December Discounts Offers On Electric Vehicles : ડિસેમ્બર ડિસ્કાઉન્ટ: વર્ષ 2023નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ઇકો-ફ્રેન્ડલી ઓલ-ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનો આ બેસ્ટ સમય સાબિત થઇ શકે છે. કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા મહિનામાં વાહન ઉત્પાદક કંપનીઓ વર્ષના અંતે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ બંડલમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ડીલ્સ, ડીલર ઓફર્સ અને લોયલ્ટી બોનસનો સમાવેશ થાય છે. ડિસેમ્બર મહિનો ઇલેક્ટ્રિક વ્હીકલ પર નાણાં બચાવવા માટે વધુ સારી તક છે. આ મહિને EVsનું વેચાણ ભારે ડિસ્કાઉન્ટ સાથે થઈ રહ્યું છે. ચાલો જાણો કઇ ઈ-કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
મહિન્દ્રા XUV400 પર 4.2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ (Mahindra XUV400 Discount Offers)
મહિન્દ્રા XUV400ને ટૂંક સમયમાં અમુક નવા અપડેટ સાથે રજૂ કરવામાં આવી શકે છે. ડિસેમ્બર 2023માં, આ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUVના EL વર્ઝન પર 4.2 લાખ રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઈ-કારના આ વેરિઅન્ટમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) ફીચર આપવામાં આવ્યા નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો XUV400 ESC વર્ઝન પર 3.2 લાખ રૂપિયા સુધીનું આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મહિન્દ્રા આ ઈ-કારના EC વેરિઅન્ટ પર રૂ. 1.7 લાખ સુધીની ડીલ પણ ઓફર કરી રહી છે.
હ્યુન્ડાઇ Kona EV પર 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ (Hyundai Kona EV Discount Offers)
ભારતમાં શૂન્ય ઉત્સર્જન વાહનોને પ્રોત્સાહન આપવા માટે, Hyundai Kona EV પર રૂ. 3 લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. હાલમાં, દિલ્હીમાં Kona EVની કિંમત રૂ. 23.84 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. EVમાં 39.2 kWhની બેટરી છે જે 134 bhpનો પાવર અને 395Nmનો ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈના જણાવ્યા અનુસાર, કોના સ્ટાન્ડર્ડ એસી ચાર્જર સાથે માત્ર 6 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને 50 kW DC ચાર્જર સાથે, તે 57 મિનિટમાં 0 થી 80 ટકા સુધી જાય છે.
MG ZS EV પર એક લાખથી વધુનું ડિસ્કાઉન્ટ (MG ZS EV Discount Offers)
MGએ થોડા મહિના પહેલા તેની ZS EVની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. વેરિઅન્ટના આધારે, કિંમતમાં ઘટાડો રૂ. 30,000 થી રૂ. 50,000 સુધીનો હતો. હવે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ ઉત્પાદકે રૂ. 1 લાખથી વધુની ડીલ ઓફર કરી સોદાને વધુ આકર્ષક બનાવવાનો નિર્ણય કર્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, ZS EVને રૂ. 50,000 સુધીનું એક્સચેન્જ બોનસ, રૂ. 50,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ અને વધારાની લોયલ્ટી અને કોર્પોરેટ ડીલ્સ મળી રહી છે. MG ZS EVની કિંમત 23.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો | મુકેશ અંબાણી નહીં, આ વ્યક્તિ છે દુનિયાની સૌથી મોંઘી કારના માલિક; અદાણી અને રતન ટાટાને પણ પાછળ છોડ્યા
MG કોમેટ પર 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ (MG Comet Discount Offers)
ઓટો કંપની MG એ આ વર્ષે મે મહિનામાં કોમેટ લોન્ચ કરી હતી. જે ભારતીય બજારમાં સૌથી વધુ સસ્તું ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પૈકીનું એક છે. 7.98 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ કરીને, કોમેટ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – પેસ, પ્લે અને પ્લશ. MGએ ડિસેમ્બર 2023માં કોમેટ પર રૂ. 65,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરીને 2023નો સ્ટોક ક્લિયર કરવાનો નિર્ણય લીધો છે. લોયલ્ટી અને એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ અને રોકડ ઓફર સહિત અનેક ડીલ્સ ઓફર કરવામાં આવી રહી છે.





