scorecardresearch

Credit Score and Loan : ક્રેડિટ સ્કોર શું હોય છે? કેટલો સ્કોર સારો ગણાય? સરળ અને સસ્તી લોન મેળવવામાં કેવી રીતે મદદ કરે છે, જાણો

Credit Score and Loan : હાલ બેન્કો (Banks) અને ફાઇનાન્સ કંપનીઓ (finance company) કોઇ પણ વ્યક્તિને લોન આપતા પહેલા તેનો ક્રેડિટ સ્કોર (Credit Score) ચકાશે છે. લોનની અરજી (loan application) મંજૂર કરવી કે નહી અને વ્યાજદર (Loan Interest rate) કેટલો રહેશે તેની બધો આધાર ક્રેડિટ સ્કોર ઉપર રહેલો છે. ક્રેડિટ સ્કોર શું હોય છે (What is Credit Score) અને કેટલો સ્કોર સારો (Good Credit Score for loan) ગણાય છે? તેમજ સરળ અને સસ્તી લોન (Cheap loan) મેળવવામાં તે કેવી રીતે મદદરૂપ બને છે, જાણો

Credit Score
લોન મેળવવા માટે હાલ ક્રેડિટ સ્કોર બહુ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ મનાય છે.

Credit Score and Loan : હાલ બેન્કો (Banks) અને ફાઇનાન્સ કંપનીઓ (finance company) કોઇ પણ વ્યક્તિને લોન આપતા પહેલા તેનો ક્રેડિટ સ્કોર (Credit Score) ચકાશે છે. લોનની અરજી (loan application) મંજૂર કરવી કે નહી અને વ્યાજદર (Loan Interest rate) કેટલો રહેશે તેની બધો આધાર ક્રેડિટ સ્કોર ઉપર રહેલો છે. ક્રેડિટ સ્કોર શું હોય છે (What is Credit Score) અને કેટલો સ્કોર સારો (Good Credit Score for loan) ગણાય છે? તેમજ સરળ અને સસ્તી લોન (Cheap loan) મેળવવામાં તે કેવી રીતે મદદરૂપ બને છે, જાણો

રિઝર્વ બેન્કે સતત છઠ્ઠી વખત રેપોરેટ વધારતા લોનધોરકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેપોરેટ વધતા બેન્કો હોમ લોન, ઓટ લોન સહિતની વિવિધ લોનના વ્યાજદરમાં ફરી જંગી વધારો કરશે જેનો સીધો બોજ લોનધારકો પર પડશે. ઉંયા વ્યાજદરો વચ્ચે કેટલી બાબતો તમને નીચા વ્યાજે લોન મેળવવામાં મદદરૂપ બની શકે છે તેમાં એક છે – ક્રેકિડ સ્કોર, જેને સિલિબ સ્કોર તરીકે પણ ઓળખવામાં આવે છે. બેન્ક હોય કે કોઇ ફાઇનાન્સિલ કંપનીઓ કોણ પણ વ્યક્તિને લોન આપતા પહેલા તેનો સિબિલ સ્કોર ચકાસે છે. સિબિલ સ્કોર એ લોનની માંગણી કરનાર વ્યક્તિની લોન ચૂકવણીની ક્ષમતા અને જોખમોનું આંકલન કરવામાં આવે છે. આ સ્કોર લોનના વ્યાજદર નક્કી કરવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે. જાણો શું છે ક્રેડિટ સ્કોર અને કેટલા સ્કોરને સારો માનવામાં આવે છે.

ક્રેડિટ સ્કોર એટલે શું?

ક્રેડિટ સ્કોર એ ત્રણ અંકનો નંબર હોય છે, જેમાં એક વ્યક્તિની સંપૂર્ણ ફાઇનાન્સિયલ ક્રેડિટની હિસ્ટ્રી જાણવા મળે છે. સામાન્ય રીતે ક્રેડિટ સ્કોરનો આંકડો 300 થી 900ની વચ્ચે હોય છે. વ્યક્તિની ક્રેડિટ સ્કોર વેલ્યૂ તેના ભૂતકારના તમામ નાણાંકીય વ્યવહારોના આધારે નક્કી કરવામાં આવે છે. તેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી તમામ પ્રકારની સુરક્ષિત અને અસુરક્ષિત લોનનો સમાવેશ થાય છે.

ક્રેડિટ સ્કોર અને લોન વચ્ચે શું સંબંધ છે?

ક્રેડિટ સ્કોર અને લોન વચ્ચે મોટો સંબંધ છે. ક્રેડિટ સ્કોર એ લોનની માંગણી કરનાર વ્યક્તિની લોન ચૂકવણીની ક્ષમતા અને જોખમોનું આંકલન કરવાનું માપદંડ છે. ક્રેડિટ સ્કોર લોનના વ્યાજદર નક્કી કરવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.

વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300થી 900ની વચ્ચે હોય છે. વ્યક્તિનો ક્રેડિટ સ્કોર જેટલો ઉંચો હશે લોન ચૂકવણીની તેની ક્ષમતા એટલી વધારે અને લોનના પેમેન્ટમાં ડિફોલ્ટનું જોખમ ઓછું માનવામાં આવે છે. તો નીચા ક્રેડિટ સ્કોરનો મતલબ અહીંયા લોન ચૂકવણીની ક્ષમતા ઓછી અને ડિફોલ્ટ થવાનું જોખમ વધારે છે એવું માનવામાં આવે છે.

ઉંચા ક્રેડિટ સ્કોરથી શું ફાયદો થાય છે?

ઉંચો ક્રેડિટ સ્કોર એ લોનના રિપેમેન્ટમાં ડિફોલ્ટ ઓછા જોખમના સંકેત આપે છે. આવી સ્થિતિમાં બેન્કો કે ફાઇનાન્સિયલ કંપનીઓ વ્યક્તિને નીચા વ્યાજદરે લોન આપી શકે છે. તો નીચા ક્રેડિટ સ્કોનાર કિસ્સામાં વ્યક્તિની લોનની અરજી મંજૂર થવાની સંભાવના ઓછી રહે છે અથવા તો ઊંચા વ્યાજદરે લોન આપવામાં આવે છે. આથી જો તમે નીચા વ્યાજદરે લોન મેળવવા ઇચ્છતા હોવ તો તમારા ક્રેડિટ સ્કોરને ઉંચો રાખવો અને તેની માટે ભૂતકાળમાં લીધેલી લોનની સમયસર ચૂકવણી કરવી જોએ.

કેટલો ક્રેડિટ સ્કોર સારો ગણાય છે?

ઘણીવાર ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને લોન મંજૂર કરાવવામાં મદદની જરૂર હોય છે. જો ક્રેડિટ સ્કોર 650 અને તેનાથી વધુ છે તો તે લોન લેવામાં મદદરૂપ થઈ શકે છે. બીજી તરફ, જો તમારો સ્કોર 750 થી ઉપર છે, તો તમને ઝડપથી લોન મળી જશે. આ મૂલ્ય પર સસ્તા દરે લોન મળવાની શક્યતાઓ વધુ છે. ધિરાણ આપતી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ એવા ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે જેમની પાસે ઉચ્ચ ક્રેડિટ સ્કોર હોય છે. તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે – સારો ક્રેડિટ સ્કોર બેંકો અથવા અન્ય ધિરાણ સંસ્થાઓને ખાતરી આપે છે કે તેમના દ્વારા આપવામાં આવેલી લોન પર ડિફોલ્ટ થવાની સંભાવના ઘણી ઓછી છે.

ક્રેડિટ સ્કોર લોન મેળવવામાં કેવી રીતે મદદ કરે છે?

જ્યારે તમે બેંકમાં હોમ લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક ક્રેડિટ એજન્સીઓ પાસેથી તમારો ક્રેડિટ સ્કોર મેળવશે. ત્યારબાદ બેંકો તમારી માસિક આવક, રોજગાર, આવકનો સ્ત્રોત જેવી તમામ જરૂરી વિગતો સાથે ભતૂકાળમાં લીધેલી લોનની ચુકવણીનો રેકોર્ડ તપાસે છે. બેંકો એવા લોનધારકોને પ્રાથમિકતા આપે છે જેમનો ક્રેડિટ રેકોર્ડ સારો હોય. આ નિયમથી બેન્કોને તેમની લોન ડુબી જવાનો ડર ઓછો થઇ જાય છે.

Web Title: Credit score loan interest rate personal finance tips

Best of Express