Citroen C3 Aircross Dhoni Edition Price: સિટ્રોએન એ ભારતીય બજારમાં સિટ્રોએન સી3 એરક્રોસ ધોની એડિશન (Citroen C3 Aircross Dhoni Edition) લોન્ચ કરી છે. આ પ્રીમિયમ એસયુવીની કિંમત 11.82 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. ધોની એડિશન સિટ્રોન સી3 એરક્રોસ લિમિટેડ એડિશન કાર છે. આ માટેનું બુકિંગ મંગળવાર 18 જૂનથી શરૂ થઇ ગયું. નવી ધોની એડિશન કાર માટે બુકિંગ દેશભરના કોઈપણ સિટ્રોએન શોરૂમમાંથી કરી શકાય છે. મર્યાદિત સંખ્યામાં આવનાર SUVનું નામ C3 Aircross 7 Dhoni Edition છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જર્સી પર આધારિત લિમિટેડ એડિશન SUV માત્ર 5+2 સીટિંગ કન્ફિગરેશનમાં ઉપલબ્ધ હશે.
Citroen C3 Aircross Dhoni Edition: ખાસિયત
ધોની એડિશન સિટ્રોન C3 એરક્રોસ કાર ડેશકેમ, કુશન પિલો, સીટ બેલ્ટ કુશન અને લક્ઝુરિયસ સ્ટેપ બોર્ડ જેવી ઘણી નવી સુવિધાઓથી સજ્જ છે. મીડિયમ સાઇઝ એસયુવીને વિશિષ્ટ ડબલ ટોન વ્હાઇટ રૂફ અને બ્લૂ કલર બોડી આવે છે. કારના સાઇડના ભાગમાં, આગળના દરવાજા પર ધોની એડિશન સ્ટીકર છે, જ્યારે પાછળના દરવાજા પર 7 અંકની ડિઝાઇન સાથેનું ગ્રાફિક દેખાય છે.
આ સ્પેશિયલ એડિશન C3 એરક્રોસના 100 નસીબદાર માલિકોને ઓટો કંપની Citroën દ્વારા એમએસ ધોનીના હસ્તાક્ષર કરેલ વિકેટ-કીપિંગ ગ્લોવ આપી રહી છે, જે ગ્લોવ બોક્સની અંદર રાખવામાં આવશે.
આ પણ વાંચો | બજેટ કાર: સસ્તી કાર ખરીદવી છે? 6 લાખ થી ઓછા બજેટમાં મળતી લોકપ્રિય 5 કાર, જુઓ લિસ્ટ
Citroen C3 Aircross Dhoni Edition: એન્જિન સ્પેક્સ
હાલની સિટ્રોએન C3 એરક્રોસ (સ્ટાન્ડર્ડ)ની જેમ, નવી ધોની એડિશન કારમાં 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન છે. ટ્રાન્સમિશન માટે, એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર વિકલ્પો સાથે જોડાયેલું છે. આ એન્જિન 108bhpનો પાવર જનરેટ કરે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથેનું એન્જિન 190Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથેનું એન્જિન 205Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.





