scorecardresearch

2027 સુધીમાં દેશના તમામ શહેરોમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો શું કહે છે રિપોર્ટ

Diesel vehicles banned in india : ભારતમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર 2027 સુધીમાં પ્રતિબંધ (10 year old diesel vehicle ban) લાગી શકે છે. જો તમારી પાસે પણ જૂનુ વાહન છે તો તમારી પાસે શું વિકલ્પ (option) હશે? કેવી રીતે તબક્કાવાર ડીઝલ વાહનો ભારતમાંથી હટાવવામાં આવી શકે છે? પેટ્રોલિયમ મંત્રાલયની કમિટીએ સરકારને સોંપેલા રિપોર્ટમાં શું કહ્યું છે? જોઈએ તમામ માહિતી.

Diesel vehicles older 10 years banned in india
2027 સુધીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગી શકે છે

By 2027 Diesel vehicles older than 10 years may be banned in India : દિલ્હી NCR ફોર્મ્યુલાને અનુસરીને, 2027 સુધીમાં, દેશભરમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયના પૂર્વ સચિવ તરુણ કપૂરની આગેવાની હેઠળની એનર્જી ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી કમિટીએ પોતાના રિપોર્ટમાં આની ભલામણ કરી છે. કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 10 લાખની વસ્તીવાળા શહેરોમાં ડીઝલથી ચાલતા ફોર-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવું જોઈએ.

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સોંપવામાં આવેલા અહેવાલ મુજબ, સમિતિના અહેવાલમાં 2035 સુધીમાં આંતરિક કમ્બશન એન્જિનવાળા મોટરસાયકલ, સ્કૂટર અને થ્રી-વ્હીલરને તબક્કાવાર હટાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરનારી પેનલે જણાવ્યું હતું કે, લગભગ 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં કોઈ ડીઝલ સિટી બસ ન હોવી જોઈએ. જોકે, સરકારે હજુ સુધી આ રિપોર્ટનો સ્વીકાર્યો નથી.

રિપોર્ટ જણાવે છે કે “2035 સુધીમાં આંતરિક કમ્બશન એન્જિન ટુ વ્હીલર – થ્રી વ્હીલર વાહનોને તબક્કાવાર રીતે બહાર નીકળવાની તૈયારીમાં ઇવીને શ્રેષ્ઠ ઉકેલ તરીકે પ્રમોટ કરી શકાય છે. મધ્યમ ગાળામાં, વધતા સંમિશ્રણ ગુણોત્તર સાથે ઇથેનોલ-મિશ્રિત ઇંધણ માટે પોલિસી સપોર્ટ પ્રદાન કરવાની પણ જરૂર છે.

આ સાથે, રિપોર્ટમાં પેસેન્જર કાર અને ટેક્સી સહિતના ફોર વ્હીલરને અંશતઃ ઇલેક્ટ્રિક અને અંશતઃ ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલમાં દરેક કેટેગરીમાં લગભગ 50 ટકા હિસ્સા સાથે સ્થાનાંતરિત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

કમિટીએ ઇલેક્ટ્રિક બસો ખરીદવાનું સૂચન કર્યું હતું

એનર્જી ટ્રાન્જેકશન એડવાઈઝરી કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આગામી ડિઝલથી ચાલતી બસોનું રજિસ્ટ્રેશન માત્ર 2024 સુધી જ કરવામાં આવે. અને આગામી 10 વર્ષોમાં પબ્લીક ટ્રાન્સપોર્ટ માટે 75 ટકા વાહનો ઈલેક્ટ્રીક વાહન લગાવવામાં આવવા જોઈએ.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્ય સરકારોએ ઇલેક્ટ્રિક વાહનો અંગે નવી નીતિ જાહેર કરી છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આકર્ષક સબસિડી પણ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોMG Comet EV : ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, કિંમત Tata Tiago EVથી 71000 ઓછી, બંનેમાંથી કઇ બેસ્ટ છે? જાણો

ડીઝલ વાહનનો વિકલ્પ શું હશે?

એનર્જી ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી કમિટીએ આ રિપોર્ટમાં તમામ જૂના ડીઝલ વાહનોને સીએનજી અને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાની ભલામણ પણ કરી છે, જેથી તેનો ઉપયોગ ચાલુ રહે. આ મુજબ, જો તમારી પાસે 10 વર્ષ જૂની ડીઝલ કાર છે અને તમે તેને આગળ ચલાવવા માંગો છો, તો તમારે તે કારને CNG અથવા ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર અપગ્રેડ કરવી પડશે.

Web Title: Diesel vehicles older 10 years banned in all cities of india by 2027 what the report says

Best of Express