ક્રેડિટ પ્રોડક્ટ્સ જેમ કે લોન અથવા ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતે મોટાભાગના લોકોના જીવનનો એક ભાગ હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રોડક્ટ્સને કારણે, નાણાંકીય સમસ્યાઓ અમુક હદ સુધી ઓછી થઇ જાય છે અને તે ફાઇનાન્સિયલ ટાર્ગેટને પુરા કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી લોન અને ક્રેડિટ કાર્ડની ઍક્સેસ તમારા ક્રેડિટ સ્કોર દ્વારા નક્કી થાય છે? હેલ્થી ક્રેડિટ સ્કોર જાળવી રાખવો મુશ્કેલ નથી, પરંતુ તેના માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. તમે કઇ ભૂલો તમારા ક્રેડિટ સ્કોરને નબળો બનાવે છે જાણો
લોનના EMI સમયસર ન ચૂકવવા
ક્રેડિટ કાર્ડની બાકી રકમની જેમ, લોનનો હપ્તો ચૂકવવામાં ડિફોલ્ટ થવું પણ તમારા ક્રેડિટ સ્કોરને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. લોન EMIમાં ડિફોલ્ટ્સ થવું તમારા ક્રેડિટ રિપોર્ટ પર રેકોર્ડ કરવામાં આવે છે અને વારંવાર ડિફોલ્ટ્સ તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે, જે તમારા માટે ભવિષ્યમાં લોન મેળવવી મુશ્કેલ બનાવે છે. તમારા ક્રેડિટ સ્કોરને મજબૂત રાખવા માટે સમયસર તમારા લોનના હપ્તાની ચૂકવણી કરો.
તમારા ક્રેડિટ કાર્ડને વારંવાર Maxing કરવું
તમારી ઉપલબ્ધ માસિક ક્રેડિટ કાર્ડ મર્યાદાનો વારંવાર ઉપયોગ તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે. તમારા ક્રેડિટ કાર્ડને મહત્તમ કરવાથી તમારો CQR 30 ટકાની લિમિટ કરતાં ઘણો વધારે છે જે તમારો સ્કોર નીચે લાવશે. આનાથી બચવા માટે, ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર તમને લિમિટ વધારવા માટે કહી શકે છે. જો તમે પાત્ર છો, તો તમે બીજું ક્રેડિટ કાર્ડ પણ મેળવી શકો છો અને તમારા CURને 30% થી નીચે રાખવા માટે તમારા ખર્ચને બે કાર્ડ વચ્ચે વિભાજિત કરી શકો છો.
ક્રેડિટ કાર્ડ બંધ કરવું
ક્રેડિટ કાર્ડ બંધ કરવું એ એક ગંભીર ભૂલ છે જે ઘણા લોકો અજાણતામાં કરે છે. જ્યારે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરો છો, ત્યારે માત્ર તમારી કુલ ક્રેડિટ લિમિટ જ ઓછી થતી નથી, પરંતુ તમારો CUR પણ વધે છે. આ તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત, જો જૂના ક્રેડિટ કાર્ડનો ટ્રેક રેકોર્ડ સારો હોય, તો જ્યારે તમે તમારું જૂનું કાર્ડ બંધ કરશો ત્યારે તમે તે ટ્રેક રેકોર્ડનો લાભ ગુમાવશો.
બહુવિધ પ્રકારની અસુરક્ષિત લોન
તમારા નામે ઘણી બધી અસુરક્ષિત લોન રાખવાથી તમારા ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર પણ ખરાબ અસર પડી શકે છે. એક કરતાં વધુ લોન ચૂકવવાથી માત્ર તમારા પર નાણાકીય બોજ નથી પડતો પરંતુ તે તમારો ક્રેડિટ સ્કોર પણ ઘટાડી શકે છે.
ક્રેડિટ રિપોર્ટમાં ભૂલોને નજરઅંદાજ કરવી
ક્રેડિટ રિપોર્ટમાં તમારા ક્રેડિટ ઇતિહાસનો સમાવેશ થાય છે. આમાં તમારી વિગતો (નામ, સરનામું, સંપર્ક માહિતી), અને તમારા નામે લેવાયેલી લોનની વિગતોનો સમાવેશ થાય છે, જેમાં લોનની રકમ, લોન ચૂકવવાની છેલ્લી તારીખ, બાકી લોનની રકમ વગેરેનો સમાવેશ થઈ શકે છે. જો તમારા ક્રેડિટ સ્કોરમાં લોનની ચુકવણી યોગ્ય રીતે નોંધવામાં આવી નથી, તો તમારા ક્રેડિટ સ્કોરને અસર થઈ શકે છે. ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેનું ધ્યાન ન રાખવામાં આવે તો તમારા સ્કોર પર નકારાત્મક અસર થઇ શકે છે. તમારા ક્રેડિટ સ્કોરની નિયમિતપણે તપાસ કરતા રહો, જેથી કરીને તમને ભૂલો શોધવા અને તેને સુધારવાની તક મળશે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





