તાવ મટાડવા વપરાતી દવા ‘ડોલો’નું નામ તો તમે સાંભળ્યું જ હશે! આ દવા કોરોના મહામારી વખતે એટલી પ્રખ્યાત થઈ કે તે ઘરે-ઘરે પહોંચી ગઇ હતી. ડોલો 650 દવા બનાવનારી કંપનીનું નામ માઇક્રો લેબ્સ છે અને આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દિલીપ સુરાના છે અને હાલ સમાચારમાં ચમક્યા છે. તેમણે તાજેતરમાં જ બેંગ્લોરમાં 66 કરોડ રૂપિયાનો લુઈસ બંગલો ખરીદ્યો છે, જે શહેરના સૌથી લક્ઝુરીયસ બંગલાઓ પૈકીનો એક છે.
3.36 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી
દિલીપ સુરાણાનો બંગલો 12043 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે અને તેનો બિલ્ટ-અપ એરિયા 8373 સ્ક્વેર ફૂટ છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર સુરાનાએ આ બંગલો જી રાજેન્દ્ર કુમાર, મનુ ગૌતમ અને સાધના પાસેથી ખરીદ્યો છે. આ બંગલા માટે તેમણે સરકારને 3.36 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી.

20 વર્ષ ભાડાના મકાનમાં વિતાવ્યા
ઘણા ઓછા લોકો જાણે છે કે દિલીપ સુરાનાનો પરિવાર થોડા સમય પહેલા બેંગ્લોરમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. 20 વર્ષ સુધી ભાડાના મકાનમાં વિતાવ્યા છે. સુરાનાના પિતાનું માનવું હતું કે ઘર કે અન્ય કોઈ પ્રોપર્ટીમાં પૈસા રોકવાને બદલે કંપનીમાં રોકાણ કરો અને પરિવારે તેવું જ કર્યું. દિલીપ સુરાનાની માઈક્રો લેબ્સ ડાયાબિટીસથી લઈને પેઈનકિલર સુધીની દવાઓ બનાવે છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર કંપનીની વાર્ષિક આવક 4000 કરોડ જેટલી છે.

એક વર્ષમાં 400 કરોડ રૂપિયાની ડોલો 650 ટેબ્લેટ વેચી
કોરોના મહામારી દરમિયાન માઇક્રો લેબ્સની ડોલો 650 ટેબ્લેટ એટલી બધી પ્રખ્યાત થઇ ગઇ કે તે ઘરે ઘરે પહોંચી ગઇ હતી. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, કંપનીએ વર્ષ 2020 દરમિયાન માત્ર ડોલોનું વેચાણ કરીને 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યાં કોરોના પહેલા માઇક્રો લેબ્સ ડોલોની સાડા સાત કરોડ સ્ટ્રીપ્સ વેચતી હતી, તેની સામે કોરોના મહામારી દરમિયાન આ દવાનો વપરાશ બમણો થઈ ગયો. તેની સીધી અસર કંપનીના આવક પર પણ જોવા મળી હતી. માર્ચ 2019 થી માર્ચ 2021 ની વચ્ચે કંપનીના નફામાં 244 ટકાનો વધારો થયો છે.

કેવી રીતે માઈક્રો લેબ્સની શરૂઆત થઈ?
ફાર્મા કંપની માઇક્રો લેબ્સની સ્થાપના દિલીપ સુરાનાના પિતા જી.સી. સુરાનાએ કરી હતી. તેઓ વર્ષ 1973માં રાજસ્થાનથી બેંગ્લોર નોકરીની શોધમાં આવ્યા હતા અને એકાઉન્ટન્ટ હતા. થોડોક સમય દિલ્હીની એક કંપની માટે ડિસ્ટ્રીબ્યૂટર તરીકે નોકરી કરી હતી. ત્યારબાદ 5 પ્રોડક્ટથી માઇક્રો લેબ્સની શરૂઆત કરી હતી. વર્ષ 1983માં કંપનીમાં દીલિપ સુરાનાની એન્ટ્રી થઇ અને આ કંપનીએ દેશના અલગ-અલગ શહેરોમાં ફેક્ટરી સ્થાપવાનો આરંભનો કર્યો.

1993માં તવાની દવા ‘ડોલો’ લોન્ચ કરી
માઇક્રો લેબ્સ (Micro labs) લગભગ એક ડઝન બીમારીઓની દવા બનાવે છે, જેમાં આંખથી લઇને સ્કીન, હાર્ટ, ડાયાબિટીશ, માનસિક બીમારીની દવાઓ સામેલ છે. પરંતુ કંપનીની સૌથી પ્રખ્યાત દવા છે ‘ડોલો’ છે. કંપનીએ વર્ષ 1993માં ‘ડોલો’ દવા લોન્ચ કરી હતી.

દિલીપ સુરાના પાસે કેટલી સંપત્તિ છે?
financealexpress.comની અનુસાર દિલીપ સુરાનાના પરિવારની કુલ સંપત્તિ 26,600 કરોડ રૂપિયા છે.
Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો