ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું – ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી, અમેરિકામાં પ્રોડક્શન વધારો

Donald Trump to Apple CEO Tim Cook : ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કુકને કહ્યું કે અમે ચીનમાં તમારા દ્વારા બનાવેલા બધા પ્લાન્ટને વર્ષો સુધી સહન કર્યા, હવે તમારે અમેરિકામાં ઉત્પાદન કરવું પડશે. અમને ભારતમાં તમારા ઉત્પાદનમાં કોઇ રસ નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે

Written by Ashish Goyal
Updated : May 15, 2025 16:18 IST
ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું – ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી, અમેરિકામાં પ્રોડક્શન વધારો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એપલના સીઇઓ ટીમ કુક (તસવીર - સોશિયલ મીડિયા)

Donald Trump to Apple CEO Tim Cook : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ચીન વચ્ચે 90 દિવસના ટેરિફ સસ્પેન્શન બાદ તરત જ એપલના સીઈઓ ટીમ કુક સાથે વાત કરી હતી. એપલની ભારતમાં મેન્યુફેક્ચરિંગની યોજના પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે ભારતમાં પ્લાન્ટ બનાવવાની જરૂર નથી, તેઓ પોતાનું ધ્યાન રાખી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે તમે જાણો છો કે મને ગઈકાલે ટીમ કુક સાથે મને થોડી પરેશાની હતી, મેં તેમને કહ્યું કે ટીમ તમે મારા મિત્ર છો, મેં તમારી સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો છે, તમે 500 અબજ ડોલર લઇને આવી રહ્યા છો, પરંતુ હવે તમે આખા ભારતમાં ઉત્પાદન કરી રહ્યા છો, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો.

અમને ભારતમાં તમારા ઉત્પાદનમાં કોઇ રસ નથી – ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું કે ટીમ અમે તમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તન કર્યું છે, અમે ચીનમાં તમારા દ્વારા બનાવેલા બધા પ્લાન્ટને વર્ષો સુધી સહન કર્યા, હવે તમારે અમેરિકામાં ઉત્પાદન કરવું પડશે. અમને ભારતમાં તમારા ઉત્પાદનમાં કોઇ રસ નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે, તેઓ ખૂબ જ સારું કરી રહ્યા છે.

આ પણ વાંચો – ભારતના વિરોધ બાદ અમેરિકા પાછળ હટી ગયું અને કહ્યું કે બંને દેશોએ સીધી વાત કરવી જોઈએ

ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે – ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાં વેચાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને તેઓએ અમને એક સમજુતી ઓફર કરી છે જ્યાં મૂળભૂત રીતે તેઓ અમારી પાસેથી કોઇપણ શૂલ્ક નહીં લેવા તૈયાર છે. ભારત અમેરિકાનું નજીકનું ભાગીદાર છે અને તે (QUAD-Quadrilateral Security Dialogue)QUAD નો ભાગ છે. ક્વાડ ચાર દેશોનું ગ્રુપ છે જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે. આ જૂથ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ટ્રમ્પે પશ્ચિમ એશિયાની મુલાકાત દરમિયાન કતારની રાજધાની દોહામાં આયોજિત બિઝનેસ રાઉન્ડટેબલમાં આ વાત કહી હતી. આ પહેલા તેમણે એપલની ત્યાં પોતાના આઇફોન માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર ચર્ચા કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ