Crude Oil: ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થશે! ક્રૂડ ઓઇલમાં ભડકો, 1 બેરલનો ભાવ 115 ડોલર પાર

Crude Oil Price Jumps Impact On India: ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 90 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ઘટવાથી ભારત સામે મોટી મુશ્કેલી સર્જા છે.

Crude Oil Price Jumps Impact On India: ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 90 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ઘટવાથી ભારત સામે મોટી મુશ્કેલી સર્જા છે.

author-image
Ajay Saroya
New Update
petrol diesel price | Crude oil price | petrol Price | Diesel Price

Petrol Diesel Price : ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત વધવાના એંધાણ છે. Photograph: (Freepik)

Crude Oil Price Jumps Impact On India: ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે અને 1 બેરલનો ભાવ 115 ડોલરને વટાવી ગયો છે, જે સાડા વર્ષ વર્ષની સૌથી ઉંચી સપાટી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધના પગલે ખાડી દેશોમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટ્યું છે, જેના પરિણામ ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલની સપાટીને કુદાવી ગયો છે. ક્રૂડ ઓઇલમાં ભડકાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ચિંતા સતાવી રહી છે.

Advertisment

ક્રૂડ ઓઇલ 22 ડોલર ઉછળી 115 ડોલર પાર, WTI વાયદામાં ઐતિહાસિક ઉછાળો

આજે બ્રેન્ટ ક્રૂડ વાયદો 22 ટકા વધી 115 ડોલર બેરલની સપાટીને કુદાવી ગયો છે. જે સાડા વર્ષ વર્ષની સૌથી ઉંચી સપાટી છે. તો યુએસ ક્રૂડ ફ્યૂચરનો ભાવ 27 ટકા ઉછળી 115.2 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. યુએસ ક્રૂડ ફ્યૂચર પાછલા સપ્તાહમાં 35 ટકા ઉછળ્યો છે, જે વર્ષ 1983માં આ ક્રૂડ વાયદામાં ટ્રેડિંગ શરૂ થયા પછીનો સૌથી મોટો ઉછાળો છે. તો પાછલા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ વાયદો 28 ટકા ઉછળ્યો છે, જે એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો ઉછાળો છે.

કુવૈત ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડશે

મીડિયા રિપોર્ટ મુજબ કુવૈતે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટવાનો નિર્ણય લીધો છે. 7 માર્ચના રોજ એક નિવેદનમાં સરકારી માલિકીની ઓઇલ કંપની કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશન (KPC) એ કહ્યું કે, ક્રૂડ ઓઇલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય આ વિસ્તારમાં સુરક્ષાના ખતરાને ધ્યાનમાં રાખી જોખમ વ્યવસ્થાપન અને વેપાર રણનીતિનો હિસ્સો છે. અલબત્ત ક્રૂડ ઓઇલન કેટલું ઘટાડશે તેની જાણકારી આપી નથી. 

ઓઇલ કંપનીએ કુવૈત પર ઇરાનના હુમલાની સાથે સાથે રણનીતિક હોર્મુઝ સ્ટ્રેટ માં વિક્ષેપના પગલે આ ઓઇલ રૂટ માંથી પસાર થતા જહાજો પર ખતરાનો હવાલો આપી ઓઇલ ઉત્પાદનમાં કાપ મૂકવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, કુવૈત દુનિયાનો અગ્રણી ક્રૂડ ઉત્પાદક દેશ છે, જેણે ફેબ્રુઆરીમાં દરરોજ લગભગ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું. 

Advertisment

ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના એંધાણ!

ક્રૂડ ઓઇલ 115 ડોલર પાર પહોંચતા ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત વધવાના એંધાણ છે. ભારત ક્રૂડઓઇલની 90 ટકા જરૂરિયાત આયાત દ્વારા સંતોષે છે. ક્રૂડ ઓઇલની સપ્લાયમાં ઘટાડા સાથે સાથે ભાવ વધ્યા છે, જેની સીધી અસરે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. આજે 9 માર્ચના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત સરેરાશ 94.48 રૂપિયા પ્રતિ લિટર છે. તો ડીઝલનો ભાવ 90.15 રૂપિયા પ્રતિ લિટર છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત માટે પેટ્રોલ ડીઝલના હાલના ભાવ સ્થિર રાખવા મુશ્કેલ બની શકે છે.

ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલમા 90 ટકાનો ઉછાળો

ઈઝરાયલ ઈરાન યુદ્ધની શરૂઆતમાં ક્રૂડ ઓઇલના ભાવ 65 ડોલર આસપાસ હતા, જે આજે વધીને 115 ડોલર પ્રતિ બેરલની સપાટી કુદાવી ગયા છે. આમ છેલ્લા 10 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 90 ટકાનો ઉછાળો આવ્યો છે. 

રાંધણગેસ સિલિન્ડરના નિયમ બદલાયા, જાણો કેટલા દિવસ બાદ બીજું સિલિન્ડર બુક થશે?

ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ગેસ સપ્લાયમાં વિક્ષેપ બાદ ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડર બુકિંગના નિયમ બદલ્યા છે, જેમાં બે LPG ગેસ સિલિન્ડરના બુકિંગ ડિલિવરી વચ્ચેનો સમયગાળો નક્કી કર્યો છે. નવા નિયમ ગત શુક્રવારથી લાગુ થઇ ગયા છે. ચાલો જાણીયે બીજા એલપીજી ગેસ સિલિન્ડરનું બુકિંગ કેટલા દિવસ પછી થઇ શકશે? વધુ વાંચવા અહીં ક્લિક કરો.

india પેટ્રોલ કોમોડિટી ઈરાન ઈઝરાયલ યુદ્ધ બિઝનેસ