/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bageshwar-dham-dhirendra-shastri-22.jpg)
Some companies give dividends to the investors and sometimes the yield is higher than the interest on FD
શેર બજાર ફરીથી પોતાની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિફ્ટીએ લાંબા સમય બાદ 18550ની રેન્જને કદાવી છે અને તેની નજર 18900 પર છે. બજારમાં તાજેતરની તેજી તેમજ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મેક્રોની સરખામણી કરતાં માર્કેટ એક્સપર્ટ્સ બજારના મૂલ્યાંકનને મોંઘું ગણાવી રહ્યા છે. બીજી તરફ, ફુગાવો, દરમાં વધારો, ભૌગોલિક રાજકીય તણાવ અને તેના કારણે સંભવિત મંદીનાં પરિબળો હજુ પણ યથાવત છે. ઘણા વૈશ્વિક બજારો હાલ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં શેર બજારમાં સંભવિત કરેક્શનને નકારી શકાય નહીં અને આ વાત ઘણા રોકાણકારોને પરેશાન કરી રહી છે.
આવી સ્થિતિમાં ઉચ્ચ ડિવિડન્ડ ચૂકવતી અને ફંડામેન્ટલની રીતે મજબૂત કંપનીઓના શેર રોકાણકારોના પોર્ટફોલિયોને સુરક્ષિત કરી શકે છે. તેઓ માત્ર ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ તેઓ ઊંચા ડિવિડન્ડ યીલ્ડને કારણે ખરાબ સમયમાં રિસ્ક હેજિંગ કરવામાં પણ મદદ કરે છે. આ એક ઇન્ડિકેટર છે, જે દર્શાવે છે કે રોકાણકારો તેમના રોકાણ કરેલા નાણાં પર કેટલું વળતર મેળવી રહ્યા છે. અહીં અમે બ્રોકરેજ હાઉસ રેલિગેર બ્રોકિંગના હવાલાથી આવા કેટલાક સ્ટોક્સ વિશે માહિતી આપીયે છીએ, જેમના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને ડિવિડન્ડ યીલ્ડ પણ ઉંચી છે.
ડિવિડન્ડ શું છે?
કેટલીક કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને સમયાંતરે ડિવિડન્ડના રૂપમાં આપતી રહે છે. આવી કંપનીઓને ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક્સ પણ કહેવામાં આવે છે. કંપની માટે ડિવિડન્ડ ચૂકવવું જરૂરી નથી. તે સંપૂર્ણપણે કંપનીનો નિર્ણય છે કે તે તેના શેરધારકોને ડિવિડન્ડ આપવું કે નહીં.
ઉંચું ડિવિડન્ડ આપતા શેરની યાદી
| સ્ટોક્સ | ક્ષેત્ર | CMP (રૂ.) | P/E(x) | DPS (FY22) | DPS (FY21) | ડિવ યીલ્ડ (%) |
| સેઇલ | ધાતુઓ | 93 | 3.4 | 8.8 | 2.8 | 10.6 |
| NMDC | ખાણકામ | 107 | 5.1 | 10.6 | 7.8 | 9.9 |
| આઇઓસી | તેલ અને ગેસ | 90 | 4.5 | 8.5 | 12.0 | 9.5 |
| રેકોર્ડ | ફાઇનાન્સ | 142 | 2.4 | 11.7 | 12.7 | 8.3 |
| પીટીસી ઈન્ડિયા | શક્તિ | 100 | 5.7 | 7.8 | 7.5 | 7.8 |
| નાલ્કો | ધાતુઓ | 84 | 7.6 | 6.5 | 3.5 | 7.8 |
| કોલ ઇન્ડિયા | ખાણકામ | 241 | 10.1 | 17.0 | 16.0 | 7.0 |
| ઓએનજીસી | તેલ અને ગેસ | 155 | 5.1 | 10.5 | 36.0 | 6.8 |
| પાવર ફાયનાન્સ કોર્પો. | ફાઇનાન્સ | 182 | 3.0 | 12.0 | 10.0 | 6.6 |
| ગેઇલ (ભારત) | તેલ અને ગેસ | 105 | 6.7 | 6.8 | 5.0 | 6.5 |
ડિવિડન્ડ સ્ટોક્સમાં નફો કેવી રીતે મેળવવો
ધારો કે તમારી પાસે કોઈ કંપનીના 5,000 શેર છે અને તમે તેમાં રૂ. 10 લાખ (શેર દીઠ રૂ. 200)નું રોકાણ કર્યું છે. જ્યારે આ સ્ટોક્સનું વાર્ષિક વળતર 25 ટકા છે અને કંપનીએ રોકાણકારોને પ્રતિ શેર દીઠ 8 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ બાબતમાં……
કુલ શેર: 5000
તમારા દ્વારા રોકાણ: 10,00,000 (શેર દીઠ રૂ. 200)
1 વર્ષનું વળતર 25 ટકા
રોકાણ પર રિટર્ન : રૂ. 2,50,000
ડિવિડન્ડ: શેર દીઠ રૂ. 8
ચોખ્ખો ફાયદો : 2,50,000 + 80,000 = 3,00,000
આ પણ વાંચોઃ શેર કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે ઇટીએફ? મંદીના સમયે રોકાણ કરવાની ટીપ્સ, મળતો રહેશે નફો
કેમ ડિવિડન્ડ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઇએ
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, જ્યારે બજારમાં અનિશ્ચિતતા હોય છે, ત્યારે ઊંચા ડિવિડન્ડ ચૂકવતી અને ફંડામેન્ટલની રીતે મજબૂત કંપનીઓના શેર રોકાણકારોના પોર્ટફોલિયોને સુરક્ષિત કરી શકે છે. તેઓ માત્ર ફુગાવાને હરાવવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ તેઓ ઊંચી ડિવિડન્ડ યીલ્ડને કારણે ખરાબ સમયમાં જોખમ સામે સુરક્ષા મેળવવામાં પણ મદદ કરે છે. રોકાણ માટે ડિવિડન્ડ આપતી એવી કંપનીઓને પસંદ કરી શકાય છે, જેમાં કોઈ નકારાત્મક પરિબળ ન હોય, ભવિષ્યનો દ્રષ્ટિકોણ પણ સારો દેખાતો હોય. લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરવું સારું છે. આકર્ષક ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓ તેમની બેલેન્સ શીટ પરથી ઓળખી શકાય છે. જે કંપનીઓ નફો કરતી હોય તે જ ડિડિવન્ડ ચૂકવી શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us