Diwali 2025 : દિવાળી પર ભારતીયોની ધૂમ ખરીદી, ₹ 6.05 લાખ કરોડનો રેકોર્ડ બ્રેક બિઝનેસ, ગત વર્ષ કરતા 40 ટકા વધ્યું

Diwali 2025 Sales Date : દિવાળી પર વેચાણના તમામ રેકોર્ડ તુટી ગયા છે. CAITના અહેવાલ મુજબ, આ વર્ષે દિવાળીનું વેચાણ કુલ ₹6.05 લાખ કરોડે પહોંચ્યું છે, જે ગત વર્ષ કરતા 40 ટકા વધારે છે.

Written by Ajay Saroya
October 22, 2025 12:51 IST
Diwali 2025 : દિવાળી પર ભારતીયોની ધૂમ ખરીદી, ₹ 6.05 લાખ કરોડનો રેકોર્ડ બ્રેક બિઝનેસ, ગત વર્ષ કરતા 40 ટકા વધ્યું
Diwali 2025 Sales Date : દિવાળી પર વિક્રમી વેચાણ થયું છે. (Photo: Freepik)

Diwali 2025 Sales Date : દિવાળીમાં ભારતીયો એ ધૂમ ખરીદી કરી છે. દિવાળી 2025 એ ભારતીય બજારોમાં ખરીદી વેચાણમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. દેશભરના વેપાર સંગઠનો અનુસાર, આ વર્ષે દિવાળીના વેચાણે સર્વકાલીન રેકોર્ડ તોડી નાખ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના અહેવાલ મુજબ, આ વર્ષે દિવાળીનું વેચાણ કુલ ₹6.05 લાખ કરોડ હતું, જેમાં ₹5.40 લાખ કરોડના માલ અને ₹65,000 કરોડની સેવાઓનો સમાવેશ થાય છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં લગભગ 40% નો વધારો દર્શાવે છે.

છુટક બજારમાં નવો ઉત્સાહ

CAITના સર્વે મુજબ, આ વર્ષે વેચાણમાં પરંપરાગત બજારો અને નાના વ્યવસાયોનો ફાળો 85% રહ્યો છે. આનો અર્થ એ થયો કે દેશના રિટેલ અર્થતંત્રમાં સ્થાનિક બજારોની મજબૂતાઈ ફરી એકવાર દર્શાવવામાં આવી છે. કરિયાણા, કપડાં, ગિફ્ટ આઈટમ, ઇલેક્ટ્રોનિક્સ, સોનાના દાગીના અને મીઠાઈઓ જેવી ચીજોનું વેચાણ મજબૂત રહ્યું. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખરીદીમાં વધારો જોવા મળ્યો.

CAIT ના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભારતીયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ઉત્સવની ભાવનામાં સેવા ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પેકેજિંગ, હોસ્પિટાલિટી, ટ્રાવેલ, કેબ સેવાઓ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ડિલિવરી સેક્ટરોએ આશરે ₹65,000 કરોડનો બિજનેસ કર્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે આ સમયગાળા દરમિયાન આશરે 5 મિલિયન કામચલાઉ નોકરીઓનું સર્જન થયું છે, જેનાથી રોજગારમાં વધારો થયો છે.

GST સુધારણાની અસર

CAITના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 72% વેપારીઓએ વેચાણમાં વધારો થવાનું કારણ GST દરમાં ઘટાડો ગણાવ્યો હતો. દૈનિક જીવનજરૂરી ચીજવસ્તુઓ, ફૂટવેર, કપડાં, મીઠાઈઓ અને ઘર સજાવટ જેવી વસ્તુઓ પર ઓછા કરવેરાથી ગ્રાહકો વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત થયા. ગ્રાહકોએ એ પણ સ્વીકાર્યું કે આ વખતે કિંમતો સ્થિર રહી છે, જેના કારણે ખરીદીનો વિશ્વાસ વધ્યો છે.

CAIT અપેક્ષા રાખે છે કે દિવાળી પછી પણ આ સકારાત્મક ભાવના ચાલુ રહેશે. શિયાળા અને લગ્નની સિઝન દરમિયાન બજારમાં ખરીદીનો વેગ ચાલુ રહેવાની અપેક્ષા છે. આ દિવાળીની સફળતાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ભારતીય બજારોમાં ગ્રાહકોનો વિશ્વાસ પાછો ફર્યો છે, અને સ્થાનિક વ્યવસાયો ફરી એકવાર તેમની ગતિશીલતા બતાવી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ