Credit Card Tips In Gujarati : ક્રેડિટ કાર્ડ આકસ્મિક નાણાકીય સહાય પુરી કરવાનું એક માધ્યમ છે. આજના સમયમાં મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પાસે 2 – 3 ક્રેડિટ કાર્ડ હોય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ચીજવસ્તુ ખરીદવા અને ઘણી વખત રોકડ રકમ વિડ્રોલ કરવા માટે પણ થાય છે. બેંક દરેક ક્રેડિટ કાર્ડની લિમિટ કરે છે. જો કે ક્રેડિટ કાર્ડના તગડા ચાર્જથી ડરીને ઘણા લોકો તે બંધ કરાવી દે છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે, શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પર ખરાબ થાય છે?
એક્સપર્ટ્સનું કહેવું છે કે, તમારા ક્રેડિટ સ્કોર તમારી પેમેન્ટ હિસ્ટ્રી, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો, ક્રેડિટ હિસ્ટ્રીનો સમયગાળો, ક્રેડિટના પ્રકાર અને તે વાત પર નિર્ભર કરે છે કે તમે હાલમાં લોન મેળવવા માટે કેટલી ઇનક્વાયરી કરી છે. તેમા ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો સૌથી મહત્વપૂર્ણ છે.
ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે શું?
ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે તમે ક્રેડિટ કાર્ડની કેટલી લિમિટનો ઉપયોગ કર્યો છે. ક્રેડિટ કાર્ડ બંધ કરવાની અસર આ રેશિયો પર પડે છે. તેના પગલે ક્રેડિટ સ્કોર પર અસર થાય છે. જ્યારે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવો છો ત્યારે ઉપલબ્ધ ક્રેડિટ ઘટી જાય છે, જ્યારે તમારા દેવામાં કોઇ ફેરફાર થતો નથી.
અચાનક ક્રેડિટ રેશિયો ઘટી જાય છે
માની લો કે, તમારી પાસે 1 લાખ રૂપિયા લિમિટના બે ક્રેડિટ કાર્ડ છે. તમે 50,000 રૂપિયા સુધીની ક્રેડિટ વાપરી છે. તમારો રેશિયો 25 ટકા છે. જો તમે તેમાંથી એક કાર્ડ બંધ કરાવો છો તો તમારી ઉપલબ્ધ ક્રેડિટ લિમિટ ઘટીને 1 લાખ રૂપિયા થઇ જાય છે. તમારો રેસિયો 50 ટકા ઘટી જશે. વધારે રેશિયોને બેંકો કે એનબીએફસી વધારે રિસ્કી માને છે. તેનાથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે.
તમારી એકાઉન્ટ હિસ્ટ્રી 7 વર્ષ સુધી રહે છે
તમારા ક્રેડિટ સ્કોરમાં તમારા ક્રેડિટ એજ (Age)નો હિસ્સો લગભગ 15 ટકા હોય છે. કોઇ જુના ક્રેડિટ કાર્ડને બંધ કરવાથી તમારી ક્રેડિટ હિસ્ટ્રી લેંથ ઘટી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે એકાઉન્ટ તમારા શરૂઆતનું એકાઉન્ટ હોય. જો કે તમારું એકાઉન્ટ બંધ થઇ જાય તો પણ તમારી એકાઉન્ટ હિસ્ટ્રી 7 વર્ષ સુધી તમારા ક્રેડિટ રિપોર્ટમાં રહે છે.
ક્રેડિટ મિક્સ પર પણ અસર થાય છે
ક્રેડિટ કાર્ડ બંધ કરવાની અસર તમારા ક્રેડિટ મિક્સ પર પણ થાય છે. બેંક અને એનબીએફસી એવા ગ્રાહકમાં રસ ધરાવે છે, જેના ક્રેડિટ એકાઉન્ટમાં ઘણા પ્રકારના ક્રેડિટના સ્ત્રોત હોય છે. તેમા ક્રેડિટ કાર્ડ, લોન અને અન્ય સ્વરૂપે ધિરાણ સામેલ છે. ક્રેડિટ કાર્ડ બંધ કરવાથી તમારું ક્રેડિટ મિક્સ ઘટી જાય છે. આથી સમજ્યા વગર ઉતાવળમાં ક્રેડિટ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવો જોઇએ નહીં.