CMF Phone 2 Pro: 256 જીબી સ્ટોરેજ અને 50MP ટ્રીપલ કેમેરા, ઓછી કિંમતમાં પાવરફુલ સ્માર્ટફોન, પાણીમાં પણ બગડશે નહીં

CMF Phone 2 Pro Price And Features : સીએમએફ ફોન 2 પ્રોમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આવે છે. આ સ્માર્ટફોન ખરીદવા 1000 રૂપિયાનું કાર્ડ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે.

CMF Phone 2 Pro Price And Features : સીએમએફ ફોન 2 પ્રોમાં 3 વર્ષ માટે એન્ડ્રોઇડ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આવે છે. આ સ્માર્ટફોન ખરીદવા 1000 રૂપિયાનું કાર્ડ ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
CMF Phone 2 Pro Launch | CMF Phone 2 Pro price | CMF Phone

CMF Phone 2 Pro: સીએમએફ ફોન 2 પ્રો ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 પ્રો ચિપસેટ દ્વારા સંચાલિત છે. (Photo: Jansatta)

CMF Phone 2 Pro Launch : નોથિંગ સબ બ્રાન્ડ સીએમએફ દ્વારા ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સીએમએફ ફોન 2 પ્રો કંપનીનો નવો હેન્ડસેટ છે અને તેમાં 6.77 ઇંચની એમોલેડ ડિસ્પ્લે, 120હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 50MP ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. નવા સીએમએફ ફોન 2 પ્રો સ્માર્ટફોનમાં 5000mAhની મોટી બેટરી, IP54 રેટિંગ આવે છે. જાણો નવા સીએમએફ ફોન 2 પ્રોની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

CMF Phone 2 Pro Price : સીએમએફ ફોન 2 પ્રો કિંમત

સીએમએફ ફોન 2 પ્રો સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઇસને બ્લેક, લાઇટ ગ્રીન, ઓરેન્જ અને વ્હાઇટ કલર વેરિઅન્ટમાં લઇ શકાય છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, સીએમએફ ઇન્ડિયાની વેબસાઇટ અને રિટેલ પાર્ટનર સ્ટોર્સ પર 5 મેથી શરૂ થશે.

એક્સિસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ કાર્ડવાળા સ્માર્ટફોન પર ગ્રાહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય 1000 રૂપિયાની વધારાની એક્સચેન્જ ઓફર પણ છે. ખાસ વાત એ છે કે આ વખતે કંપની નવા ફોન 2 પ્રો સાથે કવર અને ચાર્જર અને કેબલ પણ આપી રહી છે.

CMF Phone 2 Pro Specifications : સીએમએફ ફોન 2 પ્રો સ્પેસિફિકેશન્સ

સીએમએફ ફોન 2 પ્રોમાં ડ્યુઅલ સિમ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Nothing OS 3.2 સાથે આવે છે. હેન્ડસેટને 3 વર્ષ માટે એન્ડ્રોઇડ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપે છે. નવા સીએમએફ ફોન 2 પ્રોમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 120 હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ, 2160હર્ટ્ઝ પીડબલ્યુએમ ફ્રિક્વન્સી, 387પીપી પિક્સેલ ડેન્સિટી અને 480હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. ડિસ્પ્લેમાં HDR10+ અને પાંડા ગ્લાસ પ્રોટેક્શન આપે છે.

Advertisment
,

સીએમએફ ફોન 2 પ્રો ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7300 પ્રો ચિપસેટ દ્વારા સંચાલિત છે. ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ મળે છે. રેમ બૂસ્ટર સુવિધા દ્વારા રેમને વર્ચ્યુઅલ રીતે 16 જીબી સુધી વિસ્તૃત કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 256GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને 2 ટીબી સુધી વિસ્તૃત કરી શકાય છે.

CMF Phone 2 Pro Camera : સીએમએફ ફોન 2 પ્રો કેમેરા

ફોટોગ્રાફી માટે ફોન 2 પ્રોમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આવે છે, જેમાં અપર્ચર એફ /1.88 અને ઇઆઇએસ છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 1.88 સાથે 50 મેગાપિક્સલનું ટેલિફોટો સેન્સર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સીએમએફ ફોન 2 પ્રોને પાવર આપવા 5000mAhની મોટી બેટરી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરીને એક જ ચાર્જમાં વધુમાં વધુ 47 કલાક કોલિંગનો સમય અને 22 કલાક સુધીનો યુટ્યુબ સ્ટ્રીમિંગ ટાઇમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

સીએમએફ ફોન 2 પ્રોમાં કનેક્ટિવિટી માટે 5જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યાે છે. હેન્ડસેટને IP54 રેટિંગ મળે છે એટલે કે CMFનો આ સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે. આ ડિવાઇસનું ડામેન્શન 164×7.8×78mm છે અને તેનું વજન 185 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ