Digital Loan Application and Document List: ડિજિટલાઇઝેશનના સમયમાં ડિજિટલ લોનની બોલબાલા વધી ગઇ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર એપ્લિકેશન મારફેત અપાતી પર્સનલ લોનને ડિજિટલ લોન તરીકે ઓળખવામાં આવે છે. તે એક પ્રકારની ઓનલાઇન પર્સનલ લોન જેવી જ હોય છે. ડિજિટલ લોનનો સૌથી મુખ્ય ફાયદો એ છે કે તેમાં બહુ ઓછા સમયમાં લોન મંજૂર થઇ જાય છે. અલબત્ત તેમા પણ ડોક્યુમેન્ટ્સની ચકાસણી સફળ થાય ત્યારે જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. તેથી સુવ્યવસ્થિત પ્રક્રિયા માટે દસ્તાવેજોનું વેરિફિકેશન કરાવવું મહત્વપૂર્ણ છે.
ડિજિટલ લોન કોણ મેળવી શકે છે?
દરેક સામાન્ય વ્યક્તિ કે જે લોન મેળવવા માટે પાત્ર છે તે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ઓનલાઈન પર્સનલ લોન મેળવી શકે છે. આથી ખાનગી લિમિટેડ કંપનીઓમાં કામ કરતા પગારદાર કર્મચારીઓ, જાહેર ક્ષેત્રની કંપનીઓ અથવા લઘુત્તમ આવક/ટર્નઓવરના માપદંડોને પૂર્ણ કરતા સ્વ-રોજગાર વ્યક્તિઓ ડિજિટલ લોન મેળવવા માટે પાત્ર છે.
ડિજિટલ લોન મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂ પડે?
જો કે ઑનલાઇન પર્સનલ લોનની પાત્રતા મોટાભાગે અરજદારના ક્રેડિટ સ્કોર અથવા વધારાના ડેટા પર આધાર રાખે છે, જેને જે-તે વ્યક્તિ દ્વારા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે (જો ક્રેડિટ સ્કોર ઉપલબ્ધ ન હોય તો). કેટલીક એવી બાબતો કે જેમાં વધારાની/વૈકલ્પિક માહિતી (જેમ કે ઉંમર, રોજગારનો પ્રકાર, વ્યાવસાયિક અનુભવ વગેરે) વધુ પમ મહત્વપૂર્ણ છે, જે ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મને પરંપરાગત લોન પ્રક્રિયાઓથી પર જવાની મંજૂરી આપે છે.
ઓળખ કાર્ડ અને સરનામાંના પ્રુફની જરૂર
ડિજિટલ લોનની અરજી કરવા માટે લોન વાંચ્છુક વ્યક્તિના ઓળખકાર્ડ એટલે કે આઇડી પ્રુફ અને સરનામાંના પ્રુફની જરૂર પડે છે. તે ઉપરાંત સરકાર માન્ય દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, મતદાતા ઓળખપત્ર અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડની પણ જરૂર પડી શકે છે.
સેલેરી સ્લિપ પણ જરૂરી
લોન લેનાર વ્યક્તિએ તેની આવકના પુરાવા સ્વરૂપે સેલેરી સ્લિપ કે આવક દર્શાવતા ડોક્યુમેન્ટ જેવા કે – સેલેરી સર્ટિફિકેટ કે નિયમિત સેલેરી ક્રેડિટ દર્શાવતા બેંક સ્ટેટમેન્ટ પણ આપવા પડે છે. આ ડોક્યુમેન્ટ લોન અરજદારની આર્થિક સ્થિતિ દર્શાવે છે, જેનાથી ધિરાણકર્તાઓને જે-તે લોન લેનાર વ્યક્તિની પરત ચૂકવણી કરવાની ક્ષમતા તેમજ તેમની ક્રેડિટ મર્યાદા નક્કી કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો | બે લોનથી પરેશાન છો? હોમ લોન ટોપ અપ સર્વિસ શું છે? એકથી વધારે લોનને ક્લબ કરીને નાણાં બચાવો, જાણો વિગતવાર
ઇ-સાઇન પણ જરૂરી છે
અરજદાર અને ધિરાણકર્તા વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કરાર બનાવવા માટે ડિજિટલ સિગ્નેચર, જેને ઈ-સાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે તે જરૂરી છે. જે પરસ્પર સંમતિ અને નિયમનકારી જરૂરિયાતોના પાલનની ખાતરી કરે છે.





