દેશની સૌથી મોંઘી ડીલ, અબજો રૂપિયામાં વેચાયો એક ફ્લેટ, જાણો કયા ઉદ્યોગપતિએ ખરીદ્યો?

biggest deal of india : નીરવ બજાજે (Neeraj Bajaj) મુંબઈ (Mumbai) ના મલબાર હીલ (malabar hill) વિસ્તારમાં 252 કરોડ રૂપિયામાં ફ્લેટ (Flat) ખરીદ્યો છે. આ ડીલ ભારતની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.

Written by Kiran Mehta
Updated : March 15, 2023 14:53 IST
દેશની સૌથી મોંઘી ડીલ, અબજો રૂપિયામાં વેચાયો એક ફ્લેટ, જાણો કયા ઉદ્યોગપતિએ ખરીદ્યો?
દેશની સૌથી મોંઘી ડીલ, અબજો રૂપિયામાં વેચાયો એક ફ્લેટ (પ્રતિકાત્મક તસવીર - Housing.com)

India’s biggest Deal : સપનાનું શહેર અને દેશની આર્થિક રાજધાની મુંબઈ દેશના સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. અહીં શું ખાસ છે અને શું સામાન્ય છે, દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર ખરીદવા માંગે છે. અહીં એક કરતાં વધુ મોંઘા અને આલીશાન ઘર છે. મોટા ફિલ્મ સ્ટાર્સથી લઈને ઈન્ડસ્ટ્રીયલ લોકો સુધીના ઘરો અહીં કરોડો રૂપિયાના છે. હવે જાણવા મળ્યું છે કે, મુંબઈમાં એક ટ્રિપલેક્સ ફ્લેટ 252 કરોડ રૂપિયામાં વેચાયો છે.

રિયલ એસ્ટેટ સૂત્રોના જણાવ્યા અનુસાર, 252 કરોડ રૂપિયાનું આ મોંઘું ઘર ઉદ્યોગપતિ નીરજ બજાજે ખરીદ્યું છે. આ ડીલ મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ) વચ્ચે કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, ઘર એક ટ્રિપ્લેક્સ ફ્લેટ છે અને દક્ષિણ મુંબઈના અપમાર્કેટ મલબાર હિલ વિસ્તારમાં આગામી બિલ્ડિંગમાં છે. આ ફ્લેટનો વિસ્તાર 18 હજાર ચોરસ ફૂટ હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે, આ દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ડીલ છે.

અગાઉ ફેબ્રુઆરી 2023માં મુંબઈમાં જ ઉદ્યોગપતિ બી.કે. ગોએન્કાએ 30,000 સ્ક્વેર ફીટ વિસ્તાર ધરાવતું પેન્ટહાઉસ પણ ખરીદ્યું હતું. આ પેન્ટહાઉસનો સોદો 240 કરોડ રૂપિયામાં થયો હતો. જણાવી દઈએ કે ગોયન્કા વેલસ્પન ગ્રુપના ચેરમેન છે. અત્યાર સુધી આને ભારતની સૌથી મોટી ડીલ કહેવામાં આવી રહી હતી. પરંતુ હવે બજાજ અને લોઢા ગ્રુપ વચ્ચેની 252 કરોડની ડીલ મુંબઈમાં સૌથી મોંઘી ડીલ બની ગઈ છે.

ડીલ 13 માર્ચે રજીસ્ટર થઈ

માહિતી અનુસાર, લોઢા ગ્રુપ અને બજાજ વચ્ચે ડીલ એગ્રીમેન્ટ 13 માર્ચ, 2023ના રોજ રજીસ્ટર થયો હતો. નવા ટ્રિપ્લેક્સ ફ્લેટ સાથે 8 કાર પાર્કિંગ સ્લોટ આપવામાં આવ્યા છે. સોદાના દસ્તાવેજો IndexTap.com દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ ડીલ માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે કુલ રૂ. 15.15 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને લોઢા મલબાર પેલેસ કહેવામાં આવે છે અને તે દરિયા કિનારે છે. તેમાં 31 માળ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, બજાજ ગ્રુપના નીરજ બજાજે પણ આ પ્રોજેક્ટમાં ટોચના ત્રણ માળનું બુકિંગ કરાવ્યું છે. ફ્લેટની કિંમત 1.4 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિએ ફ્લેટ માટે એડવાન્સ પૈસા આપી દીધા છે અને બાકીની રકમ બિલ્ડિંગનું ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) મેળવ્યા બાદ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ બિલ્ડિંગ મહારાષ્ટ્રના રાજભવનની નજીક છે.

આ પણ વાંચોMG Comet EV: MG કોમેટ, મારુતિ અલ્ટો કરતા પણ નાની ઇલેક્ટ્રિક કાર, શું હોઈ શકે છે કિંમત?

પ્રોપર્ટી નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં મુંબઈમાં 1 માર્ચ પહેલા મોટા અને લક્ઝરી ફ્લેટના સોદા ફાઈનલ થઈ રહ્યા છે. કારણ કે, એપ્રિલ 2023થી, કેપિટન ગેને સેક્શન 54 હેઠળ રોકાણ કરવું પડશે. તેની મર્યાદા 0 થી 10 કરોડ રૂપિયાની છે અને તેનાથી વધુ રકમ પર ટેક્સ ચૂકવવો પડશે. આ જ કારણ છે કે, લોકો મુંબઈમાં સતત મોંઘી પ્રોપર્ટી અને લક્ઝરી ફ્લેટ ખરીદી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ