Gold Investment Tips On Dhanteras 2025 : દિવાળીનો તહેવાર ધનતેરસ થી શરૂ થાય છે. ધનતેરસ પર ભક્તો દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. લોકો ઘણીવાર આ દિવસે તેમના ઘરોમાં શુભ સમૃદ્ધ લાવવા માટે સોનાના દાગીના કે સોનાના સિક્કા ખરીદે છે. આ સમય દરમિયાન ઉજવવામાં આવતા ઘણા તહેવારોમાં સોનું ખરીદવું એ સૌથી મહત્વપૂર્ણ પરંપરાઓમાંની એક છે. અહીં અમે તમને સોનું ખરીદવાની કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ.
ધનતેરસ પર સોનું ખરીદવાની 5 રીત
સોનાના દાગીના કે સિક્કા લગડી : Gold Jewellery
ધનતેરસ પર તમે સોનાના સિક્કા અને ઘરેણાં ખરીદી શકો છો. પીળી ધાતુ ખરીદતી વખતે બીઆઈએસ હોલમાર્ક જોવાનું ભુલશો નહીં. બીઆઈએસ હોલમાર્ક સોનાની શુદ્ધતા દર્શાવે છે.
ડિજિટલ ગોલ્ડ : Digital Gold
ડિજિટલ ગોલ્ડ એ સોનાની નાની માત્રામાં રોકાણ કરવાની એક સરળ અને અનુકૂળ રીત છે. જ્યાં સુધી તમે તેને ભૌતિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું અથવા તેને વેચવાનું નક્કી ન કરો ત્યાં સુધી, સોનાને પ્લેટફોર્મ દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. આ રીત રોકાણકારોને ભૌતિક સ્ટોરેજનું સંચાલન કરવાની મુશ્કેલી વિના લવચીક વિકલ્પ પ્રદાન કરે છે.
ગોલ્ડ ઇટીએફ : Gold ETF
ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) ભૌતિક સોનામાં સીધું રોકાણ કરે છે, જે રોકાણકારોને સોનાને સંગ્રહ કરવાની જરૂરિયાત વગર જ સોનાના ભાવની વધઘટનો લાભ લેવાની મંજૂરી આપે છે. આ ફંડ્સનો શેરની જેમ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકાય છે, જો કે રોકાણકાર પાસે ડીમેટ એકાઉન્ટ હોવ અનિવાર્ય છે.
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ : Gold Mutual Funds
જો આપણે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો, તેઓ ગોલ્ડ ઇટીએફના યુનિટમાં રોકાણ કરે છે. આ ફંડ ઓફ ફંડ એપ્રોચ દ્વારા શુદ્ધ સોનામાં રોકાણ પ્રદાન કરે છે. રોકાણકારો એક સાથે મોટી રકમ અથવા ક્ષમતા મુજબ સમયાંતરે પૈસા ચૂકવી ધીમે ધીમે પોતાનું ગોલ્ડ હોલ્ડિંગ્સ વધારવા માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) પસંદ કરી શકે છે.
આ પણ વાંચો | દિવાળી બોનસના પૈસા ખર્ચવાની 10 સ્માર્ટ ટીપ્સ, ભવિષ્યમાં ફાયદો કરાવશે
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)
આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જારી કરવામાં આવેલી સરકારી સિક્યોરિટીઝ છે. તેમની મેચ્યોરિટી અવધિ 8 વર્ષ છે. હાલમાં, એસજીબીમાં નવા રોકાણો બંધ છે અને આ બોન્ડ્સ ફક્ત સેકન્ડરી માર્કેટ દ્વારા જ મેળવી શકાય છે.