/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Credit-card-news.jpg)
Credit Card News: ગ્રાહકોના ખર્ચમાં વધારો અને ડિજિટલ પેમેન્ટને લીધે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે. (ફોટો ક્રેડિટ ફ્રિપીક)
દેશમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગ્રાહકોના ખર્ચમાં વધારો અને ડિજિટલ પેમેન્ટની વધતી જતી લોકપ્રિયતાને કારણે આ વધારો થયો છે. જોકે બીજી તરફ ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) અથવા ગ્રાહકો દ્વારા ડિફોલ્ટ કરાયેલ રકમ 28.42 ટકા વધી છે. જે આંકડો રૂપિયા 6742 કરોડ પહોંચ્યો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના તાજેતરના ડેટામાં સામે આવ્યો છે.
આરબીઆઇના ડેટા દર્શાવે છે કે, અર્થતંત્રમાં મંદી વચ્ચે ડિસેમ્બર 2023 માં કૂલ એનપીએ રૂપિયા 5250 કરોડથી વધીને રુપિયા 6742 કરોડ થયો છે. જે રુપિયા 1500 કરોડનો વધારો દર્શાવે છે. જે ડિસેમ્બર 2024 માં વાણિજ્યિક બેંકોના ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં કૂલ એનપીએ રુપિયા 2.92 લાખ કરોડના 2.3 ટકા જેટલું થાય છે. જે ગત વર્ષે રુપિયા 2.53 લાખ કરોડના 2.06 ટકા હતું.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ (RTI) અંતર્ગત માંગવામાં આવેલી માહિતી મુજબ, ડિસેમ્બર 2020 સુધીમાં ક્રેડિટ કાર્ડ એનપીએ રુપિયા 1108 કરોડથી 500 ટકા સુધી વધી ગયું છે. આ એવા સમયે થયું છે જ્યારે બેંકો ડિસેમ્બર 2023 માં કૂલ એનપીએ રુપિયા 5 લાખ કરોડથી ઘટાડીને ડિસેમ્બર 2024 સુધીમાં રુપિયા 4.55 લાખ કરોડ સુધી ઘટાડવામાં સફળ રહી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/credit-card-deafault-case.jpg)
ભારતીય બેંકો છેલ્લા બે વર્ષમાં NPA, અથવા દેવાદારો દ્વારા ડિફોલ્ટ કરાયેલી લોન ઘટાડવામાં સફળ રહી છે, પરંતુ વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં NPA માં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ વધારો દેવાદારોના દેવામાં વધારા સાથે સુસંગત છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે
- માર્ચ 2024 માં પૂરા થયેલા વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડ વ્યવહારોનું મૂલ્ય છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણું વધીને રૂ. 18.31 લાખ કરોડ થયું છે. જે માર્ચ 2021 માં રૂ. 6.30 લાખ કરોડ હતું.
- અર્થતંત્ર મહામારીથી બહાર આવ્યું હતું અને છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ગ્રાહક વિશ્વાસમાં વધારો થયો હતો.
- જાન્યુઆરી 2025 માં ક્રેડિટ કાર્ડ વ્યવહારો રૂ. 1.84 લાખ કરોડ હતા, જે જાન્યુઆરી 2021 માં રૂ. 64,737 કરોડ હતા.
- RBI ના ડેટા દર્શાવે છે કે બેંકો દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા પણ ઝડપથી વધીને જાન્યુઆરી 2025 સુધીમાં 10.88 કરોડ થઈ છે.
- જે જાન્યુઆરી 2024 માં 9.95 કરોડ અને જાન્યુઆરી 2021 માં 6.10 કરોડ હતી.
બાકી રકમ પર 42 ટકા જેટલું ઉંચું વ્યાજ
ક્રેડિટ કાર્ડ બાકી હોય તે અસુરક્ષિત છે અને તેના વ્યાજ દર ઊંચા હોય છે. લોન ખાતું ત્યારે NPA બને છે જ્યારે વ્યાજ અથવા મુખ્ય હપ્તો 90 દિવસથી વધુ મુદત વીતી હોય. જ્યારે કોઈ ગ્રાહક બિલિંગ ચક્ર પછી તેના ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીમાં વિલંબ કરે છે, ત્યારે બેંક બાકી લેણાં પર વાર્ષિક 42-46 ટકા વ્યાજનો ઊંચો દર વસૂલ કરે છે અને તેનો ક્રેડિટ સ્કોર પણ ઘટે છે.
વધુ ખર્ચ અને લોભામણી સ્કીમ
કાર્ડ આઉટ સ્ટેન્ડિંગ એ બેંકો દ્વારા ઓફર કરાયેલ વ્યાજ મુક્ત સમયગાળા પછી ગ્રાહકો પાસેથી બાકી રહેલી રકમ છે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સેગમેન્ટ તરફ આકર્ષિત કરતી બાબતોમાં વધુ ખર્ચ પર પુરસ્કારો, લોન ઓફર અને લાઉન્જ લાભો જેવા પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. જે ગ્રાહકોને વધુ ખર્ચ કરવા ખેંચે છે.
કાર્ડની બાકી રકમ દેવામાં ધકેલે છે
એક બેંક અધિકારીએ જણાવે છે કે, ગ્રાહકોએ સમજવું જોઈએ કે જો તેઓ વ્યાજમુક્ત સમયગાળા પછી કાર્ડની બાકી રકમ રાખે છે, તો તેમને કેટલાક કિસ્સાઓમાં 42 ટકા સુધીનો વ્યાજ દર ચૂકવવો પડે છે. તે તેમને દેવાની જાળમાં ફસાવી દેશે.
નવેમ્બર 2023 માં, RBI એ કન્ઝ્યુમર ક્રેડિટ, ક્રેડિટ કાર્ડ રીસીવેબલ્સ અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) તરફ બેંકોના એક્સપોઝર પર જોખમ દર 25 ટકા વધારીને 150 ટકા કર્યું હતું. આ પગલાનો હેતુ આ સેગમેન્ટ્સમાં કોઈપણ જોખમોને ઓછું કરવાનો છે.
RBI ના FSR રિપોર્ટમાં જણાવાયું છે કે, જ્યારે વોલ્યુમ મજબૂત રહે છે, ત્યારે ગ્રાહક ક્રેડિટના ચોક્કસ સેગમેન્ટ્સ પર જોખમ દરમાં વધારાની અસરથી એકંદર ગ્રાહક ક્રેડિટ, ખાસ કરીને વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ્સમાં વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: PF ઉપાડવું હવે સરળ બન્યું, જાણો કેવી રીતે?
શું તમે પણ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો? આ અંગે તમારું શું મંતવ્ય છે, નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો!


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us