/indian-express-gujarati/media/media_files/2026/01/21/deepinder-goyal-2026-01-21-18-01-22.jpg)
Deepinder Goyal : દીપિન્દર ગોયલ ઝોમેટો કંપનીના સ્થાપક છે. Photograph: (Deepinder Goyal Instagram)
Deepinder Goyal Resigns As Zomato CEO : ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. શેરહોલ્ડરોની મંજૂરી મળ્યા બાદ દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું છે. આ સાથે અલ્બિંદર ઢીંડસાની તત્કાળ અસરથી ઇનરનલના નવા ગ્રુપ સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઈટરનલ કંપનીએ સ્ટોક એક્સચેન્જને કરવામાં આવેલી ફાઇલિંગમાં ત્રિમાસિક પરિણામો અને ગ્રુપ સીઇઓના પદ પરથી દીપિન્દર ગોયલના રાજીનામા વિશે જાણકારી માહિતી આપી હતી.
ગોયલે શેરહોલ્ડરોને પત્ર લખીને આ વાત કહી છે
એક પત્રમાં દીપિન્દર ગોયલે કહ્યું કે, તાજેતરમાં જ હું કેટલાક નવા વિચારો તરફ આકર્ષિત થયો છું, જેમાં હાઇ રિસ્ક રિસર્ચ અને પ્રયોગનો સમાવેશ થાય છે. આ એવા વિચારો છે કે ઇટરનલ જેવી જાહેર કંપનીની બહાર પ્રયાસ કરવો વધુ સારું રહેશે.
અલ્બિંદર ઢીંડસા ઓપરેશન સંબંધિત નિર્ણયો લેશે
દીપિન્દર ગોયલે કહ્યું કે, હવે કંપનીના કામકાજ સંબંધિત નિર્ણયો અલ્બિંદર ઢીંડસા દ્વારા લેવામાં આવશે. તેમણે કહ્યું કે ગ્રુપ સીઈઓ તરીકે, તેઓ રોજિંદા કામગીરી, ઓપરેશનલ પ્રાથમિકતાઓ અને વ્યવસાયિક નિર્ણયો માટે જવાબદાર રહેશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમણે બ્લિંકિટના સંપાદનથી બ્રેકઇવન સુધીની સફર સંભાળી હતી અને તે ગ્રુપ સીઇઓ તરીકે "ઇટરનલનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ સક્ષમ" છે. આ ફેરફાર હેઠળ, ગોયલના તમામ અનઇન્વેસ્ટ્ડ સ્ટોક ઓપ્શન એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન (ઇએસઓપી) પૂલમાં પાછા જશે.
An important update on leadership changes at Eternal. pic.twitter.com/CALn2QQFWE
— Deepinder Goyal (@deepigoyal) January 21, 2026
ઇટરનલ Q3 પરિણામો FY26
ઇટરનલ કંપનીએ બુધવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 72.8 ટકા વધીને 102 કરોડ રૂપિયા થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 59 કરોડ રૂપિયા હતો. કંપનીની ઓપરેશનલ કોન્સોલિડેટેડ આવક રૂ.16,315 કરોડ રહી છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.5,657 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 188.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ઇટરનલ શેર ભાવ
બીએસઈ પર બુધવારે ઇટરનલનો શેર 4.98 ટકા વધીને 283.40 રૂપિયા બંધ થયો હતો. કંપનીનો શેર પાછલા બંધ 269.95 રૂપિયાની સામે આજે 268.60 રૂપિયા ખુલ્યો હતો. આ ઇન્ટ્રા ડે શેર નીચામાં 268 રૂપિયા અને ઉંચામાં 287 રૂપિયા બોલાયો હતો. કંપનીની માર્કેટકેપ 2,73,490 કરોડ રૂપિયા હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us