/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Donald-Trump-Crypto-Coin-TRUMP-Price.jpg)
Donald Trump Crypto Coin $TRUMP Price: ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ક્રિપ્ટો કોઇન $TRUMP લોન્ચ કરી છે. (Photo: @realDonaldTrump)
Donald Trump Crypto Coin $TRUMP Jump: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેવાની પહેલા ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં એન્ટ્રી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 18 જાન્યુઆરીના રોજ નવી મીમ કોઇન (Meme Coin) $TRUMP લોન્ચ કરી છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લઇ રહ્યા છે ત્યારે તેમની ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં $TRUMP કરન્સીનો ભાવ 73 ટકા વધીને 46.06 ડોલરે પહોંચી ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિપ્ટોકરન્સી $TRUMPમાં જબરદસ્ત ઉછાળો
ડોનાલ્ડ ટ્રમ્પની ક્રિપ્ટો કરન્સીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે 18 જાન્યુઆરીના રોજ $TRUMP કરન્સી લોન્ચ કરી હતી. લોન્ચ થયા બાદ તરત જ ક્રિપ્ટો કરન્સીમાં મોટો ઉછાળો આવ્યો. ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં $TRUMP કરન્સીનો ભાવ 73 ટકા વધીને 46.06 ડોલરે પહોંચી ગયો છે. આ સાથે $TRUMPની માર્કેટ વેલ્યૂ 9.2 અબજ ડોલરે પહોંચ ગઇ છે.CoinMarketcap મુંજબ છેલ્લા 24 કલાકમાં ટ્રેડિંગ વોલ્યૂમ 42.2 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.
My NEW Official Trump Meme is HERE! It’s time to celebrate everything we stand for: WINNING! Join my very special Trump Community. GET YOUR $TRUMP NOW. Go to https://t.co/GX3ZxT5xyq — Have Fun! pic.twitter.com/flIKYyfBrC
— Donald J. Trump (@realDonaldTrump) January 18, 2025
$TRUMP ક્રિપ્ટો કરન્સી કોઇન સોલાના નેટવર્ક પર લોન્ચ થઇ છે અને તેની કુલ સપ્લાય 1 અજબ ટોકન સુધી મર્યાદિત રાખી છે. પ્રથમ તબક્કામાં 20 કરોડ ટોકન ઉપલબ્ધ થશે અને બાકીના ટોકન આગામી 3 વર્ષમાં જારી કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ મીમ કોઇનને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટુથ સોશયલ અને X પર રજૂ કર્યો છે અને તેને પોતાનું ઓફિશિયલ મીમ જણાવ્યું છે. તેમણે તેમના સમર્થકોને આ ટોકન ખરીવા આગ્રહ કર્યો છે.
$TRUMP કરન્સી ભારતમાં ખરીદી શકાશે?
ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ કરન્સી હોય છે, તેનું ભૌતિક અસ્તિત્વ હોતું નથી. આથી દુનિયામાં ગમે તે વ્યક્તિ ગમે ત્યાંથી ક્રિપ્ટો કરન્સી ખરીદી શકે છે અને વેચી શકે છે. અલબત્ત અમુક દેશોમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ભારતમા ક્રિપ્ટો કરન્સી માન્ય છે, કારણ કે 2020માં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં રિઝર્વ બેંક દ્વારા અગાઉ મૂકવામાં આવેલા પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા હતા.
ભારતમાં $TRUMP કરન્સી આ રીતે ખરીદી શકાય
મૂનશોટ માર્કેટપ્લેસ દ્વારા - ડોનાલ્ડ ટ્રમ્પે મૂનશોટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, જે એક મીમ કોઇન માર્કેટપ્લેસ છે, જે એપલ પે, ગુગલ પે, ડેબિટ/ ક્રેડિટ કાર્ડ, વેનમો અને સોલાના/ યુએસડીસી જેવા પેમેન્ટને સ્વીકારે છે. યુઝર્સે માત્ર પોતાના ઇમેલ એડ્રેસ સાથે સાઇન અપ કરવાનું હશે.
સોલાના બ્લોકચેનને સમર્થન આપતા બિનાન્સ, કોઇનમાર્કેટકેપ અને DEX નો ઉપયોગ ટ્રમ્પ કોઇન ખરીદવા માટે કરી શકાય છે. મીમ કોઇન અન્ય કોઇ બ્રોકર કે એક્સચેન્જ મારફતે પણ ખરીદી શકાય છે, જે તેને સપોર્ટ કરતા હોય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us