/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Add-a-heading-8.jpg)
1લી ઓક્ટોબરથી ક્રેડિટ કાર્ડ (Credit Card) કે ડેબિટ કાર્ડ (Debit Card) મારફતે પેમેન્ટ (online paymetns) કરવાના નિયમો બદલાયા છે. રિઝર્વ બેન્ક (RBI)ના આદેશ અનુસાર 1લી ઓક્ટોબરતી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર ટોકેનાઇઝેશન (card tokenization)ના નિયમો લાગુ થયા છે. આ બંને કાર્ડ થકી પેમેન્ટ (card payments) કરવા માટે હવે ટોકનની જરૂર પડશે.
આ નિયમનો ઉદ્દેશ્યુ શું?
ટેકનોલોજીનો (card tokenization rules) ઉપયોગ અને વધી રહેતા ઓનલાઇન પેમેન્ટ (online payments) વચ્ચે સાઇબર ફ્રોડ (cyber fraud)ની ઘટનાઓ વધી રહી છે. આ કાર્ડ ટોકેનાઇઝેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન ફ્રોડ (online fraud)ની ઘટનાઓને રોકવાનો છે. ઓનલાઇન પેમેન્ટ કે ઇ-શોપિંગ (e shopping) કરતી વખતી કાર્ડ ધારક વ્યક્તિની માહિતીને સુરક્ષિત રાખવા અને કોઇ પણ પ્રકારની છેતરપિંડી (fraud) ને રોકવા માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
ટોકેનાઇઝેશન એટલે શું?
નેટ બેન્કિંગ (net banking), ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ, મોબાઇલ ડિજિટલ વોલેટ (digital wallet), યુપીઆઇ (UPI) જેવી સુવિધાથી ઓનલાઇન પેમેન્ટ ઘણું સરળ બની ગયુ છે. જોકે ઓનલાઇન શોપિંગમાં જબરદસ્ત વૃદ્ધિને પગલે ડેટા સિક્યોરિટી (data security) એટલે કે માહિતીની ગોપનિયતાના નિયમોના ઉલ્લંઘન સંબંધિત ઘટનાઓ વધી ગઇ છે. રિઝર્વ બેન્કે આ સાયબર સિક્યોરિટીના જોખમ (cyber security for digital payments) નો સામનો કરવા માટે પાછલા કેટલાંક વર્ષોમાં ઘણા પગલાંઓ ભર્યા છે અને તેમાં ટોકેનાઇઝેશનનો સમાવેશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/credit-card-tokenization-rules-online-payments-rbi-guidelines-2.jpg)
ટોકેનાઇઝેશન એ એક પ્રક્રિયા છે જેમાં તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની વિગતોને એન્ક્રિપ્ટેડ કોડમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે ટોકન તરીકે ઓળખાશે. જ્યારે પણ ગ્રાહક પોઈન્ટ ઓફ સેલ મશીન (point of sale) પર, ઓનલાઈન અથવા કોઈ એપમાં ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે છે, ત્યારે તેમના કાર્ડની વિગતો એનક્રિપ્ટેડ ટોકન તરીકે સ્ટોરેજ કરવામાં આવશે. દરેક ટોકન એ કાર્ડ જારી કરનાર બેંક, વપરાશકર્તા અને ડિવાઇસનું યુનિક સંયોજન છે. વેપારીઓ અને પેમેન્ટ કંપનીઓ આ ટોકન્સ (credit card token) નો ઉપયોગ માત્ર ટ્રાન્ઝેક્શન માટે કરશે અને કોઈ પણ સંજોગોમાં તેમને ગ્રાહકની માહિતી સ્ટોરેજ એટલે કે પોતાના સર્વરમાં સંગ્રહ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જો તમારું ટોકન નહીં બને તો શું થશે?
RBIએ પેમેન્ટ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પેમેન્ટ કંપનીઓએ હવે કાર્ડને બદલે કોડ આપવો પડશે. આ ટોકન તરીકે કામ કરશે. આ ટોકન્સ યુનિક હશે. એક જ ટોકન મલ્ટિપલ કાર્ડ માટે કામ કરશે. જો તમે આ ટોકન જનરેટ ન કરો તો પણ તમે ચુકવણી કરી શકશો, પરંતુ તમારે દર વખતે પેમેન્ટ માટે કાર્ડની વિગતો નવેસરથી દાખલ કરવી પડશે.
તમારા કાર્ડને ટોકનાઇઝ કરવાની રીતઃ-
ક્રેડિટ/ડેબિટ કાર્ડને ટોકેનાઇઝેશન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ટોકન બનાવવા માટે, તમારે આ થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
- ઈ-કોમર્સ (ecommerce) વેબસાઈટ અથવા એપ્લિકેશન (mobile application) ઓપન કરો.
- શોપિંગ બાસ્કેટમાંથી ખરીદીનો સામાન પસંદ કર્યા બાદ પેમેન્ટ ઓપ્શન પર જાઓ.
- ચેક આઉટના સમયે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરો.
- તમને 'Secure Your Card RBI guidelines' અથવા 'Tokenize Your Card RBI guidelines' નો વિકલ્પ મળશે.
- તમારે 'Tokenize Your Card RBI guidelines' નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર OTP મોકલવામાં આવશે.
- OTP સબમિટ કર્યા પછી, તમને જનરેટ ટોકનનો વિકલ્પ મળશે.
- તેને સેલેક્ટ કરતા જ એક ટોકન જનરેટ થશે.
- હવે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતોને બદલે, આ ટોકન જ વેબસાઇટ અથવા એપ્લિકેશનના ડેટાબેઝમાં સ્ટોરેજ થશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us