Diwali 2024 Best Tech Gadgets Gift Ideas: દિવાળી પર ભેટ સોગાદ આપવાની પરંપરા છે. દિવાળી પર દેશભરમાં લોકો પોતાના મિત્રો અને પરિવાર પ્રત્યેનો પ્રેમ ગીફ્ટ આપીને વ્યક્ત કરે છે અને તેમને પ્રકાશના પર્વની શુભેચ્છા પાઠવે છે. અને હવે જ્યારે ઇન્ટરનેટ અને ડિજિટલ યુગ છે, ત્યારે તમે તેમને દિવાળીની ભેટ તરીકે ટેક ગિફ્ટ જેવા ગેજેટ્સ પણ આપી શકો છો.
તમને ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ પર સારી ડીલ અને ઓફર્સ સાથે ઘણા ગેજેટ્સ મળશે. જો તમે આ દિવાળીમાં તમારા પ્રિયજનો માટે પરફેક્ટ ગિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને અલગ અલગ કેટેગરીમાં આવતા અમુક ગેજેટ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ. તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર ગીફ્ટ માટે પ્રોડક્ટ પસંદ કરી શકો છો.
Amazfit Active Edge Smart Watch : અમેઝફિટ એક્ટિવ એજ સ્માર્ટ વોચ
8000 રૂપિયામાં ઉપલબ્ધ અમેઝફિટ એક્ટિવ એજ સ્માર્ટવોચ ફિટનેસનું ખાસ ધ્યાન રાખનારાઓ માટે છે. આ સ્માર્ટવોચમાં 5 સેટેલાઈટ સિસ્ટમ છે – જીપીએસ, ગેલિલિયો, ગ્લોનાસ અને ક્યુઝેડએસ. એટલે કે, આ ઘડિયાળ તમારી બધી આઉટડોર પ્રવૃત્તિઓને સચોટ રીતે ટ્રેક કરે છે. જીમ માટે એઆઇ હેલ્થ કોચ સાથે આવતી આ ઘડિયાળ ઝેપ કોચ મોડમાં કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગ પ્લાન ઓફર કરે છે. 10 મીટર ઉંડા પાણીમાં પણ ઘડિયાળને નુકસાન થતુ નથી અને તેની બેટરી લાઇફ 16 દિવસ સુધી ચાલવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘડિયાળમાં 100 વોચ ફેસ અને સ્પોર્ટ્સ મોડ્સ છે.
itel Flip One : ઈટેલ ફ્લિપ એક
જો તમે તમારા પ્રિયજનોને ઓછી કિંમતમાં સ્ટાઇલિશ ગિફ્ટ આપવા માંગો છો, તો ઇટેલ ફ્લિપ વન સેકન્ડરી ડિવાઇસ તરીકે પરફેક્ટ ડિવાઇસ બની શકે છે. પ્રીમિયમ લેધર બેક પેનલ લક્ઝુરીયસ લુક અને ફીલ આપે આપે છે. આ ફોનની ડિઝાઇન ઘણી સારી છે. ટાઇપ-સી ચાર્જિંગ સાથે આવતો આ ફોન 14 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. તેમાં વોઇસ ફીચર પણ છે.
Smart Home Automation : સ્માર્ટ હોમ ઓટોમેશન
આ દિવાળીએ તમે તમારા પ્રિયજનોને એવી ભેટ પણ આપી શકો છો જે તેમના ઘરને સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ રાખશે. તમે તમારા સ્માર્ટફોન અથવા વોઇસ કમાન્ડથી તમારા ઘરની લાઇટિંગ, તાપમાન અને સિક્યોરિટી સિસ્ટમને કન્ટ્રોલ કરી શકો છો. સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ્સ એ આ ઉત્સવની મોસમની ઉજવણીની એક સંપૂર્ણ રીત છે. વિવિધ મોડ્સ, કલર અને બ્રાઈટનેસ લેવલ સાથે કોઈ પણ દિવાળીની રાત માટે તેમના ઘરને વધુ સારું બનાવી શકે છે.
Seagate’s One Touch HDD : સીગેટનો વન ટચ HDD
ઘણી વખત એવું બને છે કે તમે જે ભેટો આપો છો તે તહેવારોની મોસમ ગયા પછી યાદોમાંથી ભૂંસાઈ જાય છે. પરંતુ જો તમે કોઇને હાર્ડ ડ્રાઇવ ગિફ્ટ કરશો તો વર્ષો સુધી તે એક એવી ગિફ્ટ રહેશે જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમે તમારા માટે અથવા તમારા મિત્રો અને પરિવાર માટે સીગેટ વન ટચ એચડીડી ખરીદી શકો છો. આ હાર્ડ ડિસ્કમાં તમે તમારી કિંમતી યાદો, મહત્વની ફાઇલો અને ફોટો-વીડિયોને એક જ જગ્યાએ સ્ટોર કરી શકો છો.
આ હાર્ડ ડ્રાઇવને બ્લેક, સ્પેસ ગ્રે, લાઇટ બ્લુ અને સિલ્વર કલરમાં ખરીદી શકાય છે. તેને વિન્ડોઝ, મેક અને ક્રોમબુક સાથે કનેક્ટ કરી શકાય છે. આ ડ્રાઈવ 3 વર્ષની મર્યાદિત વોરંટી અને 3 વર્ષની રેસ્ક્યુ ડેટા રિકવરી સર્વિસીસ સાથે આવે છે. 2TB સ્ટોરેજવાળી આ હાર્ડ ડ્રાઇવ દિવાળી પર 7099 રૂપિયામાં લઇ શકાય છે. આ ડ્રાઇવ રિટેલ સ્ટોર્સ અને ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
Mivi SuperPods Opera ANC True Wireless Earbuds : મિવી સુપરપોડ્સ ઓપેરા એનએનસી ટ્રુ વાયરલેસ ઇરબર્ડ
1999 રૂપિયામાં ઉપલબ્ધ મિવીના આ ઇયરબડ્સ એક પરફેક્ટ ગિફ્ટિંગ ઓપ્શન છે. હાઇ-રેઝ ઓડિયો સાથેની આ ઇયરબડ્સમાં એએનસી (એક્ટિવ નોઇઝ રિડક્શન) ફીચર આપવામાં આવ્યું છે. તેમાં ટ્રાન્સપરન્સી મોડ, સ્પેશ્યલ ઓડિયો અને 3D સાઉન્ડસ્ટેજ જેવા ફીચર્સ મળે છે.
Ambrane Solar Powerbank : એમ્બ્રેન સોલાર પાવરબેંક
એમ્બ્રેને તાજેતરમાં જ તેની પ્રથમ સોલર પાવરબેંક શરૂ કરી છે. 10,000mAhની ક્ષમતા સાથે આવતી આ પાવર બેન્કમાં 22.5W ફાસ્ટ ચાર્જિંગ આઉટપુટ છે. આ પાવર બેન્ક દિવાળી પર ગિફ્ટ આપવા માટે પરફેક્ટ ઓપ્શન છે. તેને એમેઝોન, ફ્લિપકાર્ટ અને એમ્બરીન ઇન્ડિયા વેબસાઇટ પરથી 2799 રૂપિયામાં ખરીદી શકાય છે. આ પાવર બેંક 180 દિવસની વોરંટી સાથે આવે છે.
Promate 3W Magnetic Speaker : પ્રોમેટ 3W મેગ્નેટ સ્પીકર
પ્રોમેટ ૩ ડબ્લ્યુ મેગ્નેટિક સ્પીકર એચડી સાઉન્ડ અને મેગ્સેફ સપોર્ટ સાથે આવે છે. તેની કિંમત 1999 રૂપિયા છે અને તે દિવાળી ગિફ્ટિંગ માટે એક પરફેક્ટ ઓપ્શન છે. આ પોર્ટેબલ સ્પીકરમાં ૭૦૦ એમએએચની મોટી બેટરી છે જે 40 મીમી ગતિશીલ ડ્રાઇવરો છે. આ સ્પીકર બ્લેક, નેવી બ્લૂ, સિલ્વર અને પિંક કલરમાં આવે છે.





