ભારતમાં બજેટ ફ્રેન્ડલી Dreame રોબોટ વેક્યુમ ક્લીનર લોન્ચ, ઘરમાં ઝાડું અને પોતુ લગાવશે, જાણો કિંમત અને ફિચર્સ

Robot Vacuume Cleaner : આ રોબોટ ખાસ કરીને ભારતીય ઘરો માટે બનાવવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ઘરને ખૂબ જ સારી રીતે સાફ કરી શકે છે, જેના માટે તેમાં પારવફુલ સક્શન, સ્માર્ટ મેપિંગ અને મોપિંગની સુવિધા છે

Robot Vacuume Cleaner : આ રોબોટ ખાસ કરીને ભારતીય ઘરો માટે બનાવવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ઘરને ખૂબ જ સારી રીતે સાફ કરી શકે છે, જેના માટે તેમાં પારવફુલ સક્શન, સ્માર્ટ મેપિંગ અને મોપિંગની સુવિધા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Dreame F10 Robot Vacuum, Robot Vacuum

Dreame Technology એ ભારતમાં એક નવું રોબોટ વેક્યુમ ક્લીનર લોન્ચ કર્યું (Image: Dreame)

Robot Vacuume Cleaner : Dreame Technology એ ભારતમાં એક નવું રોબોટ વેક્યુમ ક્લીનર લોન્ચ કર્યું છે, જેનું નામ Dreame F10 છે. આ રોબોટ ખાસ કરીને ભારતીય ઘરો માટે બનાવવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે ઘરને ખૂબ જ સારી રીતે સાફ કરી શકે છે, જેના માટે તેમાં પારવફુલ સક્શન, સ્માર્ટ મેપિંગ અને મોપિંગની સુવિધા છે. તેમાં ઇન્ટેલિજન્ટ નેવિગેશન ફીચર પણ આપવામાં આવ્યું છે.

Advertisment

ડ્રીમ F10 ની કિંમત 21,999 રૂપિયા છે અને તે એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ થશે. એમેઝોન પ્રાઇમ ડે ઓફર હેઠળ, તેને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે, જેની કિંમત 19,999 રૂપિયા હશે. એમેઝોન પ્રાઇમ ડે સેલ 12 થી 14 જુલાઈ 2025 સુધી ચાલશે.

ડ્રીમ F10 રોબોટ વેક્યુમ ક્લીનર ફિચર્સ

બ્રાન્ડે ડ્રીમ F10 રોબોટ વેક્યુમ ક્લીનર 2 ઇન 1 મોડમાં લોન્ચ કર્યું છે. તેમાં વેક્યુમ અને મોપની સુવિધા છે, જેને સરળ શબ્દોમાં સાવરણી અને પોતા તરીકે સમજી શકાય છે. આ ડિવાઇસ 570ml ડસ્ટબિન સાથે આવે છે, જે ધૂળ, વાળ વગેરે એકત્રિત કરે છે. તેની અંદર 235ml પાણીની ટાંકી પણ મળશે.

કંપનીની વોર્મેક્સ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ડ્રીમ F10 રોબોટ વેક્યુમ ક્લીનરની અંદર આપવામાં આવી છે અને તે 13,000Pa સક્શન સાથે આવે છે. તેમાં એક ઇન્ટેલિજન્ટ કાર્પેટ બૂસ્ટ ફંક્શન છે, જે કાર્પેટ અનુસાર તેના સક્શનને એડજસ્ટ કરે છે.

Advertisment

ડ્રીમ F10 ઘરમાં 20mm સુધી ચઢી શકે છે

ડ્રીમ F10 રોબોટ વેક્યુમ ક્લીન ઘરોમાં 20mm સુધી ક્લાઇંબિંગ કરી શકે છે. સામાન્ય રીતે લિવિંગ રૂમ અને બાલ્કનીના ફ્લોરિંગમાં થોડો તફાવત હોય છે, જેના કારણે ઘણા રોબોટ વેક્યુમ ક્લીનર્સ તેના પર ચઢી શકતા નથી, પરંતુ ડ્રીમ F10 સાથે આ સમસ્યા રહેશે નહીં.

આ પણ વાંચો - ટાટાએ આપી ખુશખબરી, આ 2 ઇલેક્ટ્રિક કાર પર હવે લાઇફટાઇમ બેટરી વોરંટી મળશે

ડ્રીમ F10 સાથે સ્માર્ટ પાથફાઇન્ડર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરની સફાઈ માટે વધુ સારી મેપિંગ કરે છે. તે અવરોધો અને સીડીઓ પર પડવાથી પણ પોતાને બચાવે છે. તમે કસ્ટમાઇઝ્ડ સફાઈ માટે તમારું પોતાનું વ્યક્તિગત મેપિંગ કરી શકો છો. આની અંદર તમને મલ્ટી-ફ્લોર મેપિંગ, નો-મોબ ઝોન અને વર્ચ્યુઅલ બાઉન્ડ્રીઝ સુવિધા મળે છે. તે એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને Siri ના સપોર્ટ સાથે આવે છે.

ડ્રીમ F10 બેટરી

રોબોટ વેક્યુમ ક્લીનરની અંદર 5200mAh બેટરી આપવામાં આવી છે. જે એક જ ચાર્જમાં 300 મિનિટ સુધી સફાઈ સમય પૂરો પાડે છે. બેટરી ઓછી થવા પર આ રોબોટ વેક્યુમ આપમેળે ડોક પર પાછો ફરે છે.

પિક એન્ડ ડ્રોપની સર્વિસ

ડ્રીમ F10 ની આફ્ટર સેલ્સ સર્વિસની વાત કરીએ તો કંપનીએ 1 વર્ષની વોરંટી જાહેર કરી છે. આ સાથે ગ્રાહક હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીએ 165 શહેરોમાં સર્વિસિંગ અને રિપેરિંગ માટે પિક એન્ડ ડ્રોપ સેવા પ્રદાન કરી છે. જ્યાં પ્રોડક્ટ ખરાબ હોવાની સ્થિતિમાં કંપનીનો કર્મચારી ગ્રાહકના ઘરે પહોંચીને પ્રોડક્ટ કલેક્ટ કરશે. પછી પ્રોડક્ટ ઠીક થયા પછી કંપનીનો કર્મચારી તેને ઘરે પરત કરશે.

ટેકનોલોજી બિઝનેસ