/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Credit-Card.jpg)
Credit Card : ક્રેડિટ કાર્ડ વિવિધ કેશબેક ઓફર સાથે આવે છે. (Photo - Freepik)
Credit Card Payments Cashback : ક્રેડિટ કાર્ડ શોપિંગની સાથે સેવિંગ કરવામાં પણ મદદ કરે છે. ખર્ચ કરતી વખતે કમાવાનું કોને ન ગમે? આ શક્ય નથી અથવા સલાહભર્યું હોઈ શકે છે, પરંતુ ક્રેડિટ કાર્ડ સાથે તે તદ્દન શક્ય છે. ક્રેડિટ કાર્ડ્સ રિવર્ડના રૂપમાં કેશબેક આપે છે. આ કેશબેક કાર્ડનો ઉપયોગ કરીને કાર્ડધારકો દ્વારા કરવામાં આવતા ખર્ચના ભાગ રૂપે પ્રાપ્ત થાય છે. આ કેશબેક કાં તો કાર્ડધારકના ખાતામાં જમા થાય છે અથવા પછીના બિલની ચુકવણી સમયે એડજસ્ટ કરવામાં આવે છે, જે ટ્રાન્ઝેક્શનના સમયે કુલ ખર્ચ ઘટાડે છે.
ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે, ટ્રાન્ઝેક્સનની રકમનો એક હિસ્સો કાર્ડધારકને કેશબેકના રૂપમાં પરત કરવામાં આવે છે. આ હિસ્સો કાર્ડના નિયમો અને શરતો અને ટ્રાન્ઝેક્શનના સ્વરૂપ પર આધારિત છે.
કેશબેક ચોક્કસ રકમ અથવા ટ્રાન્ઝેક્શન વેલ્યૂના એક હિસ્સાના સ્વરૂપમાં હોઈ શકે છે અને તે અમુક લિમિટ અથવા પ્રતિબંધોને આધીન હોઈ શકે છે જેમ કે મિનિમમ ખર્ચની જરૂરિયાત. ક્રેડિટ કાર્ડની ચૂકવણી પર રિવર્ડના રૂપમાં મળેલા કેશબેકને વધારવા માટે યોગ્ય વ્યૂહરચના જરૂરી છે. કેશબેક રિવર્ડ વધારવામાં તમારી મદદ કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.
યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરો
ક્રેડિટ કાર્ડ દ્વારા દરેક પેમેન્ટ પર વધુ કેશબેક રિવર્ડ મેળવવા માટે, પહેલા યોગ્ય કાર્ડ પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધ્યાનમાં રાખો કે તમે જે રીતે નાણાં ખર્ચો છો તેના આધારે ક્રેડિટ કાર્ડની યોગ્ય કેટેગરી પસંદ કરવી પડશે. ઘણા ક્રેડિટ કાર્ડ કરિયાણા, ફૂડ, ટ્રાવેલ્સ અથવા ફ્યૂઅલ જેવી ચોક્કસ કેટેગરીને પૂરી કરે છે. કાર્ડ લેતા પહેલા, તમે દર મહિને કઈ કેટેગરીના ખર્ચાઓ સૌથી વધુ પેમેન્ટ રહ્યા છો તે તપાસો. એકવાર આ ખબર પડી જાય પછી તમે તે મુજબ યોગ્ય કેટેગરીનું કાર્ડ પસંદ કરી શકો છો. આ કરવાથી તમે વધુ નફા સાથે બેસ્ટ ડીલ મેળવી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-2023-10-31T163848.011.jpg)
રોજિંદા ખર્ચના આધારે કાર્ડ પસંદ કરો
ઘણા ક્રેડિટ કાર્ડ્સ છે જે ગ્રોસરી, ફૂડ અને યુટિલિટીઝ જેવી નિયમિત ખરીદી પર કેશબેક ઓફર કરે છે. કૅશબૅક અર્નિંગને ઑપ્ટિમાઇઝ કરવા માટે તમારે સૌથી વધારે ખર્ચ કરનાર કેટેગરીને અનુરૂપ કાર્ડની પસંદગી કરવાની રહેશે.
બિલ પેમેન્ટ અને ઈ-શોપિંગ કરતી વખતે અપડેટ રહો
મોટાભાગના ક્રેડિટ કાર્ડ પાર્ટનર ઓનલાઈન રિટેલર્સ અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે છે. આવી સ્થિતિમાં, પાર્ટનર વેબસાઇટ્સ પરથી ખરીદી પર વધુ કેશબેક રિવર્ડ મેળવવાની તક હોય છે. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ, ફોન બિલ અને વીમા પ્રીમિયમ જેવા રિકરિંગ ખર્ચાઓનું સમાધાન વધુ કેશબેક બેનેફિટ્સ આપી શકે છે. કેટલાક કાર્ડ આવા બિલની ચૂકવણી માટે વધુ કેશબેક પણ ઓફર કરે છે.
Bankbazaar.com ના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે કે ઓનલાઈન શોપિંગ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. મોટાભાગના ક્રેડિટ કાર્ડ્સમાં વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સાથે જોડાણ હોય છે. આવી સ્થિતિમાં, સંબંધિત ઑનલાઇન શોપિંગ સ્ટોરમાંથી ખરીદી કરીને ક્રેડિટ કાર્ડ પર વધુ કેશબેક મેળવી શકાય છે. વધારાની બચત માટે તમારા ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલી વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઑફર્સ પર નજર રાખો.
નિયત સમયગાળા દરમિયાન કેશબેક ઓફર બદલાતી રહે છે, અપડેટ રહીને ફાયદો ઉઠાવો
વિવિધ બેંક કેટલાક ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે દર ક્વાર્ટરમાં ફૂડ, ટ્રાવેલ, ફ્યુઅલ વગેરે કેટેગરીઝ પર વધુ કેશબેક ઓફર કરે છે. બદલાતી ક્રેડીટ કાર્ડ ઑફર પર નજર રાખો. આમ કરવાથી તમે નવી ઑફર્સ અને વધુ કેશબેક મેળવી શકો છો. અપડેટ રહેવા અને અસરકારક રીતે તમારા કેશબેકનો લાભ લેવા માટે તમારી બેંકની ક્રેડિટ કાર્ડ વેબસાઇટ અથવા એપ્લિકેશન પર નજર રાખો.
સ્પેશિયલ ડીલનો ફાયદો ઉઠાવો
ક્રેડિટ કાર્ડ કંપનીઓ નિયમિતપણે વિશેષ પ્રમોશન ચલાવે છે જે ચોક્કસ કેટેગરીમાં અથવા ઓથોરાઇઝ્ડ ટ્રેડર્સ સાથે ખર્ચ કરવા માટે વધારાનું કેશબેક ઓફર કરે છે. ઇલેક્ટ્રોનિક્સ અથવા ડિવાઇસ જેવી મોટી ખરીદી કરવી એ નોંધપાત્ર કેશબેક કમાવવાના સાધન તરીકે સેવા આપી શકે છે, ખાસ કરીને જ્યારે વિશિષ્ટ ઑફર્સ અથવા ડિસ્કાઉન્ટ સાથે જોડાયેલી હોય..
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Diwali-Dhanteras-Shopping-By-Credit-Cards-tax-calculator.jpg)
ટ્રાવેલ અને લોયલ્ટી પર નજર રાખો
કેટલાક કાર્ડ ફ્લાઇટ, હોટેલ અને કાર રેન્ટ બુકિંગ માટે કેશબેક બેનેફિટ ઓફર કરીને મુસાફરી સંબંધિત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોયલ્ટી પ્રોગ્રામ્સ સાથે સંકળાયેલા ક્રેડિટ કાર્ડ્સ, જેમ કે એરલાઈન માઈલ અથવા હોટેલ પોઈન્ટ્સ, ઘણીવાર કમાયેલા પોઈન્ટની ટોચ પર વધારાના કેશબેક ઓફર કરે છે, જે એકંદર રિવર્ડમાં વધારો કરે છે.
અપડેટ રહેનાર કાર્ડધારક મોટાભાગે કેશબેકને ઓપ્ટિમાઇઝ કરવા માટે ઘણી વખત વિવિધ ઑફરો અને રિવર્ડને જોડે છે. આમાં રિવર્ડ મેળવવા માટે વ્યાપક અભિગમ માટે ક્રેડિટ કાર્ડ રિવર્ડ તેમજ કેશબેક પોર્ટલ અથવા એપ્લિકેશનોનો ઉપયોગ શામેલ હોઈ શકે છે.
આ પણ વાંચો | PPF, NPS અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો સાવધાન, 31 માર્ચ પહેલા ફટાફટ પતાવો આ કામ નહીંત્તર થશે દંડ
ભલે ઓનલાઈન શોપિંગ હોય કે મોટી ખરીદી, કેશબેક પ્રોગ્રામની નાનામાં નાની માહિતી સમજવાથી તમને તમારા ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ ફાયદો મેળવવામાં અને તમારી કુલ બચત વધારવામાં મદદ મળે છે. હકીકત, જો તમે તમારા ક્રેડિટ કાર્ડ રિવર્ડનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું શરૂ કરો છો, તો તમે દરરોજ વધુ ફાયદો મેળવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us