/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Cibil-Score-Increase-Tips.jpg)
Credit Score Improvement Tips: ક્રેડિટ સ્કોર સુધારવાની ટીપ્સ. (Photo: Freepik)
CIBIL Credit Score Improvement Tips: ક્રેડિટ સ્કોર લોન માટે જરૂરી માપદંડ તરીકે જોવામાં આવે છે. ક્રેડિટ સ્કોર જેટલો ઉંચો હશે લોન મેળવવાની શક્યતા તેટલી વધી જાય છે. જો કે ઘણી વખત ક્રેડિટ સ્કોર ઘટી જાય છે. આવી સ્થિતિમાં બેંક કે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખતે ખરાબ ક્રેડિટ સ્કોરના લીધે વ્યક્તિની લોન નામંજૂર થાય છે અથવા તો નાછૂટકે ઉંચા વ્યાજે લોન લેવી પડે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઘટી ગયો છે તો ચિંતા ન કરો, અહીં અમે તમને 5 ટીપ્સ આપી જણાવી રહ્યા છીએ તેના વડે તમે તમારો ક્રેડિટ સ્કોર વધારી શકો છો.
ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરવામાં સાવધાની રાખો
ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સાવધાની ન રાખાવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. ઘણા લોકો ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ભરતા નથી. તેઓ નજીવું બિલ પમેન્ટ કરી ક્રેડિટ કાર્ડ બિલ એમાઉન્ટ લંબાવી દે છે. તેની ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો પર ખરાબ અસર થાય છે. તમારા ક્રેડિટ સ્કોરમાં આ રેશિયોનો 30 ટકા હિસ્સો હોય છે. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સમયસર કરવાથી ક્રેડિટ સ્કોર પર સારી અસર થાય છે. આથી ક્રેડિટ સ્કોર ઉંચો રાખવા માટે ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ સમયસર કરવાનું રાખો.
બેંક સાથે સીધી વાતચીત કરો
જો કોઇ લોન ઇએમઆઈ પેમેન્ટ ચૂકવવામાં તમને મુશ્કેલી પડી રહી છે તો તેના વિશે બેંક સાથે વાતચીત કરો. તમે બેંક બ્રાન્ચ જઇ બેંક અધિકારીને તમારી મુશ્કેલી જણાવો. તમારી સમસ્યા જાણ્યા બાદ બેંક અધિકારી તમારા બેંક એકાઉન્ટમાંથી નેગેટિવ એન્ટ્રી હટાવી દશે. બેંક આવા ગ્રાહકોની મદદ કરે છે, જેની ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય છે. ક્રેડિટ રિપેરની આ રીત વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
વૈકલ્પિક ડેટાનો ઉપયોગ કરો
તમે બેંક કે ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન મારફતે એપ્લાય કરી નવા ક્રેડિટ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકો છો. તે ઓનલાઇન કે ઓફલાઇન કરી શકાય છે. CIBIL જેવા ક્રેડિટ બ્યૂરો તમારી ક્રેડિટ એક્ટિવિટી મોનિટર કરે છે. તે યુટિલિટી બિલ અને બેંક એક્ટિવિટી જેવા અન્ય ડેટાનો ઉપયોગ કરી તમારી કેડિટ પ્રોફાઈલ સુધારી શકે છે. આ રીત એવા લોકો માટે ફાયદાકારક છે, જેની ક્રેડિટ હિસ્ટ્રી લાંબી નથી.
આ પણ વાંચો | સોનું કે સેન્સેક્સ શેમાં રોકાણ કરવાથી આગામી દિવાળી સુધી થશે જંગી કમાણી? જાણો
સેટલમેન્ટના બદલે લોન રિસ્ટ્રક્ચરિંગ ફાયદાકારક
જો તમાર લોનની મોટ રકમ હજી ચૂકવવાની બાદી છે તો સેટલમેન્ટના બદલે રિસ્ટ્રક્ચરિંગ ફાયદારૂપ રહેશે. ડેટ રિસ્ટ્રક્ચરિંગમાં તમારી લોન સમાપ્ત થઇ જાય છે પરંતુ તેની ક્રેડિટ સ્ક્રોર પર ખરાબ અસર થાય છે. રિસ્ટ્રક્ચરિંગમાં લોન ચૂકવણી માટે વધુ સમય મળે છે. તેનાથી ક્રેડિટ સ્કોર ખરાબ થતો નથી. ક્રેડિટ બ્યૂરો એસોસિએશન ઓફ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ ડેટ રિસ્ટ્રક્ચરિંગ થી રિપેમેન્ટ રેટ સેલટમેન્ટની તુલનામાં 35 ટકા સુધી વધી જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us