Bank holidays in Diwali 2025 : દિવાળાના તહેવારની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દિવાળીના તહેવારને હવે થોડાક દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે સોમવાર, 20 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈને 26 ઓક્ટોબર, 2025 ના રોજ સમાપ્ત થતા દિવાળી સપ્તાહમાં બેંકમાં કોઈ કામ છે, તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ.
આરબીઆઈના કેલેન્ડર અનુસાર, દિવાળીના સપ્તાહ દરમિયાન 7 દિવસ માંથી 6 દિવસ બેંકોમાં રજા રહેવાની છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંકમાં કોઈ કામ છે, તો અહીં તપાસો કે તમારા શહેરમાં તે દિવસે બેંક ચાલુ છે કે બંધ છે.
Diwali Week 2025 Bank Holidays Date | દિવાળી સપ્તાહ 2025 બેંક હોલિડે
20 ઓક્ટોબર 2025
આ વખતે દિવાળી સોમવાર, 20 ઓક્ટોબર 2025ના રોજ છે. દિવાળીના દિવસે લગભગ દેશભરની બેંકોમાં રજા રહે છે. આરબીઆઈના હોલિડે કેલેન્ડર 2025 મુજબ, 20 ઓક્ટોબરે ગુજરાત સહિત દેશભરના લગભગ તમામ મોટા શહેરો (અગરતલા, અમદાવાદ, ઐઝોલ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, દહેરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, ઇટાનગર, જયપુર, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, તિરુવનંતપુરમ, વિજયવાડા વગેરે) માં બેંક બંધ રહેશે.
21 ઓક્ટોબર 2025
આ વખતે 21 ઓક્ટોબરે પડતર દિવસ છે, જેદિવાળી અને નવા વર્ષની શરૂઆત વચ્ચેનો દિવસ હોય છે. RBI હોલિડે કેલેન્ડર મુજબ, આ તારીખે ગુજરાતમાં બેંકમાં કામકાજ ચાલુ રહેશે. જો કે બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, ઇમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, શ્રીનગરમાં બેંક હોલિડે રહેશે.
22 ઓક્ટોબર 2025
22 ઓક્ટોબર 2025ના રોજ વિક્રમ સંવતનો પ્રથમ દિવસ છે, જે ગુજરાતમાં બેસતું વર્ષ તરીકે ઉજવાય છે. રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર મુજબ બેસતું વર્ષ અને ગોવર્ધન પૂજાના અવસર પર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં 22 ઓક્ટોબરે બેંકો બંધ રહેવાની ઉપરાંત છે. ઉપરાંત બેલાગ્રામ, બેંગલુરુ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુરમાં 22 ઓક્ટોબર, 2025 ના રોજ બેંક રજા રહેશે.
23 ઓક્ટોબર 2025
23 ઓક્ટોબર, 2025 ગુરુવારના રોજ ભાઇ બીજ અને ચિત્રગુપ્ત જયંતી છે. આ તારીખે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની બેંકોમાં રજા રહેવાની છે. આ અવસર પર ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ, શિમલામાં પણ બેંકો બંધ રહેશે.
25 ઓક્ટોબર 2025
25 ઓક્ટોબર, 2025ના રોજ શનિવાર છે, જે ઓક્ટોબર મહિનાનો ચોથો શનિવાર છે. આથી તારીખે દેશભરની બેંકોમાં રજા રહેવાની છે.
આ પણ વાંચો | UPI PIN યાદ રાખવાની ઝંઝટ દૂર, હવે ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન થી પેમેન્ટ થશે, નવી સેવા 8 ઓક્ટોબરથી શરૂ
26 ઓક્ટોબર 2025
રવિવારે બેંકોમાં જાહેર રજા રહેશે.
બેંકોની ઓનલાઇન સેવા ચાલુ રહેશે
રજાના દિવસોમાં પણ તમે નેટ બેંકિંગ, યુપીઆઈ જેવી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરી શકો છો.