Trump Tariffs On Pharma : ડોનાલ્ડ ટ્રમ્પે દવા સહિત આ ચીજો પર 100 ટકા ટેરિફ લાદયો, 1 ઓક્ટોબરથી લાગુ, જુઓ સંપૂર્ણ યાદી

Trump Tariffs On Pharma Imoprts : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દવા સહિત વિવિધ તબીબી ઉપકરણો પર 100 ટકા સુધી તોતિંગ ટેરિફ 1 ઓક્ટોબર, 2025થી વસૂલવાની ઘોષણા કરી છે. દવાઓ પર ટ્રમ્પ ટેરિફથી ભારતની ફાર્મા કંપનીઓને ગંભીર અસર થશે.

Written by Ajay Saroya
September 26, 2025 10:58 IST
Trump Tariffs On Pharma : ડોનાલ્ડ ટ્રમ્પે દવા સહિત આ ચીજો પર 100 ટકા ટેરિફ લાદયો, 1 ઓક્ટોબરથી લાગુ, જુઓ સંપૂર્ણ યાદી
Trump Tariffs News : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આવતી ચીજો પર ટેરિફ લાદી છે. (Photo: Freepik)

Trump Tariffs On Pharma Imoprts : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે નવા ટેરિફની જાહેરાત કરીને ફાર્મા ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે. તેમણે માત્ર દવાઓ જ નહીં પરંતુ હેવી ડ્યુટી ટ્રક, કિચન કેબિનેટ અને ફર્નિચર પર પણ ભારે ટેક્સ લાદવાની ઘોષણા કરી છે. આ નવા દંડાત્મક ટેરિફ (punishing tariffs) 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે, જે અમેરિકન મેન્યુફેક્ચરિંગ પર બમણું કરવા માટે ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ લાગુ થશે.

MAGA નેતાએ ગુરુવારે ( અમેરિકના સમય મુજબ)ના ઘટસ્ફોટના એક દિવસ બાદ આ ઘોષણા થઇ છે, જ્યારે અમેરિકાના વાણિજ્ય વિભાગે આયાતને સમજવા માટે રોબોટિક્સ, તબીબી ઉપકરણો અને ઔદ્યોગિક મશીનરી પર રાષ્ટ્રીય સુરક્ષા તપાસની શ્રેણીની જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડઝનેક ચાલી રહેલી તપાસ બાદ નવી તપાસ શરૂ કરવામાં આવી છે. અને આનાથી અનિવાર્યપણે બીજા સંભવિત ટેરિફ લદાવાનો ભય ઉભો થયો છે. જો કે, બુધવારની જાહેરાત સાથે સંકળાયેલા આયાત કર અંગેના અંતિમ નિર્ણય વિશે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.

નવા ટેરિફ પર ટ્રમ્પની જાહેરાત

હવે જ્યારે ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર દંડાત્મક ટેરિફનો વધુ એક તબક્કો લાગુ કર્યો છે, ત્યારે જાણો ક્યા માલ સામાન પર કેટલો ટેરિફ વસૂલવામાં આવે છે:

  • બ્રાન્ડેડ અથવા પેટન્ટ ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ
  • કિચન કેબિનેટ્સ અને બાથરૂમ વેનિટીઝ પર 50% ટેરિફ
  • ગાદી વાળા ફર્નિચર પર 30% ટેરિફ
  • હેવી-ડ્યુટી ટ્રક પર 25% ટેરિફ

અપેક્ષા મુજબ, 79 વર્ષીય ટ્રમ્પે તેમના ટેરિફ શાસનમાં આ નવા ઉમેરાનું કારણ સમજાવ્યું છે કે આ ઉત્પાદનો અન્ય દેશો દ્વારા યુએસમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

નવા હેવી-ડ્યુટી ટ્રક ટેરિફની વાત કરીએ તો, ટ્રમ્પે કહ્યું હતું કે તેનો હેતુ ઉત્પાદકોને “અન્ય દેશોની અનૈતિક સ્પર્ધા” થી બચાવવાનો છે. આ સાથે જ PCAR.O, Peterbilt અને DTGGe.DE Freightliner જેવી કંપનીઓને ફાયદો કરાવવાનો છે.

આ માલસામાન હાલ ટેરિફ મુક્ત રહેશે

ફાર્મા વિશે વાત કરતા ટ્રમ્પે Truth Social પર લખ્યું, “જ્યાં સુધી કોઈ કંપની અમેરિકામાં પોતાનો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં ત્યાં સુધી અમે કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર 100% ટેરિફ લાદીશું.” તેમણે એમ પણ કહ્યું હતું કે જે પ્રોજેક્ટ્સ પહેલાથી નિર્માણાધીન છે તેમને આવા ચાર્જ માંથી મુક્તિ આપવામાં આવશે એટલે કે “જો બાંધકામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે, તો આ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર કોઈ ટેરિફ લાગશે નહીં”. ”

ટ્રમ્પની ઘોષણાઓ હોવા છતાં, વાણિજ્ય વિભાગનો આ મામલે અલગ મત હતો. ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે અધિકારીઓએ આ નવા ટ્રક ટેરિફ લાદવા સામે પહેલેથી જ સલાહ આપી હતી, જે આવતા અઠવાડિયે અમલમાં આવશે કારણ કે મેક્સિકો, જાપાન, કેનેડા, ફિનલેન્ડ અને જર્મની (ટોચના -5 આયાત કરનારા દેશો) યુનાઇટેડ સ્ટેટ્સના સાથી અથવા નજીકના ભાગીદારો છે જે યુએસની રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ખતરો નથી.

ઇન્સ્યુલિન પંપ, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેનર્સ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એમઆરઆઈ) મશીનો, પેસમેકર, હાર્ટ વાલ્વ, હિયરિંગ એઇડ્સ, બ્લડ ગ્લુકોઝ મોનિટર્સ, કોરોનરી સ્ટેન્ટ્સ અને ઓર્થોપેડિક સાધનો જેવી સર્જિકલ જરૂરિયાતો પણ આખરે ટેરિફ હેઠળ આવી શકે છે.

આયાતી સર્જિકલ ફેસ માસ્ક, ઇન્ફ્યુઝન પંપ અને સિરીંજ, એન 95 રેસ્પિરેટર્સ, ગ્લોવ્સ, ગાઉન, આઇવી બેગ, સીવણ, વ્હીલચેર, હોસ્પિટલ બેડ, ગેજ અથવા બેન્ડેજ અને ક્રચ પર પણ આગામી સમયમાં ટેક્સ લાદવામાં આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ