Muhurat Trading NSE BSE 2025 Today News Update : દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ પર સેન્સેક્સ 63 પોઇન્ટ વધી 84426 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સની રેન્જ 84286 થી 84665 વચ્ચે હતી. એનએસઇ નિફ્ટી 25 પોઇન્ટ વધી 25858 બંધ થયા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 17 શેર વધીને બંધ થયા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 486 પોઇન્ટ ઉછળી બંધ થયો હતો. વિક્રમ સંવત 2082ના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 1.3 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.
શેરબજાર બીએસઇ અને એનએસઇ પર આજે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ થઇ રહ્યું છે. વિક્રમ સંવત 2082 પર શેરબજારમાં 1 કલાકના ખાસ ટ્રેડિંગ સેશનમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ થવાનું છે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ પર શેરબજાર સકારાત્મક ખુલ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 84,363 લેવલથી 111 પોઇન્ટ વધી આજે 84,484 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 25,843 પાછલા બંધ લેવલ સામે આજે 25,901 ખુલ્યો હતો.
BSE NSE Diwali Muhurat Trading 2025 Time : શેરબજાર દિવાળી ટ્રેડિંગ મુહૂર્ત 2025 સમય
હિંદુ પંચાગ મુજબ દિવાળી આસો અમાસ તિથિ પર ઉજવાય છે. આ વખતે 20 ઓક્ટોબર, 2025, સોમવારે દિવાળી ઉજવાશે. જો કે શેરબજારમાં દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબર, 2025ના રોજ થશે. આ દિવસે બપોરે 1.45 વાગે થી 2.45 દરમિયાન મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે.