Rupee Record Low : ડોલર સામે રૂપિયો 88.80 ઐતિહાસિક તળિયે, જાણો તમને શું અસર થશે?

Rupee All Time Low Against US Dollar : ડોલર સામે રૂપિયો સતત બીજા દિવસે ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શ્યો છે. ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સામાન્ય વ્યક્તિથી લઇ ઉદ્યોગ ધંધા, નિકાસકારો અને સરકાર સામે મોટો મુશ્કેલી ઉભી થઇ છે.

Written by Ajay Saroya
September 24, 2025 10:48 IST
Rupee Record Low : ડોલર સામે રૂપિયો 88.80 ઐતિહાસિક તળિયે, જાણો તમને શું અસર થશે?
Rupee Down Against Dollar : ડોલર સામે રૂપિયો ઘટ્યો છે. (Photo: Freepik)

Dollar VS Rupee Exchange Rate Today : રૂપિયો ડોલર ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. 24 સપ્ટેમ્બર, 2025ના રોજ યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 7 પૈસા ઘટીને 88.80 ખુલ્યો હતો, જે ઇતિહાસનો સૌથી નીચો ભાવ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર તોતિંગ 50 ટકા ટેરિફ અને એચ 1બી વિઝા ફી વધારવામાં આવ્યો છે. જેના કારણે ભારતમાં વિદેશી મૂડીપ્રવાહ ઘટવાની આશંકાથી રૂપિયો નબળો પડ્યો છે. ડોલર સામે રૂપિયામાં ઘટાડાથી સામાન્ય વ્યક્તિથી લઇ ઉદ્યોગ ધંધા વેપારીઓને ઉંડી અસર થાય છે.

ડોલર સામે રૂપિયો રેકોર્ડ લો 88.80 ખુલ્યો

આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં ડોલર સામે રૂપિયો 88.80 ખુલ્યો હતો, જે તેના પાછલા બંધ કરતા 7 ટકાનો ઘટાડો દર્શાવે છે. મંગળવારે પણ ડોલર સામે રૂપિયો 45 પૈસા ઘટીને 88.73 ની નવી ઓલટાઇમ નીચી સપાટીએ બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 88.82 રેકોર્ડ લો થયો હતો. 6 કરન્સી બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ સાધારણ વધીને 97.35 ટ્રેડ કરી રહ્યો હતો.

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા મુજબ, ભારતીય માલસામાન પર અમેરિકામાં તોતિંગ ટેરિફ તેમજ H-1B વિઝા ફી વધવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. ઉપરાંત ભારતીય શેરબજારમાં FIIની સતત વેચવાલીથી પણ રૂપિયા પર દબાણ આવ્યું છે. જેના કારણે ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.

ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ, ફિનરેક્સ ટ્રેઝરી એડવાઝર્સ LLPના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીના મતે આ સપ્તાહે ડોલર સામે રૂપિયો 89 સુધી ઘટી શકે છે. આયાતકારો દ્વારા ડોલરની ખરીદીથી પણ રૂપિયા પણ વધુ દબાણ આવશે.

ડોલર સામે રૂપિયામાં ઘટાડાની અસર

  • ક્રૂડ ઓઇલનું ઇમ્પોર્ટ મોંઘુ થતા પેટ્રોલ ડીઝલના ભાવ વધવા સંભવ
  • વિદેશ પ્રવાસનો ખર્ચ વધશે
  • વિદેશ માંથી માલસામાનની આયાત મોંઘી થશે
  • સોનાનો આયાત પડતરનો ખર્ચ વધશે, જેના કારણે ભારતમાં સોનાના ભાવ વધશે
  • વિદેશ અભ્યાસનો ખર્ચ વધશે
  • સરકાર દ્વારા લેવામાં આવેલી વિદેશી લોનની ચૂકવણી માટે વધારે રકમ ચૂકવવી પડશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ