Credit Card : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બંધ કરો તો પણ ચાર્જ ચૂકવવો પડશે? ક્રેડિટ હિસ્ટ્રી પર શું અસર થશે?

What Happens When You Stop Using Credit Card : તમારા ક્રેડિટ કાર્ડને ડિએક્ટિવ રાખવાથી કે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવાથી તમારી ફાઇનાન્સિયલ પ્રોફાઇલ પર વિવિધ પરિણામો અને અસરો થઈ શકે છે

Written by Ajay Saroya
October 31, 2023 16:44 IST
Credit Card : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બંધ કરો તો પણ ચાર્જ ચૂકવવો પડશે? ક્રેડિટ હિસ્ટ્રી પર શું અસર થશે?
ક્રેડિટ કાર્ડ નાણાંકીય કટોકટીમાં તાત્કાલિક ભંડોળની જરૂરિયાત પૂરી પાડે છે. (Photo Canva)

Credit Card Tips : અમુક વ્યક્તિ પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ હોય છે, જેમાંથી અમુક જ ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય છે જ્યારે બાકીના વોલેટમાં ઉપયોગ વગર પડ્યા રહે છે. મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડ લઇ લે છે જો કે અમુક સમય બાદ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેતા હોય છે. આ આદત તમારા પર તાત્કાલિક અસર કરતી નથી, પરંતુ તમે રિવર્ડ ગુમાવી શકો છો અને મજબૂત ક્રેડિટ સ્કોર બનાવવાની ક્ષમતા ઘટી જાય છે.

તમારા ક્રેડિટ કાર્ડને ડિએક્ટિવ રાખવાથી અથવા તેનો ઉપયોગ ન કરવાથી તમારી ફાઈનાન્સિયલ પ્રોફાઇલ પર વિવિધ પરિણામો અને અસરો થઈ શકે છે. કેટલીક વખત દેવાનો બોજ સહન કરવો પડે તેની માટે ક્રેડિટ કાર્ડનો ન ઉપયોગ ટાળવો એક સલામત અભિગમ જેવું લાગે છે, જો કે અમુક બાબતોને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઇએ.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરો ત્યારે શું થાય છે? ચાલો જાણીયે

ક્રેડિટ સ્કોર પર અસર Impact on Credit Score

ક્રેડિટ કાર્ડને સંપૂર્ણપણે બંધ કરવાની દિશામાં આગળ વધતા પહેલા, ક્રેડિટ કાર્ ઇશ્યૂ કરનાર કંપની સામાન્ય રીતે કાર્ડનો ઉપયોગ ન કરવા વિશેની ચેતવણી અને તમે કાર્ડની સક્રિય રાખવા માગો છો કે કેમ તે અંગે પૂછપરછ કરતી ઘણી બધી સૂચનાઓ મોકલે છે. ડિએક્ટિવ ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી,જેનો ખાસ કરીને બેંકમાં લાંબા સમયથી રેકોર્ડ હોય છે, તમારા ક્રેડિટ સ્કોર પર સંભવિતપણે નકારાત્મક અસર કરી શકે છે.

એ હકીકત છે કે, જ્યારે તમે બેંક સાથે લાંબા સમય સુધી સંબંધ જાળવી રાખો છો, ત્યારે તે પેમેન્ટ, ડિપોઝિટ, ઉપાડ અને અન્ય નાણાકીય પ્રવૃત્તિઓમાં તમારી સાતત્યપૂર્ણ સમયબદ્ધતાના પુરાવા આપે છે. ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી મારા ક્રેડિટ રેકોર્ડમાંથી પોઝિટિવ ફાઇનાન્સિયલ હિસ્ટ્રી હટાવી દેવામાં આવી શકે છે.

ક્રેડિટ લિમિટ યુટિલાઇઝેશનમાં ઘટાડો (Reduced Credit Limit Utilisation (CUR))

તમારો CUR એ તમારી ઉપલબ્ધ ક્રેડિટ મર્યાદાનું પ્રમાણ છે જેનો તમે ઉપયોગ કરો છો. જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરતા નથી, ત્યારે તમારો CUR નીચો રહે છે. તમારા ક્રેડિટ સ્કોર માટે નીચો CUR સારો છે કારણ કે તે જવાબદાર ક્રેડિટ મેનેજમેન્ટ સૂચવે છે. જો કે, શૂન્ય ઉપયોગ સાથે ક્રેડિટ કાર્ડ રાખવાથી તમારી ક્રેડિટનું અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતા પ્રદર્શિત થઈ શકશે નહીં. લેણદારો આને ક્રેડિટ હેન્ડલ કરવાના અનુભવના અભાવ તરીકે જોઈ શકે છે, જે ભવિષ્યમાં લોન જેવી અન્ય ક્રેડિટ પ્રોડક્ટ્સ માટે મંજૂર થવાની તમારી તકોને અસર કરી શકે છે.

Credit card
ક્રેડિટ કાર્ડ.

ઇનએક્ટિવ ચાર્જ (Inactivity Charges)

જો તમે લાંબા સમય સુધી તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો કેટલીક ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઇનએક્ટિવ ચાર્જ વસૂલી શકે છે. આ ચાર્જ કાર્ડધારકોને તેમના કાર્ડનો નિયમિત ઉપયોગ કરવા પ્રોત્સાહિત હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ ઇનએક્ટિવ ચાર્જ વાર્ષિક અથવા જેટલા સમય માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો નથી તેના આધારે વસૂલવામાં આવી શકે છે. આવા ઇનએક્ટિવ ચાર્જથી બચવા માટે તમારા ક્રેડિટ રજૂકર્તાના નિયમો અને શરતોને સમજવી જરૂરી છે.

ક્રેડિટ કાર્ડ બંધ (Card Closure)

જો તમારું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ લાંબા સમય સુધી ડિએક્ટિવેટ રહે તો કાર્ડ કંપની તેને બંધ કરી શકે છે. આનાથી તમારા ક્રેડિટ સ્કોર પર તાત્કાલિક અસર થતી નથી, પરંતુ તમારા માટે ઉપલબ્ધ કુલ ક્રેડિટને ઘટાડી શકે છે.

Bankbazaar.comના સીઇઓ અધિલ શેટ્ટી કહે છે, “જો તમારો ક્રેડિટ કાર્ડ સારી ક્રેડિટ હિસ્ટ્રી ધરાવે છે, તો તે બંધ થવાથી તમારા ક્રેડિટ મિક્સ અને સરેરાશ એકાઉન્ટના સમયગાળાને પણ અસર થઈ શકે છે, જે તમારા ક્રેડિટ સ્કોરમાં મોટું યોગદાન આપતા પરિબળો છે.”

રિવર્ડ અને બેનેફિટ્સ ગુમાવશો (Loss of Rewards and Benefits)

ક્રેડિટ કાર્ડ ઘણીવાર રિવોર્ડ પ્રોગ્રામ્સ, કેશબેક ઑફર્સ અને વિવિધ લાભો જેવા કે કોમ્પ્લિમેન્ટરી લાઉન્જ એક્સેસ અને અન્ય સુવિધાઓ સાથે આવે છે. તમે આ પુરસ્કારો અને ફાયદાઓ ગુમાવી શકો છો.

શેટ્ટી સમજાવે છે, “જો તમારું ક્રેડિટ કાર્ડ વાર્ષિક ચાર્જ વાળું છે, તો જો તમે તેનો ઉપયોગ નહીં કરો તો શું ચાર્જ ચૂકવવો પડશે કે કેમ સૌથી પહેલા સમજી લેવું જોઇએ.

નાણાંકીય કટોકટીમાં મુશ્કેલી પડશે (Difficulty in Emergency Situations)

જ્યારે તમે અનપેક્ષિત નાણાકીય કટોકટીનો સામનો કરો છો ત્યારે ઇનએક્ટિવ ક્રેડિટ કાર્ડ્સ એક સમસ્યા બની શકે છે. જો તમારું કાર્ડ નિષ્ક્રિય છે, તો તમારે ફરીથી સક્રિય કરવાની વિનંતી કરવાની જરૂર પડી શકે છે, જેમાં થોડો સમય લાગી શકે છે. સામાન્ય રીતે આવા અણધાર્યા સંજોગો માટે ઓછામાં ઓછું એક ક્રેડિટ કાર્ડ સક્રિય અને ઉપલબ્ધ રાખવાની સલાહ આપવામાં આવે છે.

નાણાકીય સુગમતામાં ઘટાડો (Less Financial Flexibility)

જ્યારે તમારે ખરીદી કરવાની જરૂર હોય પરંતુ પાસે નાણાં ન હોય ત્યારે ક્રેડિટ કાર્ડ્સ સંકટ સમયની સાંકળ બની શકે છે. જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી, ત્યારે મોટી અથવા અણધારી ચૂકવણી કરવા માટે તમારી પાસે ઓછી નાણાકીય સુગમતા હોય છે. જ્યારે તમને ઝડપી ધિરાણની જરૂર હોય ત્યારે આવી નાણાંકીય કટોકટીનો સામનો કરવાની અથવા ભંડોળની વ્યવસ્થા કરવાની તમારી ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

debit card
ડેબિટ કાર્ડ એ નાણાંકીય વ્યવહારોમાં સગવડતા અને સુરક્ષા પ્રદાન કરે છે.

ક્રેડિટ હિસ્ટ્રી ગુમાવશો (Missed Credit History)

ક્રેડિટ હિસ્ટ્રી બનાવવી એ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે જરૂરી છે, જેમ કે લોન અથવા ધિરાણ માટે અરજી કરવી. નિષ્ક્રિય ક્રેડિટ કાર્ડ તમારી ક્રેડિટ હિસ્ટ્રીમાં સકારાત્મક યોગદાન આપતું નથી. ક્રેડિટ કાર્ડનો સતત જવાબદાર ઉપયોગ મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં મદદ કરી શકે છે, જે ફાયદાકારક છે.

આ પણ વાંચો | માર્કેટ ટ્રેન્ડથી વિપરીત ચાલ રમે છે કોન્ટ્રા ફંડ્સ, છતાં 1 વર્ષમાં 16 થી 26 ટકા રિટર્ન, રોકાણ કરતા પહેલા જાણી લો વિગત

જ્યારે તમારા ક્રેડિટ કાર્ડને નિષ્ક્રિય રાખવું એ દેવું ટાળવા માટે સલામત અભિગમ જેવું લાગે છે, ત્યારે તેના સંભવિત પરિણામોને સમજવા પણ મહત્વપૂર્ણ છે. સારો ક્રેડિટ સ્કોર અને નાણાકીય સુગમતા જાળવવા માટે, તમારા ક્રેડિટ કાર્ડનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, પછી ભલે તે નાના, નિયમિત નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે હોય. નિયમિત ઉપયોગ ક્રેડિટ હિસ્ટ્રી બનાવવામાં મદદ કરે છે અને તમારો ક્રેડિટ કાર્ડ વિવિધ હેતુઓ માટે ઉપયોગી નાણાકીય સાધન છે તેની ખાતરી કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ