Guatam Adani: ગૌતમ અદાણીને પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા મળી રાહત, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો આદેશ

Donald Trump US bribery Law will Relief to Gautam Adani: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ અમેરિકન નાગરિકોને રાહત આપવા માટે છે, પરંતુ તે અમેરિકાની કોર્ટમાં લાંચના આરોપોનો સામનો કરી રહેલા ગૌતમ અદાણી સહિત અદાણી ગ્રૂપના મુખ્ય અધિકારીઓ માટે પણ આશાસ્પદ છે.

Written by Ajay Saroya
February 12, 2025 09:46 IST
Guatam Adani: ગૌતમ અદાણીને પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા મળી રાહત, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો આદેશ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચના ગંભીર આરોપ લાગ્યા છે. (તસવીર: Indian Express)

Donald Trump US bribery Law will Relief to Gautam Adani: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદભાર સંભાળ્યા બાદથી જ નવા નવા આદેશ આપી રહ્યા છે. તેમણે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં અમેરિકાના ન્યાય વિભાગે વિદેશી વેપાર મેળવવા માટે વિદેશી સરકારના અધિકારીઓને લાંચ આપવાના આરોપી અમેરિકનો સામે કેસ ચલાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, પીએમ નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે તેની પહેલા જ અદાણી માટે રાહતના સમાચાર આવ્યા છે.

આ આદેશ અમેરિકન નાગરિકોને રાહત આપવા માટે છે, ત્યારે હાલમાં અમેરિકાની કોર્ટમાં લાંચના આરોપોનો સામનો કરી રહેલા અદાણી ગ્રૂપના મુખ્ય અધિકારીઓ માટે પણ આ એક રાહતની વાત હશે.

આ ઘટનાક્રમથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડરથી એઝ્યુર પાવર (Azure Power) ને રાહત મળશે, જેણે સોલાર પ્રોજેક્ટ માટે અદાણી ગ્રૂપની કંપની સાથે સોદો કર્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા કાયદા ન બનાવે ત્યાં સુધી આ કેસ હેઠળની કાર્યવાહી સ્થગિત રહેશે, તેથી ગૌતમ અદાણીને થોડી રાહત મળશે.

અદાણી એન્ટરપ્રાઇઝના શેર ભાવ પર અસર

જો કે એઝ્યુર પાવર અને અદાણી ગ્રૂપે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી, અદાણી એન્ટરપ્રાઇઝના શેરના ભાવ પર મંગળવારે સકારાત્મક અસર જોવા મળી હતી.

નવી ગાઇડલાઇન ટુંક સમયમાં જાહેર થશે

આ આદેશમાં અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીને 1977ના ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ તપાસ રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જ્યાં સુધી તેઓ સંશોધિત ગાઇડલાઇન જારી ન કરે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યની FCPA તપાસ અને અમલીકરણ ક્રિયાઓ આ નવી માર્ગદર્શિકા દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તેને એટર્ની જનરલ દ્વારા મંજૂરી આપવી જોઈએ.

વ્હાઇટ હાઉસનો દાવો છે કે એફસીપીએ યુએસ કંપનીઓને વિદેશી સ્પર્ધકોની તુલનામાં ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધકોમાં સામાન્ય પ્રથાઓ અપનાવી શકતા નથી, જે અસમાન સ્પર્ધાનું વાતાવરણ બનાવે છે. 2024 માં, ન્યાય વિભાગ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશને 26 એફસીપીએ સંબંધિત અમલીકરણ કાર્યવાહી દાખલ કરી હતી, જેમાં વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછી 31 કંપનીઓ તપાસ હેઠળ હતી.

અદાણી ગ્રૂપ પર સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે લાંચ આપવાનો આરોપ

ન્યૂયોર્કમાં અમેરિકાના વકીલે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને કથિત રીતે 2,029 કરોડ રૂપિયા (26.5 કરોડ ડોલર)ની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. 21 નવેમ્બર, 2024ના રોજ દાખલ કરવામાં આવેલા આરોપનામામાં 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપવાનો, રોકાણકારો અને બેંકો સાથે જૂઠું બોલવાનો અને ન્યાયમાં અવરોધ ઊભો કરવાની યોજના બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગૌતમ અદાણી ઉપરાંત અન્ય છ પ્રતિવાદીઓના નામ વિનિત જૈન, રણજીત ગુપ્તા, રૂપેશ અગ્રવાલ, સિરિલ કેબિન્સ, સૌરભ અગ્રવાલ અને દીપક મલ્હોત્રાનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, તેની ભારત પર શું અસર થશે તે જાણવા માટે અહીં ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ