CoWIN Data Breach : કોવીન ડેટા ઉલ્લંઘનને મામલે સાયબર સુરક્ષા એજેન્સીની કેરળ અને કર્ણાટક રાજ્યો સહીત 11 રાજ્યો સાથે ચર્ચા

CoWIN Data Breach : અધિકારીએ જણાવ્યું હતું, કે, ''પ્રાથમિક ચર્ચા દરમિયાન, કર્ણાટક અને કેરળએ સંકેત આપ્યો છે કે તેઓએ રોગચાળા દરમિયાન કન્ટેન્ટ ઝોનની દેખરેખ રાખવા માટે તેમના સંબંધિત ડેટાબેઝ વિકસાવ્યા હતા.''

June 16, 2023 10:54 IST
CoWIN Data Breach : કોવીન ડેટા ઉલ્લંઘનને મામલે સાયબર સુરક્ષા એજેન્સીની કેરળ અને કર્ણાટક રાજ્યો સહીત 11 રાજ્યો સાથે ચર્ચા
કથિત CoWIN ડેટા લીક 100 થી વધુ મુખ્ય વ્યક્તિઓને અસર કરી શકે છે જેમણે CoWIN પોર્ટલ દ્વારા સાઇન અપ કર્યા પછી રસીકરણ મેળવ્યું છે (એક્સપ્રેસ ફોટો)

Soumyarendra Barik : કથિત CoWIN ડેટા બ્રીચની તપાસના ભાગ રૂપે, ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) – નોડલ સાયબર સુરક્ષા એજન્સીએ ઓછામાં ઓછી 11 રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી રહી છે જેમણે કોવિડ-19 દરમિયાન પોતાના ડેટાબેઝ વિકસાવ્યા હતા.

એજન્સી આ રાજ્યોના ડેટાબેઝમાંથી કોઈપણ સંભવિત લીકની તપાસ કરી રહી છે. જ્યારે કર્ણાટક અને કેરળ 11 રાજ્યોમાં હોવાનું જાણવા મળ્યું છે, બાકીના રાજ્યો વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક રાજ્યોએ પેંડેમીક દરમિયાન તેમના સંપૂર્ણ ડેટાબેઝ બનાવ્યા હતા, જેથી કન્ટેનમેન્ટ ઝોન અને રહેવાસીઓની રસીકરણની સ્થિતિ જેવી બાબતોને ટ્રેક કરી શકાય. રાજ્યોમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓને તે ડેટાની ઍક્સેસ પણ મળી શકે છે, જે કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક ઉપકરણો પર સંગ્રહિત હતી. CERT-In એ આમાંના કોઈ એક ડેટાબેઝને અસર થઈ હતી કે કેમ તેનું મૂલ્યાંકન કરીને આ મુદ્દામાં તપાસ વધારી છે.”

આ પણ વાંચો: Gold Silver rate : સોનાનો ભાવ અઢી મહિનાને તળિયે; ચાંદીમાં 1500નો કડાકો

અધિકારીએ જણાવ્યું હતું, કે, ”પ્રાથમિક ચર્ચા દરમિયાન, કર્ણાટક અને કેરળએ સંકેત આપ્યો છે કે તેઓએ રોગચાળા દરમિયાન કન્ટેન્ટ ઝોનની દેખરેખ રાખવા માટે તેમના સંબંધિત ડેટાબેઝ બનાવ્યા હતા.”

CERT-In મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ સાથે પણ સંકલન કરી રહ્યું છે, જ્યાં એક બોટ નાગરિકોના સંવેદનશીલ ડેટાને શેર કરી રહ્યો હતો, વ્યક્તિ અથવા જૂથની ઓળખની ખાતરી કરવા માટે જે કથિત રીતે CoWIN ડેટાબેઝમાંથી મેળવેલ છે.

જો કે, મેસેજિંગ પ્લેટફોર્મે એજન્સીને જણાવ્યું છે કે જે જૂથ ‘hak4learn’ નામના બોટનું સંચાલન કરી રહ્યું હતું, તે સેવાને ઍક્સેસ કરવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ કરી રહ્યું હતું, જેના કારણે તેમની ઓળખ અથવા સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું.

આ અઠવાડિયાની શરૂઆતમાં, CoWIN ડેટાનો ભંગ થયો હોવાના અહેવાલોને પગલે અને ટેલિગ્રામ પર બોટ દ્વારા શેર કરવામાં આવી રહ્યો હતો, આરોગ્ય મંત્રાલયે CERT-Inને આ મુદ્દાની તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. CERT-In આવતા અઠવાડિયે તેનો અહેવાલ મંત્રાલય સાથે શેર કરે તેવી અપેક્ષા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે CoWIN સિસ્ટમ “ડેટા પ્રાઇવસી માટે સંપૂર્ણપણે સલામત છે” અને ઉલ્લંઘનના તમામ અહેવાલો “કોઈપણ આધાર વિનાના” હતા.

આ પણ વાંચો: Koo Update : Koo પ્રીમિયમ ભારતીય યુઝર્સ માટે ઉપલબ્ધ, કંપનીનું થોડા સમય માટે 20 કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે ઇન્ટર્નલ ટેસ્ટિંગ

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે CERT-In એ કથિત ભંગની રીવ્યુ કરી હતી અને ટેલિગ્રામ બોટ દ્વારા એક્સેસ કરવામાં આવતો ડેટા “થ્રેટ એક્ટર ડેટાબેઝ”માંથી હતો જે અગાઉ ભંગ કરાયેલ ડેટાથી ભરપૂર હોવાનું જણાય છે,જે CoWIN સાથે સંબંધિત ન હતું. તેમણે કહ્યું હતું કે, “એવું લાગતું નથી કે CoWIN એપ્લિકેશન અથવા ડેટાબેઝનો સીધો ભંગ કરવામાં આવ્યો છે.”

આ દરમિયાન, ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કોલકાતાની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે અને આ મુદ્દાની તપાસની માંગ કરી છે. ” તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ”સરકારી સંસાધનો દ્વારા ખાનગી સંવેદનશીલ માહિતી ઉપલબ્ધ કરાવવીએ એક કુખ્યાત ષડયંત્ર છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ