/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Rupee-Down-Against-Dollar.jpg)
Rupee Down Against Dollar : ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગયો છે. (Photo: Freepik)
Rupee Record Low Against Dollar Today News In Gujarati : ડોલર સામે રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 91 નીચે રેકોર્ડ તળિયે ગયો છે. 16 ડિસેમ્બર, 2026 મંગળવારે કરન્સી એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર ઘટીને 91 લેવલ નીચે ગયો છે, જે ઐતિહાસિક નીચી સપાટી છે. ડોલર સામે રૂપિયો 91 નીચે જતા હાહાકાર મચ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો 90.78 બંધ થયો હતો. આ દરમિયાન મુખ્ય 6 કરન્સી બાસ્કેટ સામે યુએસ ડોલર ઇન્ડેક્સ 0.03 ટકા ઘટી 98.27 થયો હતો.
ડોલર સામે રૂપિયા ઘટવાના કારણ
- અમેરિકા ભારત વચ્ચે વેપાર સોદામાં વિલંબ
- ભારતીય શેરબજાર માંથી FIIની વેચવાલી
- ભારત પર અમેરિકાની ઉંચી ટેરિફ
- આયાતકારો તરફથી ડોલરની જંગી કરીદી
ડોલર VS રૂપિયો ઐતિહાસિક તળિયે : સરકાર માટે મોટી સમસ્યા
ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સરકાર માટે મોટી સમસ્યા ઉભી થવાની છે. ક્રૂડ ઓઇલનો આયાત ખર્ચ વધશે, જેના લીધે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલ સહિત વિવિધ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધશે. સોનું, ચાંદી, ખાદ્ય પેદાશો સહિત વિદેશમાંથી આયાત કરવામાં આવતી ચીજોનો પડતર ખર્ચ વધશે, પરિણામ મોંઘવારી વધી શકે છે. સરકાર માટે વિદેશી લોનની ચૂકવણી ડોલરમાં ચૂકવણી મુશ્કેલ બનશે.
ડોલર VS રૂપિયો રેકોર્ડ તળિયે : સામાન્ય વ્યક્તિ પર અસર
- પેટ્રોલ ડીઝલની કિંમત વધશે
- વિદેશ અભ્યાસ માટે વધારે ખર્ચ કરવો પડશે
- વિદેશ પ્રવાસ મોંઘો થશે
- આયાતી ચીજ વસ્તુઓ ખરીદવી મોંઘી થશે
- સોના ચાંદીની કિંમત વધશે
ડોલર VS રૂપિયો ઓલટાઇમ લો : શેરબજાર અને ઉદ્યોગો પર અસર
- FIIની વેચવાલીથી ભારતીય શેરબજાર ઘટશે
- રૂપિયામાં નબળાઇથી શેર પર રિટર્ન ઘટશે
- ફાર્મા, એન્જિનિયરિંગ, મેટલ સેક્ટર માટે કાચા માલની આયાત મોંઘી થશે
- આઈટી કંપનીઓને ફાયદો થશે
- કંપનીઓ માટે વિદેશમાંથી ધિરાણ મેળવવું મુશ્કેલ બનશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us