scorecardresearch

Company Fixed Deposits : બેંકો કરતા આ કંપનીઓ આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉંચું રિટર્ન, રોકાણ વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખશો

Company Fixed Deposits : સામાન્ય રીતે કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં મળતું વ્યાજદર બેંકો કે પોસ્ટ ઓફિસની એફડી કરતા ઉંચુ હોય છે, જો કે તેમાં જોખમ પણ રહેલું હોય છે.

bank FD
કંપની FD: બેંકોની જેમ કેટલીક ખાનગી કંપનીઓ પણ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચલાવી રહી છે.

કોર્પોરેટ FD શું છે: બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (Bank FD) ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે પણ એફડીની વાત આવે છે ત્યારે લોકો બેંક તરફ વળે છે. પરંતુ બેંકોની જેમ, એક કોર્પોરેટ FD (કંપની/કોર્પોરેટ FD) પણ છે અને આ યોજના કંપનીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. સામાન્ય રીતે કંપનીઓ કોર્પોરેટ એફડી દ્વારા બેંકો કરતાં વધુ વ્યાજ ઓફર કરે છે. એટલે કે, કંપની અથવા કોર્પોરેટ એફડીને બેંક ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં વધુ વળતર મળે છે. જો કે, તેમાં બેંકોની તુલનામાં વધારે જોખમ રહેલું છે, કારણ કે તે ખાનગી કંપનીઓની સ્કીમ છે. હકીકતમાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) બેંકમાં રહેલી 5 લાખ સુધીની થાપણોને વીમા કવચ આપે છે, પરંતુ કંપની FD પર આવી કોઈ વીમા સુરક્ષા મળતી નથી.

કોર્પોરેટ FD શું છે

કોર્પોરેટ એફડી કંપનીઓ દ્વારા જારી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે ફાઇનાન્સ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને એનબીએફસી દ્વારા ઓફર કરવામાં આવતી સ્કીમ છે. અહીં પરિપક્વતાનો સમયગાળો સામાન્ય રીતે 6 મહિનાથી 5 વર્ષ કે તેથી વધુનો હોય છે. કોર્પોરેટ એફડીમાં વ્યાજ દર બેંક એફડી કરતા વધારે હોઈ શકે છે. પરંતુ આ એફડી કંપનીઓના વ્યવસાય સાથે જોડાયેલી છે, તેથી તે બેંકની તુલનામાં જોખમી છે. જો કંપની ડિફોલ્ટ થાય તો પૈસા ફસાઈ જવાનો ભય છે. જો કે, મજબૂત અને ઉચ્ચ રેટિંગ ધરાવતી કંપનીઓની FDમાં જોખમ ઓછું છે. તે બેંક એફડીની જેમ જ કામ કરે છે. પરંતુ તે વધુ સારું છે કે કોઈ કંપની અથવા કોર્પોરેટ એફડીમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, રોકાણકારોએ ટ્રેક રેકોર્ડ ઉપરાતં તે કંપનીની નાણાકીય કામગીરી અને રેટિંગની તપાસ કરવી જોઈએ.

કોર્પોરેટ FD: રેટિંગ અને વળતર

બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)

  • રેટિંગ: ક્રિસિલ FAAA/સ્થિર, ICRA MAA/સ્થિર
  • વ્યાજ દર: 7.75% વાર્ષિક

શ્રીરામ ફાઇનાન્સ

  • રેટિંગ: ICRA-AA+/Stable, IND AA+/સ્થિર
  • મહત્તમ વ્યાજ દર: 8.18%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8.68%

કેરળ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન

  • રેટિંગ: કેરળ સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવે છે
  • વ્યાજ દર: 7%
  • વરિષ્ઠ નાગરિકો માટે 7.25%

PNB હાઉસિંગ ફાઇનાન્સ

  • રેટિંગ: CRISIL-AA/Stable, CARE-AA/સ્થિર
  • મહત્તમ વ્યાજ દર: 7.70%
  • વરિષ્ઠ નાગરિકો માટે 7.95%

સુંદરમ હોમ ફાઇનાન્સ

  • રેટિંગ: CRISIL-AAA/સ્થિર, ICRA-AAA/સ્થિર
  • મહત્તમ વ્યાજ દર: 7.90%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8.40%

સુંદરમ ફાઇનાન્સ

  • રેટિંગ: CRISIL-AAA/સ્થિર, ICRA-AAA/સ્થિર
  • મહત્તમ વ્યાજ દર: 7.75%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8.25%

મુથુટ કેપિટલ સર્વિસીસ લિમિટેડ

  • રેટિંગ: CRISIL-FA+/સ્ટેબલ
  • મહત્તમ વ્યાજ દર: 7.25%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8%

ICICI હોમ ફાઇનાન્સ

  • રેટિંગ: CRISIL-AAA/Stable, ICRA-AAA/Stable, CARE-AAA/સ્ટેબલ
  • મહત્તમ વ્યાજ દર: 7.50
  • વરિષ્ઠ નાગરિકો માટે % : 7.75%

HDFC લિમિટેડ

  • રેટિંગ: CRISIL-AAA, ICRA-AAA
  • મહત્તમ વ્યાજ દર: 7.35%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 7.60%

બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)

  • રેટિંગ: CRISIL-AAA/સ્થિર, ICRA-AAA/સ્ટેબલ
  • મહત્તમ વ્યાજ દર: 7.65%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 7.90%

LIC હાઉસિંગ ફાઇનાન્સ (LIC Housing Finance)

  • રેટિંગ: CRISIL-AAA/સ્થિર
  • મહત્તમ વ્યાજ દર: 7.75%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8%

મહિન્દ્રા ફાઇનાન્સ (Mahindra Finance)

  • રેટિંગ: CRISIL-AAA/સ્ટેબલ
  • મહત્તમ વ્યાજ દર: 7.75%
  • વરિષ્ઠ નાગરિકો માટે : 8%

કોર્પોરેટ FD પસંદ કરતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાન રાખવી

  • રોકાણ કરતા પહેલા કંપનીનું ક્રેડિટ રેટિંગ ચેક કરવું જોઈએ. જો AAA અથવા AA રેટિંગ ધરાવતી કંપનીઓ FD ઓફર કરતી હોય તો તેમાં રોકાણ કરી શકાય છે. ઉંચું રેટિંગ એટલે ઓછું જોખમ.
  • ઘણી વખત ઓછું રેટિંગ ધરાવતી કંપનીઓ વધુ વ્યાજ આપે છે પરંતુ ઉંચુ રેટિંગ ધરાવતી કંપનીઓમાં સુરક્ષા વધારે હોય છે.
  • કોર્પોરેટ એફડીના કિસ્સામાં, લાંબા ગાળાની યોજનાને બદલે ટૂંકા ગાળાની યોજના પસંદ કરો. ટૂંકા ગાળાની એફડી પર જોખમ ઓછું થાય છે.
  • બેંક એફડીની સામે કંપનીની એફડીમાં રોકાણ ત્યારે જ કરવું જ્યારે બંને વચ્ચે વ્યાજદરનો તફાવત ઓછામાં ઓછો 2% હોય.
  • કોર્પોરેટ એફડીમાં રોકાણ કરતા પહેલા તે કંપનીનો 10-20 વર્ષનો રેકોર્ડ ચકાસો.
  • માત્ર એવી કંપનીઓની થાપણોમાં રોકાણ કરો જે નફો કરી રહી છે અને વિકાસના યોગ્ય પથ પર છે.
  • જો કંપની સતત ડિવિડન્ડ આપતી હોય અને રેટિંગ પણ મજબૂત હોય તો રોકાણ કરી શકાય છે.

ફિક્સ્ડ ડિપોઝિટ શું છે

ફિક્સ્ડ ડિપોઝિટ એ ટર્મ ડિપોઝિટ છે, જ્યાં રોકાણકાર નિશ્ચિત સમય માટે એક સાથે રકમ જમા કરે છે. અહીં તેને પાકતી તારીખ સુધી નિયમિત સમયાંતરે વ્યાજ મળે છે. આ એક વખતનું રોકાણ છે અને દર મહિને તેમાં જમા કરાવવાની જરૂર નથી. તમે મેચ્યોરિટી સુધી તેમાંથી પૈસા ઉપાડી શકતા નથી. જો પાકતી મુદત પહેલા પૈસા ઉપાડશ તો તેના પર દંડ ભરવો પડશે અથવા તો ઓછી રકમ મળશે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહી ક્લિક કરો,

Web Title: Company fixed deposits interest rates higher than bank fd check ratings before invest

Best of Express