/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-16.jpg)
ભારતમાં વાહનો માટે અલગ-અલગ નવ કલરની નંબર પ્લેટ વપરાય છે.
Different types Vehicles Number Plates in India Know All Details Here : ઓટોમોટિવ સેક્ટરમાં જાપાનને પાછળ છોડીને ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો કે વિવિધ સેગમેન્ટમાં વાહનોની વધતી માંગને પગલે તે હાલમાં અમેરિકા અને ચીનથી પાછળ છે. દરેક વાહન એક વિશેષ ઓળખ સાથે આવે છે જેમાં વાહનની નંબર પ્લેટ પર અંગ્રેજી અક્ષર અને આંકડા અંકિત હોય છે. તેને વાહનની નંબર પ્લેટ કહેવામાં આવે છે. નંબર પ્લેટ વાહનની આગળ અને પાછળ બંને બાજુ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે ફિટ કરાયેલી હોય છે.
જો કે, સામાન્ય નાગરિક ભારતમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની નંબર પ્લેટોને ઓળખવામાં ઘણીવાર નિષ્ફળ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે ભારતમાં માન્ય તમામ કલરની નંબર પ્લેટની સંપૂર્ણ વિગતો જણાવી રહ્યા છીએ, જે વાંચ્યા બાદ તમને વાહનના પ્રકારને ઓળખવામાં કોઈ સમસ્યા નહીં થાય.
સફેદ નંબર પ્લેટ (White Number Plate)
ભારતમાં જોવા મળતી વાહનની નંબર પ્લેટનો આ સૌથી સામાન્ય પ્રકાર છે. સફેદ નંબર પ્લેટમાં વાહનનો લાઇસન્સ કે રજિસ્ટ્રેશન નંબર સફેદ પ્લેટમાં કાળા રંગમાં અંકિત થયેલો કે છપાયેલો હોય છે. આ પ્રકારની નંબર પ્લેટ ખાનગી અથવા બિન-વ્યાવસાયિક વાહનો પર જોવા મળે છે અને તેનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે થઈ શકતો નથી, જેમ કે મુસાફરોનના વાહન અથવા ગુડ્સ વ્હિકલ.
પીળી નંબર પ્લેટ (Yellow Number Plate)
ભારતમાં અમુક વાહનો પર પીળા કલરની નંબર પ્લેટ હોય છે જેમાં વાહનનો લાઇસન્સ નંબર કાળા રંગમાં છપાયેલો હોય છે. આવી નંબર પ્લેટ કોમર્શિયલ લાઇટ મોટર વ્હીકલ જેવા કે ટેક્સી, ઓટો, ફ્લીટ વ્હીકલ વગેરેમાં માટે હોય છે. આ વાહનોનું ટેક્સ માળખું ખાનગી વાહનો કરતા અલગ છે. આ ઉપરાંત, આવા વાહનોના ડ્રાઇવરો પાસે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું આવશ્યક છે.
લીલી નંબર પ્લેટ (Green Number Plate)
આપણા દેશમાં લીલા કલરની નંબર પ્લેટ પણ હવે મોટી સંખ્યામાં દેખાય છે. ગ્રીન નંબર પ્લેટો સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માટે હોય છે. લીલા કલરની નંબર પ્લેટમાં સફેદ કલરમાં ઇલેક્ટ્રિક વ્હીકલના લાઇસન્સ નંબર છાપેલા હોય છે.
લાલ નંબર પ્લેટ (Red Number Plate)
સફેદ અક્ષર વાળી લાલ નંબર પ્લેટ દર્શાવે છે કે તે વાહનના રજિસ્ટ્રેશનની વિગતો કામચલાઉ છે. ભારતમાં લાલ નંબર પ્લેટ ત્યાં સુધી હોઈ શકે છે જ્યાં સુધી વાહનની નોંધણી પછી RTOમાંથી કાયમી રજિસ્ટ્રેશન નંબર ન મળે. જો કે, લાલ નંબર પ્લેટ માત્ર એક મહિના માટે માન્ય છે. આવી નંબર પ્લેટ સામાન્ય રીતે ટેસ્ટિંગ હેઠળના વાહનો માટે આરક્ષિત હોય છે. ઘણા રાજ્યો આવા વાહનોને રોડ- રસ્તાઓ પર ચાલવાની મંજૂરી આપતા નથી.
વાદળી નંબર પ્લેટ (Blue Number Plate)
સફેદ અક્ષરવાળી વાદળી નંબર પ્લેટ વિદેશી રાજદ્વારી માટે રિઝર્વ હોય છે. આવી નંબર પ્લેટોમાં મુખ્યત્વે ત્રણ કોડ - CC (કોન્સ્યુલર કોર્પ્સ), યુએન (યુનાઇટેડ નેશન્સ), અથવા સીડી (કોર્પ્સ ડિપ્લોમેટિક)માં કોઇ એક કોડ હોય છે. રાજ્ય કોડ દર્શાવવાને બદલે, આ નંબર પ્લેટ્સ રાજદ્વારીનો દેશ કોડ વાંચે છે.
ઉપરની તરફ તીર વાળી નંબર પ્લેટ
આવી નંબર પ્લેટો ફક્ત લશ્કરી હેતુઓ માટે આરક્ષિત છે અને રક્ષા મંત્રાલય હેઠળ રજિસ્ટર્ડ છે. પ્રથમ અથવા બીજા અક્ષર પછી ઉપરની તરફ જતુ કરતું તીર બ્રોડ એરો તરીકે ઓળખાય છે. તીર પછીનો આંકડો વાહન કયા વર્ષમાં ખરીદાયુ હતુ તે દર્શાવે છે. અલગ આધાર કોડ હોય છે, ત્યારબાદ સિરિયલ નંબર હોય છે. ક્રમાંક બાદ અંતિમ અક્ષર વાહનની કેટેગરી દર્શાવે છે.
ભારતના અશોક સ્તંભના ચિહ્નવાળી લાલ નંબર પ્લેટ
ભારતના પ્રતીક સાથેની નંબર પ્લેટો ફક્ત ભારતના રાષ્ટ્રપતિ અથવા રાજ્યોના રાજ્યપાલો માટે જ આરક્ષિત છે.
કાળી નંબર પ્લેટ (Black Number Plate)
પીળા અક્ષરવાળી કાળી નંબર પ્લેટ સામાન્ય રીતે લક્ઝરી હોટલની મિલકત તરીકે નોંધાયેલી હોય છે. આવા વાહનોને કોમર્શિયલ વાહનો તરીકે ગણવામાં આવે છે, જેમના ડ્રાઇવર પાસે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોતા નથી.
આ પણ વાંચો | TVS X ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ, માત્ર 5000 ચૂકવી ઘર લઇ જાવો; બેટરી, રેન્જ અને કિંમત સહિત તમામ વિગતો જાણો
ભારત સિરિઝ
વિવિધ રાજ્ય કોડ ઉપરાંત, એક સામાન્ય નાગરિક પણ તેના વાહન માટે 'BH' અથવા ભારત સિરિઝની લાઇસન્સ પ્લેટ માટે અરજી કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને ચાર કે તેથી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓફિસ ધરાવતી કંપનીઓના ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ BH કેટેગરીની નંબર પ્લેટ માટે અરજી કરી શકે છે. આ નંબર પ્લેટકોઇ વાહનના માલિકને કોઇ અન્ય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થળાંતર થવા પર તેનું ફરી રજિસ્ટ્રેશન કરવાની ઝંઝટ દૂર કરીને ઇન્ટર સિટી- મોબિલિટીને સરળ બનાવવા માટે આ નંબર પ્લેટ રજૂ કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us