનલો, મૂવીઝ અને શો પ્રદાન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us