/indian-express-gujarati/media/media_files/2026/03/02/crude-oil-price-2026-03-02-10-29-01.jpg)
Crude Oil : ક્રૂડ ઓઇલ, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Israel Iran War Impact On India : ઈઝરાયલ ઇરાન યુદ્ધની આગથી ક્રૂડ ઓઇલમાં ભડકો થયો છે. આ યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોરમુઝ માર્ગે ઓઇલ ટેન્કરોની અવરજવર બંધ થઇ ગઇ છે, જેના કારણ ક્રૂડ ઓઇલની સપ્લાયમાં મોટો અવરોઝ સર્જાયો છે. આજે ક્રૂડ ઓઇલના ભાવમાં 4 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો અને 1 બેરલનો ભાવ 80 ડોલરની સપાટી ક્રોસ કરી ગયા છે. ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ઘરઆંગણે પેટ્રોલ ડીઝલ, સીએનજી ગેસની કિંમત વધી શકે છે. ભારત પોતાની ક્રૂડ ઓઇલની 90 ટકા જરૂરિયાત આયાત દ્વારા સંતોષ છે.
ક્રૂડ ઓઇલમાં ભડકો, ભાવ 80 ડોલર પાર
ઈઝરાયલ અને અમેરિકાના ઇરાન પર હુમલાથી મધ્ય પૂર્વ એશિયામાં તંગદિલી વધી ગઇ છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 13 ટકા ઉછળી 82.37 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો, જે જાન્યુઆરી 2025 પછીની સૌથી ઉંચી સપાટી છે. હાલ તે 9 ટકાની તેજીમાં 80 ડોલર આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો WPI ક્રૂડ ઓઇલ વાયદો 10 ટકાથી વધુ ઉછળી 75.33 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યો હતો. હાલ આ ક્રૂડ ઓઇલ વાયદો 8 ટકા વધીને 72.38 ડોલર પ્રતિ બેરલ આસપાસ બોલાઇ રહ્યો છે.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધશે!
ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં પણ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધવાની શક્યતા છે. ભારત ક્રૂડ ઓઇલ મામલે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલની સપ્લાયમાં અવરોધ સર્જાયો છે, જેના કારણે ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 91 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાંચો | દુબઈમાં ફસાયેલી પીવી સિંધુનો નવો વીડિયો સામે આવ્યો, કહ્યું- મેં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો, અહીંની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક
હોરમુઝ સ્ટ્રેટ સમુદ્રધુની માંથી ઓઇલની શિપમેન્ટ બંધ
ઇરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોરમુઝ સમુદ્રધુની માંથી જહાજોની અવરજવર પર ચેતવણી આપ્યા બાદ ટેન્કર માલિકોએ જહાજો દરિયામાં અટકાવી દીધા છે. આ સમુદ્રધુની લગભગ 104 માઈલ (167 કિમી) લાંબી છે, જ્યાંથી 20 ટકા ક્રૂડ ઓઇલની શિપમેન્ટ થયા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us