Gold ETF or SGB Which Is The Best For Gold Investment : ભારતમાં ધનતેરસ અને દિવાળીના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. લોકો મોટાભાગે સોના દાગીના, સોનાની લગડી કે સિક્કા ખરીદતા હોય છે, પરંતુ તે ચોરાઇ કે ખોવાઇ જવાનું જોખમ રહે છે. તેમજ સોનાના દાગીના જ્યારે પરત વેચવા જાવ ત્યારે જ્વેલર્સ ઝારણના નામે ઘણી રકમ કાપી લેતા હોય છે. જો કે હાલ રોકાણ માટે ભૌતિક સોનું એટલે કે ફિઝિકલ ગોલ્ડ ઉપરાંત ડિજિટલ ગોલ્ડ પણ ઉપલબ્ધ છે. ભારતમાં પણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ઇટીએફ (Gold ETF), ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ (Gold MF) અને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB)માં રોકાણ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાના ઘણા ફાયદાઓ છે.
ભારતમાં ડિજિટલ ગોલ્ડમા રોકાણનો રસ વધ્યો (Digital Gold Investment)
ભારતમાં, લોકો સામાન્ય રીતે સોનાના દાગીના, બાર અથવા સિક્કા ખરીદે છે. પરંતુ, ટેક્નોલોજી અને ઉત્પાદનોના સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં જે ફેરફારો થયા છે તેના કારણે લોકોમાં ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો રસ વધ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર તાજેતરના વર્ષોમાં ભારતમાં સોનાની લગડી અને સિક્કાઓની માંગમાં ઘટાડો થયો છે. બીજી તરફ, ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા ડિજિટલ ગોલ્ડના વિકલ્પોમાં લોકોનો રસ વધ્યો છે. ગોલ્ડ ઇટીએફ એ સોનામાં પેસિવ રોકાણનો એક માર્ગ છે. ગોલ્ડ ઇટીએફ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય છે.

ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાના ફાયદા (Benefits of Digital Gold Investment)
ડિજિટલ ગોલ્ડમાં ગોલ્ડ ઈટીએફ, ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છેડિજિટલ ગોલ્ડમાં ચોરાઇ જવાની કે ખોવાઇ જવાનું જોખમ રહેતુ હતુડિજિટલ ગોલ્ડ વેચો ત્યારે બજારમા જે ભાવ બોલાતો હોય તેના આધારે રિટર્ન મળે છેસોવરિન ગોલ્ડ બોન્ડમાં પણ તો રોકાણકારોને દર વર્ષે વ્યાજ સ્વરૂપે કમાણી મળે છેડિજિટલ ગોલ્ડમાં બહુ ઓછી રકમ સાથે રોકાણની શરૂઆત કરી શકાય છેડિજિટલ ગોલ્ડને સાચવવા કે સુરક્ષિત રાખવા પાછળ કોઇ ખર્ચ થયો નથી
સોનામાં રોકાણ માટે SGB અને ગોલ્ડ ઇટીએફ ઉત્તમ વિકલ્પ (Gold ETF And SGB is Best Option For Gold Investment)
હાલના અનિશ્ચિતતાભર્યા માહોલમાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સોનામાં રોકાણ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી) અને ગોલ્ડ ઇટીએફ ઉત્તમ વિકલ્પ છે. ગોલ્ડ ઇટીએફ વર્ષ 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જો કે કોરોના મહામારી બાદ તેમાં રોકાણનો ક્રેઝ વધ્યો છે. જાન્યુઆરી 2020માં ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા લગભગ 4.61 લાખ હતી. સપ્ટેમ્બર 2023માં તે વધીને 48.06 લાખ થઈ ગઇ છે. સપ્ટેમ્બરના અંતે ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 23,798 કરોડ રૂપિયા હતી.
ભારત સરકાર દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી છે. એસજીબી સ્કીમ એ ભારત સરકાર દ્વારા સમર્થીત છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાથી રોકાણકારને સોનાના બજાર ભાવના આધારે વળતર મળે છે. ગોલ્ડ ઇટીએફ અને એસજીબી બંને લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે.

ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ઇટીએફ વચ્ચેનો તફાવત (Difference Between gold etf and sgb
વળતરની દ્રષ્ટિએ, ગોલ્ડ ઇટીએફ કરતાં સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણમાં વધુ ફાયદો છે. તેનું કારણ એ છે કે, રોકાણકારોને SGBમાં વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. ઉપરાંત, જો બોન્ડ મેચ્યોરિટી સુધી રાખવામાં આવે તો કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ, તેની એક ખામી એ છે કે SGBમાં કોઇ પ્રકારના ભૌતિક સોનાની જામીનગીરી હોતી નથી. આનો અર્થ એ છે કે જો તમે તમારા રોકાણને ભૌતિક સોનામાં રૂપાંતરિત કરવા માંગો છો, તો તે શક્ય નથી. ઉપરાંત તમારે 8 વર્ષ સુધી SGBમાં રોકાણ જાળવી રાખવું પડશે. જો કે, પાંચમા વર્ષથી તમને રોકાણને પરત ઉપાડવાનો વિકલ્પ મળે છે. પરંતુ, જો તમે તમારા રોકાણને પાંચ વર્ષ સુધી જાળવી રાખશો તો જ ટેક્સ બેનેફિટ મળે છે.
આ પણ વાંચો | દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં આ 10 શેરમાં કરો રોકાણ, વિક્રમ સંવત 2080માં મળશે જંગી વળતર
તમારે શેમાં રોકાણ કરવું જોઈએ? (Money Investment Tips)
જે રોકાણકારો પાસે ડીમેટ ખાતું નથી તેઓ ગોલ્ડ ફંડ ઓફ ફંડ દ્વારા ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકે છે. SIP દ્વારા રોકાણ કરવાની સુવિધા પણ છે. ઉપરાંત SGBથી વિપરીત ગોલ્ડ ઈટીએફમાં રોકાણ માટે કોઈ મર્યાદા નથી. તેથી જો તમે લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો ગોલ્ડ ઇટીએફ સૌથી ઉત્તમ વિકલ્પ છે.





