Credit Card Tips : તહેવારોમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી વખતે 8 મુદ્દા ધ્યાનમાં રાખો, ખોટા ખર્ચ અને ઉંચા બિલ પેમેન્ટથી બચી જશો

Credit Card Tips For Festival Shoppings : ક્રેડિટ કાર્ડથી તહેવારોમાં ખરીદી કરતી વખતે બહુ સાવેચતી રાખવી, નહીંત્તર દેવાના ડુંગર નીચે દબાઈ જશો. ફેસ્ટિવલ સિઝનમાં ઘણી વખત આકર્ષક ઓફરથી લલચાઇ લોકો ક્રેડિટ કાર્ડથી બિનજરૂરી ખરીદી કરી લેતા હોય છે પરંતુ પાછળથી મોટી નાણાંકીય મુશ્કેલમાં મુકાય છે

Written by Ajay Saroya
October 02, 2023 15:49 IST
Credit Card Tips : તહેવારોમાં ક્રેડિટ કાર્ડથી ખરીદી વખતે 8 મુદ્દા ધ્યાનમાં રાખો, ખોટા ખર્ચ અને ઉંચા બિલ પેમેન્ટથી બચી જશો
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી ઉંચા બિલ પેમેન્ટથી બચી શકાય છે. (Photo : Canva)

(આદિલ શેટ્ટી) Credit Card Tips For Festival Shoppings : ક્રેડિટ કાર્ડનો મોટાભાગના લોકો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડ નાણાંકીય જરૂરિયાતો સંતોષવામાં મોટી ભૂમિકા ભજવે છે. ક્રેડિટ કાર્ડથી કોઇ મુશ્કેલી વગર નાણાંકીય ટ્રાન્ઝેક્શન કરવામાં અને મોંઘી ખરીદી કે ખર્ચને નાની નાની રકમમાં ઇએમઆઈ સ્વરૂપે પેમેન્ટ કરવાની સુવિધા મળે છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા હોય છે. ઘણી ફેસ્ટિવ સિઝનમાં ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ – કેશ બેક જેવી ઓફરથી કસ્ટમરને આકર્ષવાનો પ્રયાસ કરાય છે. જો કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો મોટી નાણાંકીય મુશ્કેલી ઉભી થઇ શકે છે.

તહેવારોમાં ખરીદી-વેચાણ વધશે (Festival Shopping)

તહેવારોની સિઝન એ ભારતમાં બહુ મહત્વપૂર્ણ હોય છે, જે દરમિયાન કપડા, ગેજેટ્સ, ઇલેક્ટ્રીક ઉપકરણો, વાહનો, ખાદ્ય ચીજવસ્તુઓ વગેરેનું ખરીદ-વેચાણ વધી જાય છે. હાલ ઘણા લોકો તહેવારોમાં ખરીદી માટે ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરતા હોય છે. ફેસ્ટિવ શોપિંગ દરમિયાન ક્રેડિટ કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી દેવાની ચૂંગલમાં ફસાયા વગર તહેવારનો આનંદ માણવામાં મદદ મળી શકે છે. ક્રેડિટ કાર્ડથી ફેસ્ટિવ શોપિંગ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખશો તો મોટા દેવાથી બચી જશો

ફેસ્ટિવલ શોપિંગ માટે બજેટ નક્કી કરો (Festival Shopping Budget)

મનપસંદ ચીજવસ્તુઓ ખરીદવી સૌને ગમે છે. તહેવારોની સિઝન દરમિયાન બજેટ નક્કી કરવાથી ખાતરી થશે કે તમે ઉધાર લીધેલા નાણાં સમયસર અને ડિફોલ્ટ થયા વગર પેમેન્ટ કરી શકશો. તહેવારોની ખરીદી શરૂ કરતા પહેલા ચોક્કસ બજેટ નક્કી કરો. ગારમેન્ટ્સ, ગીફ્ટ, વ્હીકલ, સાજ-સજાવટ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિત તમે જે ચીજવસ્તુઓ ખરીદવાની છે તેની એક યાદી બનાવો. દરેક ચીજવસ્તુ માટે ચોક્કસ રકમ ફાળવવાથી તમને ખર્ચને નિયંત્રણમાં રાખવામાં અને અતિરેક ખર્ચ ટાળવામાં મદદ મળશે. તમારા બજેટમાં તમારી માસિક આવક, હાલના દેવા અને અન્ય નાણાકીય જવાબદારીઓને ધ્યાનમાં રાખો.

યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરો (Best Credit Card Offers)

લોકપ્રિય રિટેલર્સ અથવા ઑનલાઇન માર્કેટપ્લેસ પર રિવર્ડ, કેશબેક અથવા ડિસ્કાઉન્ટ ઓફર કરતા ક્રેડિટ કાર્ડની પસંદગી કરો. કેટલાક ક્રેડિટ કાર્ડ ખાસ કરીને તહેવારોની સિઝન માટે જ રજૂ કરવામાં આવે છે અને ઊંચા કેશબેક રેટ અથવા ઝીરો – ઇન્ટરેસ્ટ ઇએમઆઈ ઓપ્શન જેવા આકર્ષક લાભો પ્રદાન કરે છે. ઉપરાંત તમારા કુલ ખર્ચને અંકુશમાં રાખવા માટે ક્રેડિટ કાર્ડની કોઈ વાર્ષિક ફી અથવા નીચા વ્યાજદર જેવા પરિબળોને ધ્યાનમાં રાખો.

તમારી ક્રેડિટ કાર્ડ લિમિટને તપાસો (Credit Cards Limit)

તમારા ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતા પહેલા તમારી ક્રેડિટ લિમિટ કેટલી છે તેના વિશે સૌથી પહેલા જાણકારી મેળવી લો. જો તમે તમારા ક્રેડિટ કાર્ડ લિમિટ કરતા વધારે ખર્ચ કરશો તો ભારે પેનલ્ટી થવાની સંભાવના રહે છે તેમજ તમારા ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થઇ શકે છે. જો જરૂરી હોય તો, તમારી ક્રેડિટ કાર્ડ કંપનીને અસ્થાયી લિમિટમાં વધારો કરવાની વિનંતી કરો, પરંતુ આ વિકલ્પનો વિવેકપૂર્વક ઉપયોગ કરો અને જો તમને વધારાની ક્રેડિટ જવાબદારીપૂર્વક મેનેજ કરવામાં વિશ્વાસ હોય તો જ.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની યોજના બનાવો (Credit Card Bill Payments)

તમે ખરીદી કરો તેની પહેલાં ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની યોજના બનાવો. સામાન્ય રીચે ઉંચી વ્યાજ – પેનલ્ટીથી બચવા માટે નિર્ધારિત તારીખ સુધીમાં ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવાનું નક્કી કરો. જો તેવું શક્ય ન હોય તો, ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની સ્ટ્રેટેજી બનાવો જેમાં વ્યાજનો બોજ ઘટાડવા માટે લઘુત્તમ રકમ કરતાં વધુ ચૂકવણીનો સમાવેશ થાય છે. સૌથી સારી વાત એ છે કે, તમારા બજેટ અને ફાઇનાન્સિયલ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને પેમેન્ટ પ્લાન નક્કી કરવો.

રિવર્ડ અને ઓફરોની સરખામણી કરો (Credit Cards Rewards and Offers)

તમારી ખરીદી કરતા પહેલા તમારા ક્રેડિટ કાર્ડના રિવર્ડ અને ઑફરની ચકાસણી કરો. ફેસ્ટિવ સિઝન દરમિયાન ઘણા કાર્ડ્સ ચોક્કસ ટ્રેડર્સને કેશબેક અથવા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તમારો ખર્ચ ઘટાડવા અને બચત વધારવા માટે આ પ્રમોશનનો લાભ લો. કેટલાક ક્રેડિટ કાર્ડ વધારાના વોરંટી કવરેજ, સિક્યોર શોપિંગ અથવા ટ્રાવેલ્સ બેનેફિટ પણ પ્રદાન કરે છે જે તમારી ખરીદી પર નિર્ભર કરે છે.

નાણાંકીય ખર્ચાઓની યાદી બનાવો (Festival Shopping List)

ફેસ્ટિવલ શોપિંગમાં ઘણી વખત ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના નાણાંકીય વ્યવહારો થતા હોય છે. તમારા ખર્ચને અંકુશમાં રાખવા માટે તમારા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનું નિયમિતપણે નિરીક્ષણ કરો. મોટાભાગના કાર્ડ ઇશ્યૂ કરનાર કંપનીઓ તમારા સ્ટેટમેન્ટની ઓનલાઈન એક્સેસ પ્રદાન કરે છે, જેનાથી તમારા ખર્ચને ટ્રૅક કરવાનું સરળ બને છે. આ સુવિધા ક્રેડિટ કાર્ડ યુઝર્સને ખોટા નાણાંકીય ખર્ચાઓને શોધવામાં મદદ કરશે અને તમારા ખર્ચાઓ બજેટની અંદર રહી તેની ખાતરી કરશે.

અતિરેકમાં આવી ખરીદી કરવાનું ટાળવું (Festival Shopping Tips)

ફેસ્ટિવલ સેલ્સ અને ડિસ્કાઉન્ટ આકર્ષક હોઈ શકે છે, જે તમને ખરીદીમાં લલચાવી શકે છે. ઈચ્છાઓ અને જરૂરિયાતો વચ્ચે તફાવત રાખવો નિર્ણાયક રહેશે. કોઇ પણ ચીજવસ્તુની ખરીદી તેની જરૂરિયાત અને મહત્વના આધારે નક્કી કરવી. તેની માટે ખરીદીની યાદી તૈયાર કરીને પ્રાથમિકતા નક્કી કરો, જે તમને બિનજરૂરી ખરીદી અને ખર્ચથી બચાવશે.

આ પણ વાંચો | એનસીડી શું છે, જેમાં વાર્ષિક 8થી 10 ટકા રિટર્ન મળે છે? તેમા રોકાણ વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી?

તહેવારોની સિઝનમાં સાવચેતીપૂર્વકનું આયોજન અને ખર્ચને ધ્યાનમાં રાખીને કરવાથી ફેસ્ટિવલ શોપિંગનો આનંદ વધી જાય છે. બજેટ સેટ કરવું, યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી અને તમારી ક્રેડિટ લિમિટને બરાબર ધ્યાનમાં રાખવી એ સૌથી જરૂરી બાબત છે. ઉપરાંત, ફેસ્ટિવ સિઝનમાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખીને રિવર્ડ અને ઑફરનો ફાયદો ઉઠાવવાથી તમે ચિંતામુક્ત થઇ તહેવારોની મજા માણી શકો છો.

(નોંધ : લેખક Bankbazaar.comના સીઇઓ છે અને આ તેમના વ્યક્તિગત મંતવ્યો છે)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ