/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Mobile-Users.jpg)
ભારતીય મોબાઈલ યુઝર્સ - પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
Chinese Phones In Indian Market: ભારતીય મોબાઇલ ફોન બજાર પર ચીની બ્રાન્ડ્સનો કબજો છે. સસ્તા અને બજેટ સ્માર્ટફોનને કારણે ભારતના લગભગ 75 ટકા મોબાઇલ માર્કેટમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું પ્રભુત્વ છે. મિન્ટના એક રિપોર્ટ અનુસાર, ચીનની અનેક મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો, ઓપ્પો અને શાઓમી ભારતમાં પોતાની પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ અને સેલ્સ માટે ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવા માટે ચર્ચામાં છે. આ પહેલાં પણ ચીની કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે સંયુક્ત સાહસો સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ થઈ શક્યો ન હતો.
ભારત સરકાર વિદેશી કંપનીઓને તેની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરવા પ્રોત્સાહિત કરી રહી છે. જો કે, મોટી ભારતીય કંપનીઓ તેમના પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવાનું પસંદ કરે છે.
મિન્ટના રિપોર્ટ અનુસાર, ચીની કંપનીઓ ટાટા ગ્રૂપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિક્સન ટેક્નોલોજીસ જેવા મોટા ભારતીય જૂથો સાથે વાતચીત કરી રહી છે. જો કે, ચાઇનીઝ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી તપાસ અને કાનૂની મુદ્દાઓને કારણે આ ચર્ચાઓ આગળ વધી નથી. ઉદાહરણ તરીકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) શંકાસ્પદ મની લોન્ડરિંગ માટે વીવોની તપાસ કરી રહ્યું છે, અને સરકારનો આરોપ છે કે વિવો, ઓપ્પો અને શાઓમીએ નાણાકીય વર્ષ 2019 થી નાણાકીય વર્ષ 23 ની વચ્ચે કસ્ટમ્સ અને જીએસટી ચુકવણી સહિત કુલ 9,000 કરોડ રૂપિયાની કરચોરી કરી છે.
ભારતીય મોબાઈલ માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનો હિસ્સો 75 ટકા
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, શાઓમી, ઓપ્પો, વિવો અને રિયલમી માર્ચ 2024 સુધીમાં ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 58 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે મે 2024 સુધીમાં ચીની બ્રાન્ડ્સનો બજાર હિસ્સો 75 ટકા હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Vivo-Y58-5G.jpg)
ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (આઇટીસી)ના તાજેતરના ડેટા દર્શાવે છે કે ભારતીય સ્માર્ટફોન બજારમાં પ્રભુત્વ હોવા છતાં, ચાઇનીઝ ફોનની નિકાસમાં અગાઉના વર્ષની તુલનામાં નાણાકીય વર્ષ 24 માં 2.8 ટકાનો ઘટાડો થયો છે.
માર્ચ ક્વાર્ટર 2024માં ભારતીય બજારમાં ફોન બ્રાન્ડ્સનો હિસ્સો
| બ્રાન્ડ | ભારતીય બજાર હિસ્સો (%) |
| વીવો | 16.2 |
| સેમસંગ | 15.6 |
| Xiaomi | 12.8 |
| ઓપ્પો | 10.2 |
| રિયલમી | 9.8 |
| આઈફોન | 7.3 |
| પોકો | 5.9 |
| વનપ્લસ | 5.1 |
| અન્ય | 9.6 |
| મોટોરોલા | 4.6 |
ચાઇનીઝ ફોન અને ભારતીય બજાર
સરહદ પર તણાવ અને જાસૂસીના આરોપો વચ્ચે ઘણી વખત માંગ ઉઠી રહી છે કે ભારતીય બજારમાં ચાઇનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. જો કે, આ માંગ વ્યવહારિક નથી. ભારતના નીચલા અને મધ્યમ વર્ગમાં સસ્તા અને લેટેસ્ટ ફીચર ચાઇનીઝ મોબાઇલ ફોનની જબરદસ્ત માંગ છે. ચાઇનીઝ બ્રાન્ડ્સ વગર ભારતના સ્માર્ટફોન બજારમાં લેટેસ્ટ અને બજેટ મોબાઇલ ફોનનો અભાવ હશે જે ભારતીય ગ્રાહકોને સૌથી વધુ ગમે છે.
બજેટ સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ
ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકો ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવે છે અને કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 69 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ વર્ચસ્વ એફોર્ડેબલ સ્માર્ટફોનમાં (25000 રૂપિયાથી પણ સસ્તા) વધારે છે, જ્યાં તેમનો બજાર હિસ્સો લગભગ 80 ટકા સુધી પહોંચે છે. ઓછા બજેટમાં 5જી અને 4જી સ્માર્ટફોન ચાઇનીઝ ફોન ભારતીયો માટે સ્માર્ટફોનને સુલભ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભારતીય બજારમાં ચાઈનીઝ મોબાઇલ કંપનીઓ સામે સમસ્યાઓ
જ્યારે ભારત સરકાર ચીની કંપનીઓ માટે ભારતીય ઇક્વિટી ભાગીદાર, સ્થાનિક વિતરણ નેટવર્ક બનાવવા માટે ઉત્સુક છે, ત્યારે સ્વદેશી કંપનીઓમાં ચાઇનીઝ મૂળની બ્રાન્ડ રાખવા માટે અનિચ્છા છે. એવું લાગે છે કે આ મુદ્દાનું મૂળ ચીનની કંપનીઓ, ઉત્પાદનો અને સેવાઓ સાથે સંકળાયેલી નકારાત્મકતા છે, જે બંને દેશો વચ્ચેની સરહદ પરના તણાવથી ઉભી થઈ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/xiaomi-14-civi-1.jpg)
ભારતીય કંપનીઓ ઉત્પાદન અથવા વિતરણની ભાગીદારીને પ્રાધાન્ય આપે છે જ્યાં તેઓ બ્રાન્ડની માલિકી વિના વેચાણથી લાભ મેળવી શકે. આ ભાગીદારીઓ ફળીભૂત થઈ શકે છે કારણ કે ભારતીય કંપનીઓને 'ચાઇનીઝ' બ્રાન્ડના ભાગ તરીકે જોવામાં આવશે નહીં, પરંતુ તેમ છતાં તેઓ તેમના માટે ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જે ભારતમાં તેમની નોંધપાત્ર બજાર હાજરીનો લાભ લેશે.
ભારતીય બજારમાં ચાઇનીઝ કંપનીઓ
પડકારો છતાં, વધુને વધુ ચાઇનીઝ કંપનીઓએ તેમની કામગીરીને સ્થાનિક બનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. શાઓમી ઇન્ડિયા, વિવો અને ઓપ્પોએ કાં તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપ્યા છે અથવા તો તેની સ્થાપનાની પ્રક્રિયામાં છે. વિવો આ મહિને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં પોતાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. તેમાં 3000 કરોડથી વધુનું રોકાણ થશે.
આ પણ વાંચો | માત્ર 8999 રૂપિયામાં લોન્ચ થયો 50 MP કેમેરા અને 128 GB સ્ટોરેજ સાથે રિયલમી C63 સ્માર્ટફોન, જાણો ફીચર્સ
ભારત માંથી નિકાસ વધી
મોબાઇલ ફોન ની નિકાસના સંદર્ભમાં ભારત ચીન અને વિયેટનામ વચ્ચેના અંતરને ઝડપથી દૂર કરી રહ્યું છે. ચીન અને વિયેતનામથી મોબાઇલની નિકાસ નાણાકીય વર્ષ 2014માં અગાઉના વર્ષની સરખામણીએ અનુક્રમે 2.78 ટકા અને 17.6 ટકા ઘટી હતી, જ્યારે ભારતમાંથી નિકાસમાં 40.5 ટકાનો વધારો થયો હતો, એમ અધિકારીઓએ વૈશ્વિક વેપાર ડેટાને ટાંકીને ઇટીને જણાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us