Credit card vs Debit Card: પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બંનેમાંથી કયું બેસ્ટ છે? ટ્રાન્ઝેક્શન વખતે કઇ વાતો ધ્યાનમાં રાખવી

Credit card and Debit Card Benefits : ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને તમને જરૂરિયાત અનુસાર નાણાંકીય લેવડદેવડ કરવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ બંનેના પોતાના અલગ ફાયદા અને ગેરફાયદા છે જેના વિશે તમારે જરૂર જાણવું જોઈએ

Written by Ajay Saroya
July 19, 2023 22:35 IST
Credit card vs Debit Card: પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બંનેમાંથી કયું બેસ્ટ છે? ટ્રાન્ઝેક્શન વખતે કઇ વાતો ધ્યાનમાં રાખવી
ક્રેડિટ કાર્ડ (પ્રતિકાત્મક ફોટો)

Credit card and Debit Card tips and Benefits: તમે કંઈપણ ખરીદ્યા પછી કેવી રીતે પેમેન્ટ કરો છો? શું તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ? વાંચવામાં તો તે બિનજરૂરી પ્રશ્ન જેવા લાગે છે. જો કે તમે જે નિર્ણય લો છો તેના ચોક્કસ નાણાકીય પરિણામ આવે છે જે તમારે સમજવા જરૂરી છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બંને તમને તમારી જરૂરિયાતો અનુસાર નાણાંકીય લેવડદેવડ કરવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ બંનેના પોતાના અલગ ફાયદા અને ગેરફાયદા છે જેના વિશે તમારે જાણવું જોઈએ જેથી હવે જ્યારે તમે તમારા બિલ ચૂકવો અથવા તમારા પરિવાર સાથે ખરીદી કરવા જાઓ ત્યારે સમજદારીપૂર્વક નિર્ણય લઇ શકો.

ડેબિટ કાર્ડના ફાયદા

ઘણી વખત તમે પેમેન્ટ કરવા માટે કયા કાર્ડનો ઉપયોગ કરવો તે નક્કી કરવામાં મુંઝવણ અનુભવતા હોવ છો, કારણ કે મોટાભાગના લોકો તેમના વૉલેટમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને રાખે છે. કયા કાર્ડનો વધુ વખત ઉપયોગ કરવો તે નક્કી કરવાની વાત આવે ત્યારે, તેમની ચોક્કસ જરૂરિયાતો ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે. ડેબિટ કાર્ડ તેના ઉપયોગની સરળતા અને સગવડતાને કારણે દેશભરમાં ખુબ જ લોકપ્રિય છે.

ડેબિટ કાર્ડ વડે તમે ખરીદી કરી શકો છો અથવા સીધા તમારા બેંક ખાતામાંથી રોકડ ઉપાડી પણ શકો છો. જેઓ તેમના ખર્ચાઓને કન્ટ્રોલમાં રાખવા અને દેવુ કરવાનું ટાળવા માંગતા હોય તેમના માટે આ એક આદર્શ વિકલ્પ છે. વધુમાં, ડેબિટ કાર્ડ સમગ્ર દેશમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે, જે તમને મોટાભાગના વેપારીઓ, ઓનલાઈન રિટેલર્સ અને એટીએમ પર ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપે છે. ડિજિટલ ઈન્ડિયા અને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) જેવી પહેલ સાથે ડિજિટલ ઈકોનોમી તરફ સરકારના પ્રોત્સાહને ડેબિટ કાર્ડના ઉપયોગને વધારે વેગ આપ્યો છે.ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સાવધાની રાખવી

ક્રેડિટ કાર્ડના ફાયદા

Bankbazaar.com ના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે, “ક્રેડિટ કાર્ડ એ ખૂબ જ ઉપયોગી ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે જેને તમે અવગણી શકતા નથી કારણ કે તે ઘણા બધા ફાયદા આપે છે. અમે તાજેતરના વર્ષોમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો જોઈ રહ્યા છીએ. શોપિંગ અને ટ્રાવેલ જેવી વિવિધ કેટેગરીઓ પર આકર્ષક રિવર્ડ, કેશબેક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે, ક્રેડિટ કાર્ડ ભારતીય ઉપભોક્તા માટે લોકપ્રિય પસંદગી બની ગયા છે.

જો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. બાકી બેલેન્સ પર ઊંચા વ્યાજદર અને લેટ પેમેન્ટ પેનલ્ટી ક્રેડિટ કાર્ડના ઉપયોગને નાણાકીય બોજમાં ફેરવી શકે છે. તેથી, ગ્રાહકે ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ પડતો ખર્ચ કરવાનું સાહસ કરતા પહેલા તેની નાણાકીય શિસ્તતા અને રિપેમેન્ટ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ રહે છે.

હવે કાર્ડના ઉપયોગના સુરક્ષા પાસાઓ વિશે વાત કરીએ જેને અવગણી શકાય નહીં. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને દરેક ટ્રાન્ઝેક્શન માટે PIN-આધારિત ટ્રાન્ઝેક્શન, ટૂ-સ્ટેપ ઓથેન્ટિકેશન અને પ્રત્યેક ટ્રાન્ઝેક્સન માટે SMS એલર્ટજેવા મજબૂત સિક્યોરિટી ફીચર હોય છે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ – કયા કાર્ડનો ક્યાં ઉપયોગ કરવો?

ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડના ઉપયોગ વચ્ચે પસંદગી વિવિધ પરિબળો પર આધારિત છે. જવાબદારીપૂર્વક અને નાણાકીય શિસ્તતા સાથે ખર્ચ કરવા માંગતા લોકો માટે ડેબિટ કાર્ડ આદર્શ છે. ઉપરાંત તે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ ઉપયોગી છે. બીજી બાજુ, ક્રેડિટ કાર્ડ્સ ઘણા બધા ફાયદાઓ અને નાણાકીય સુગમતા પ્રદાન કરે છે પરંતુ શિસ્તબદ્ધ ઉપયોગ અને વ્યાજદર અને ચાર્જ અંગે કાળજીપૂર્વક વિચારણા કરવાની જરૂર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ