Repee Record Low : રૂપિયો ઐતિહાસિક તળિયે, 1 ડોલરનો ભાવ ₹ 90 પાર, રૂપિયો કેમ ઘટી રહ્યો છે? તમને શું અસર થશે?

Dollar VS Rupee All Time Low : ડોલર સામે રૂપિયો ઘટીને 90.14 ઐતિહાસિક તળિયે બોલાયો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની ભારતના અર્થતંત્ર અને સામાન્ય વ્યક્તિ પર ઉંડી અસર થાય છે.

Written by Ajay Saroya
December 03, 2025 11:03 IST
Repee Record Low : રૂપિયો ઐતિહાસિક તળિયે, 1 ડોલરનો ભાવ ₹ 90 પાર, રૂપિયો કેમ ઘટી રહ્યો છે? તમને શું અસર થશે?
Rupee Down Against Dollar : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગયો છે. (Photo: Freepik)

Dollar Against Rupee All Time Low : રૂપિયો ફરી રેકોર્ડ લો થયો છે. આજે 1 ડોલરનો ભાવ 90 રૂપિયા પાર જતો રહ્યો છે. બુધવારે કરન્સી માર્કેટની શરૂઆતના કામકાજમાં જ ડોલર સામે રૂપિયો 27 પૈસા ઘટી 90.14 બોલાયો હતો, જે ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી નીચો કરન્સી એક્સચેન્જ રેટ છે. છેલ્લા ઘણા મહિનાથી ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. જેની અસર માત્ર દેશના અર્થતંત્ર સુધી મર્યાદિત નથી, તેની દરેક ભારતીય નાગરિક પર થઇ રહી છે. ડોલર સામે રૂપિયો કેમ સતત ઘટી રહ્યો છે? તેની ભારતના અર્થતંત્ર અને સામાન્ય વ્યક્તિ પર કેવી અસર થશે? ચાલો જાણીયે

Dollar VS Rupee Record Low : રૂપિયો રેકોર્ડ લો, 1 ડોલરનો ભાવ 90 રૂપિયા પાર

બુધવારે ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટી 89.97 ખુલ્યો હતો. કરન્સી માર્કેટમાં કામકાજની શરૂઆતમા જ ડોલર સામે રૂપિયો 27 પૈસા 90.14 બોલાયો હતો, જે રેકોર્ડ નીચી સપાટી છે. ઇતિહાસમાં પહેલીવાર ડોલર સામે રૂપિયો 90 નીચે ગયો છે. મંગળવારે ડોલર સામે રૂપિયો 89.87 બંધ થયો હતો. સોમવારથી સતત યુએસ કરન્સી સામે ભારતીય રૂપિયો ઓલટાઇમ લો થઇ રહ્યો છે.

Rupee Fall Reasons : ડોલર સામે રૂપિયો ઘટવાના કારણ

અમેરિકા ભારત વેપાર સોદામાં વિલંબ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સોદો હજી સુધી થઇ શક્યો નથી. જેના કારણે રૂપિયાના મૂલ્ય પર દબાણ આવ્યું છે.

FIPની ભારતીય શેરબજારમાં વેચવાલી

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો (FPI) તેમનું રોકાણ સતત પાછું ખેંચી રહ્યા છે. FPI એ નવેમ્બરમાં ભારતીય બજારમાં 3765 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. તો ઓક્ટોબરમાં 14,610 કરોડ, સપ્ટેમ્બરમાં 23885 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 34990 કરોડ રૂપિયા અને જુલાઇમાં 17700 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. FPI એ વર્ષ 2025માં અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી 1.43 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયા પર દબાણ આવ્યું છે.

ઉંચી વેપાર ખાધ

ભારતની નિકાસમાં ધીમી વૃદ્ધિ સામે આયાતમાં ઝડપી વધારો થયો છે. જેના કારણે ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે. એપ્રિલ થી ઓક્ટોબર 2025 દરમિયાન ભારતની વેપાર ખાધ વધીને 451.08 અબજ ડોલર થઇ છે, જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 424.06 અબજ ડોલર હતી.

Rupee Fall Impact : ડોલર સામે રૂપિયામાં ઘટાડાની અસર

  • ક્રૂડ ઓઇલનો આયાત ખર્ચ વધવાથી પેટ્રોલ ડીઝલ મોંઘું થશે
  • સોના ચાંદીનો આયાત ખર્ચ વધશે, જેની અસરે બંને કિંમતી ધાતુના ભાવ વધશે
  • વિદેશ અભ્યાસ માટે વધારે ખર્ચ કરવો પડશે
  • વિદેશ પ્રવાસ મોંઘો થશે
  • વિદેશથી માલસામાનની આયાત કરવા વધારે ખર્ચ થશે
  • વિદેશી રોકાણકારોની વેચવાલીથી શેરબજાર ઘટશે
  • આયાતી ચીજવસ્તુઓ મોંઘી થશે, પરિણામ દેશમાં ફુગાવાનો દર વધી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ