Gold Rate Today: દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું છે? જાણો સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે

Gold Pirce On Diwali Dhanteras 2024: દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો કે એક વાત ધ્યાનમાં રાખો કે સોનાની લગડી સિક્કા અને સોનાના દાગીનાનો ભાવ અલગ અલગ હોય છે.

Gold Pirce On Diwali Dhanteras 2024: દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો કે એક વાત ધ્યાનમાં રાખો કે સોનાની લગડી સિક્કા અને સોનાના દાગીનાનો ભાવ અલગ અલગ હોય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold rate today | gold price today | gold | gold buy on Diwali Dhanteras | gold buying tips

Gold Rate Today: સોનાના ભાવ દરરોજ બદલાય છે. (Photo: Canva)

How Gold Price Determined Daily: દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા લોકો સોનાના દાગીના ખરીદે છે, જો કે આજકાલ સોનાની લગડી કિસ્સા ખરીદવાનો ટ્રેન્ડ છે. હાલ સોનાનો ભાવ 81000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચતા સોનું ખરીદવું મુશ્કેલ થઇ ગયું છે. આથી હાલ બજારમાં ઓછા વજનના સોનાના સિક્કા પણ વેચાય છે. આ દિવાળી કે ધનતેરસ પર તમે સોનું ખરીદવાના છે, તો સૌથી પહેલા તેની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેના વિશે જાણકારી મેળવી લેવી જોઇએ.

Advertisment

સોનાની લગડી અને સોનાના દાગીનાની કિંમત વચ્ચે મોટો તફાવત

સૌથી પહેલા એક વાત જાણી લો કે સોનાના ભાવ કેરેટ મુજબ નક્કી થાય છે. સોનાની લગડી સિક્કા 99.9 શુદ્ધ સોનાના હોય છે, જેને 24 કેરેટનું સોનું કહેવામાં આવે છે. જ્યારે સોનાના દાગીના 99.5 શુદ્ધ સોનાના હોય છે, જેને 22 કેરેટ સોનું કહેવામાં આવે છે. સોનું નરમ ધાતુ હોવાથી દાગીના બનાવવા માટે તેમાં અન્ય ધાતુ મિક્સ કરવામાં આવે છે. આથી તેને 99.5 શુદ્ધ સોનું એટલે કે 22 કેરેટનું સોનું કહેવામાં આવે છે. 22 કેરેટ ઉપરાંત હાલ 18 કેરેટ અને 14 કેરેટના સોનાના દાગીના પણ બજારમાં ઉપલબ્ધ છે.

gold jewellery price | gold price | gold rate | gold silver price | gold silver rate
Gold Silver Price All Time High: સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચ્યા છે. (Photo: @ jwellery_store_73)

સોનાની કિંમત તેની શુદ્ધતા પર નિર્ભર કરે છે. સોનું જેટલું શુદ્ધ હશે તેટલી કિંમત ઉંચી હશે. 18 કેરેટ કે 22 કેરેટ કરતા 24 કેરેટ સોનાની કિંમત વધારે હશે. આથી જ્યારે પણ તમે જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા જાવ ત્યારે 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ શું છે તે સૌથી પહેલા ચાલી લેવી જોઇએ.

Advertisment

સોનાની કિંમતમાં દરરોજ ફેરફાર

સોનાની કિંમતમાં દરરોજ ફેરફાર થાય છે. આથી ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવા જાવ ત્યારે સૌથી પહેલા તે દિવસે ઝવેરી બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે તે જાણી લેવું જોઇએ. હાલ મોબાઇલ અને ટીવી ચેનલો પરથી સરળતાથી સોનાના ભાવ વિશે જાણકારી મેળવી શકાય છે.

જ્વેલર્સને સોનાની કિંમતની જાણકારી ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી મળે છે. આ એસોસિએશન તરફથી દરરોજ સવારે અને સાંજે સોના ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. જો કે તે સોનાની મૂળ કિંમત હોય છે. સોના દાગીના પર મેકિંગ ચાર્જ લાગે છે, એ વાત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

Gold Price | Gold Silver Today Rate | Gold Buying Tips | gold investment tips | Gold Rate Today | gold jewellery
Gold Buying Tips: સોનું કિંમતી ધાતુ છે, સોનાના સિક્કા અને દાગીના ખરીદતી વખતે સાવધાની રાખવી જોઇએ. (Photo: Freepik)

સોનાના ભાવ નિર્ધારણણાં ઘણા પરિબળો મોટી ભૂમિકા ભજવે છે. સૌથી પહેલા વૈશ્વિક બજારમાં સોનાના ભાવ, ત્યારબાદ યુએસ ડોલર અને ભારતીય રૂપિચા વચ્ચેનો કરન્સી એક્સચેન્જ રેટ અને ડિમાન્ડ સપ્લાય. જો વૈશ્વિક ભાવ કે કરન્સી એક્સચેન્જ રેટમાં કોઇ ફેરફાર મોટી વધઘટ થાય તો સોનાના ભાવમાં પણ માટો વધારો ઘટાડો થાય છે.

આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન

Tax On Gold In India : સોના પર ઇમ્પોર્ટ ટેક્સ અને જીએસટી

સોનું ભારતમાં આયાત કરવામા આવે છે. ચીન બાદ ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર છે. જુલાઇ 20024માં રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમને સોના ચાંદી પરના કરવેરામાં ફેરફાર કર્યા હતા. સોના પરની આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવે છે. ઉપરાંત સોના પર 5 ટકા AIDC ટેક્સ (એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) અને 3 ટકા જીએસટી પણ વસૂલવામાં આવે છે.

સોનું ચાંદી diwali બિઝનેસ