LPG Price in ahmedabad : આજે ઓગસ્ટ મહિનાનો પ્રથમ દિવસ છે અને તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ જુલાઈ મહિનામાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ મહિને 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 97 રૂપિયાનો ઘટાડો
જો ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો, આ પહેલા 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1800 રૂપિયા હતા, જે હવે ઘટીને 1707 રૂપિયા કરવામાં આવ્યા છે, એટલે ગુજરાતમાં 97 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે 1680 રૂપિયા ચૂકવવા પડશે, પહેલા કિંમત 1780 રૂપિયા હતી. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પહેલા જુલાઈ મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધારીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી, પરંતુ હવે તેની કિંમત 1,680 રૂપિયા છે.
દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1680 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં 1820.50 રૂપિયા, મુંબઈમાં 1640.50 રૂપિયા, ચેન્નાઈમાં 1852.50 રૂપિયા છે.
મે-જૂનમાં પણ ભાવ ઘટ્યા હતા
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મે અને જૂન મહિનામાં જોવા મળ્યો હતો. 1 જૂન, 2023ના રોજ, કિંમતોમાં રૂ.83.5નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી હવે કિંમતોમાં રૂ. 100નો ઘટાડો એ એક મોટો સુધારો છે. તેનાથી એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકોને મોટી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, દર મહિનાના પ્રથમ દિવસે કિંમતોમાં સુધારો કરવામાં આવે છે.
આ પણ વાંચો – JioBook Laptop: રિલાયન્સ જીઓએ લોન્ચ કર્યું જબરદસ્ત લેપટોપ, કિંમત 20000થી પણ ઓછી
ઘરેલું સિલિન્ડરની કિંમત
અમદાવાદમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1110 રૂપિયા છે. દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1,003માં ઉપલબ્ધ છે. મેના ભાવ મુજબ, કોલકાતા કિંમત રૂ. 1,029, મુંબઈ રૂ. 1,002.50 અને ચેન્નાઈમાં રૂ. 1,018.50 ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે.
હાલમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો નથી. આ ઘટાડો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે.





