Contra Fund : માર્કેટ ટ્રેન્ડથી વિપરીત ચાલ રમે છે કોન્ટ્રા ફંડ્સ, છતાં 1 વર્ષમાં 16 થી 26 ટકા રિટર્ન, રોકાણ કરતા પહેલા જાણી લો વિગત

Contra Fund Investment And Return : રોકાણકારો સામાન્ય રીતે બેસ્ટ પર્ફોર્મન્સ કરતા શેર શોધતા હોય છે. પરંતુ કોન્ટ્રા ફંડ મેનેજર્સ એવા સ્ટોક્સ શોધે છે જે મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતાં તે સમયે સારું પ્રદર્શન કરી શકતા નથી

Written by Ajay Saroya
October 24, 2023 20:40 IST
Contra Fund : માર્કેટ ટ્રેન્ડથી વિપરીત ચાલ રમે છે કોન્ટ્રા ફંડ્સ, છતાં 1 વર્ષમાં 16 થી 26 ટકા રિટર્ન, રોકાણ કરતા પહેલા જાણી લો વિગત
સેબીએ શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે તેમના નોમિની એટલે કે વારસદાર નક્કી કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. (Photo: Canva)

Contra Fund Investment And Return : શેરબજારમાં લોકો સામાન્ય રીતે એવા શેરમાં રોકાણ કરતા હોય છે જેનું પ્રદર્શન સારું હોય. પરંતુ એક મ્યુચ્યુઅલ ફંડની થીમ એવી છે કે જેમાં શેર બજારમાં જે સ્ટોકસ ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે તેમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે. વાસ્તવમાં, કોન્ટ્રા ફંડ્સનો કોન્સેપ્ટ એવા સ્ટોકને ઓળખી કાઢીને નાણાંનું રોકાણ કરવાનો છે જે હાલમાં ઘટી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં સારું વળતર આપશે તેવી અપેક્ષા છે. તેને કોન્ટ્રા ફંડ્સ કહેવામાં આવે છે કારણ કે, તે માર્કેટના ટ્રેન્ડથી વિપરીત દિશામાં જાય છે. દેશમાં આવા કોન્ટ્રા ફંડ્સની સંખ્યા વધારે નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાં 16 થી 26 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. એટલું જ નહીં, આવા કોન્ટ્રા ફંડ્સે છેલ્લા 5 કે 10 વર્ષમાં આકર્ષક વળતર પણ આપ્યું છે.

કોન્ટ્રા ફંડ્સ અને ભારતમાં તેમનું પ્રદર્શન (Contra Fund Scheme And Return)

હાલમાં ભારતમાં માત્ર ત્રણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કોન્ટ્રા ફંડ્સનું સંચાલન કરી રહ્યા છે. આ ફંડ્સ છે : 1) એસબીઆઈ કોન્ટ્રા ફ્ટ (SBI Contra Fund), 2) ઇન્વેસ્કો ઇન્ડિયા કોન્ટ્રા ફંડ (Invesco India Contra Fund) અને 3) કોટક ઇન્ડિયા EQ કોન્ટ્રા ફંડ (Kotak India EQ Contra Fund). આ ત્રણેય ફંડોએ તેમના રોકાણકારોને વળતરની દ્રષ્ટિએ અત્યાર સુધી નિરાશ કર્યા નથી. ચાલો જોઈએ કે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના આંકડા અનુસાર ત્રણેય કોન્ટ્રા ફંડ્સમાં રોકાણકારોને કેટલુ રિટર્ન મળ્યું છે.

એસબીઆઇ કોન્ટ્રા ફંડ (ડાયરેક્ટ સ્કીમ) (SBI Contra Fund)

એસટ અંડર મેનેજમેન્ટ (AUM): 16,781.15 કરોડ રૂપિયા (20 ઓક્ટોબર 2023)

1 વર્ષનું સરેરાશ વળતર : 26.71%

5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 23.43%

10 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 18.36%

ઇન્વેસ્કો ઇન્ડિયા કોન્ટ્રા ફંડ (ડાયરેક્ટ સ્કીમ) (Invesco India Contra Fund)

એસટ અંડર મેનેજમેન્ટ (AUM) : 11,426.24 કરોડ રૂપિયા (20 ઓક્ટોબર 2023)

1 વર્ષનું સરેરાશ વળતર : 16.58%

5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 16.99%

10 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 20.55%

કોટક ઇન્ડિયા ઈક્યુ કોન્ટ્રા ફંડ (ડાયરેક્ટ સ્કીમ) (Kotak India EQ Contra Fund)

એસટ અંડર મેનેજમેન્ટ (AUM) : 1,866.22 કરોડ રૂપિયા (20 ઓક્ટોબર 2023)

1 વર્ષનું સરેરાશ વળતર : 22.56%

5 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 18.39%

10 વર્ષનું સરેરાશ વાર્ષિક વળતર : 17.21%

કોન્ટ્રા ફંડ્સમાંથી કમાણી પર કેટલો ટેક્સ લાગશે? (Tax on Contra Fund Returns)

કોન્ટ્રા ફંડનું 65 ટકાથી વધુ રોકાણ ઇક્વિટી શેરમાં હોય છે. આ જ કારણ છે કે તેમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, કોન્ટ્રા ફંડ્સ પર સમાન ટેક્સ નિયમો લાગુ થાય છે જે ઇક્વિટી ફંડ્સને લાગુ પડે છે. એટલે કે, જો તમે આ ભંડોળનું રોકાણ 1 વર્ષથી ઓછા સમયમાં પાછું ખેંચો છો, એટલે કે તમારા ફંડ્સ યુનિટનું વેચાણ કરો છો, તો તમારે 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ

લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ 1 વર્ષ કે તેથી વધુ સમયના રોકાણથી થયેલા નફા પર માત્ર 10 ટકાના દરે ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે જો તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઈન એક નાણાકીય વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયાની અંદર હોય તો તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો કે, અન્ય ફંડ્સની જેમ, કોન્ટ્રા ફંડ્સમાં ડિવિડન્ડની આવક પર કોઈ કર રાહત નથી અને તેને રોકાણની કરપાત્ર આવકમાં સીધો ઉમેરીને સ્લેબ મુજબ ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો | આ ટેકનિકથી ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી મળશે મહત્તમ રિટર્ન; જાણો એફડી લેડરિંગ શું છે

સમજદારીપૂર્વક રોકાણ કરો

દેશના ત્રણ કોન્ટ્રા ફંડ્સે અત્યાર સુધી સારું વળતર આપ્યું હશે, પરંતુ ભૂતકાળની કામગીરીને ભવિષ્યમાં સમાન વળતર આપવાની ગેરંટી ગણી શકાય નહીં. આ ઉપરાંત, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) અનુસાર, કોન્ટ્રા ફંડ્સ ખૂબ જ ઊંચા જોખમવાળા રોકાણની શ્રેણીમાં આવે છે. દેખીતી રીતે, આમાં રોકાણ કરતા પહેલા, કોઈપણ રોકાણકારે તેમની જોખમ લેવાની ક્ષમતા વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ