/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Drink-Drive-Case.jpg)
Drink Drive Case: ભારતમાં દારુ પી વાહન ચાલવવા પર પ્રતિબંધ છે અને સજા પાત્ર ગુનો છે. પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)
How Much Alcohol Is Legally Permitted While Driving: ગુજરતમાં દારુ પર પ્રતિબંધ છે. ઉપરાંત સમગ્ર ભારતભરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ એટલે કે દારુ પી વાહન ચાલવવા પર પ્રતિબંધ છે અને આમ કરવું ગુનો છે. તેમ છતા ઘણા લોકો દારુ પી વાહન ચલાવે છે જેના કારણે એક્સિડેન્ટ થયા છે. આવી સ્થિતિમાં જો વાહન ચલાવતી વખતે તમારા લોહીમાં ચોક્કસ માત્રામાં આલ્કોહોલ મળી આવે તો શું તમે કાયદાથી બચી શકો છો? શું ખરેખર એવો કોઈ કાયદો છે કે જે વાહન ચલાવતી વખતે તમારા લોહીમાં ચોક્કસ માત્રામાં આલ્કોહોલની મંજૂરી આપે? દારુ પી કાર ચલાવતી વખતે એક્સિડેન્ટ થાય તો ઈન્સ્યોરન્સ ક્લેમ પાસે થાય કે નહી? જાણો ચાણીયે વિગતવાર
ખાનગી વાહન ચાલકો માટે લીગલ BAC શું છે? What’s legal BAC for private vehicle drivers?
તમને સૌથી પહેલા જણાવી દઇયે કે, ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે. ચાલો આપણે સમજીએ કે ભારતમાં દારૂ પીને ગાડી ચલાવવા અંગે કાયદો શું કહે છે. ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્શ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર રમિત ગોયલના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાનગી વાહન ચાલકો માટે બીએસી એટલે કે બ્લડ આલ્કોહોલ કાઉન્ટ (BAC- blood alcohol content)ની લિમિટ 0.03 ટકા (100 એમએલ લોહીમાં 30 એમજી આલ્કોહોલ) નક્કી કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોમર્શિયલ વાહન ચાલકોની વાત આવે છે, ત્યારે BAC લિમિટ શૂન્ય છે, જેનો અર્થ એ છે કે તેમના શરીરમાં આલ્કોહોલનું કોઈ પણ પ્રમાણ મળવું ન જોઈએ. જો તમારી બીએસી લિમિટ પૂર્ણ કરે છે, તો તમે કાયદાની નજરમાં દારૂના પ્રભાવ હેઠળ ટેકનિકલ રીતે વાહન ચલાવતા હોવાનું માનવામાં આવતું નથી.
જો કે, જ્યારે મોટર વીમા પોલિસીની વાત આવે છે, ત્યારે ભારતની મોટાભાગની વીમા કંપનીઓ, પછી તે કોમ્પ્રિહેન્સિવ હોય કે થર્ડ પાર્ટી, સામાન્ય રીતે - પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ - (driving under the influence) કલમનો સમાવેશ કરે છે.
રમિત ગોયલ સરળ શબ્દોમાં સમજાવે છે કે, કાયદો તમને ચોક્કસ માત્રામાં આલ્કોહોલ લેવાની મંજૂરી આપે છે, પરંતુ વીમા કંપનીઓની એક કલમ છે જે અકસ્માત સમયે ડ્રાઇવર આલ્કોહોલ અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ હોવાનું જણાય તો કવરેજ આપતી નથી.
એટલે કે જો તમારા લોહીમાં બીએસી લિમિટમાં આલ્કોહોલ મળી આવે તો પણ વીમા કંપની તમારો એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ ક્લેમ ફગાવી શકે છે. આનું કારણ એ છે કે નિર્ધારિત મર્યાદામાં પણ, આલ્કોહોલ તમારી નિર્ણય લેવાની ક્ષમતા, પ્રતિક્રિયા સમયને અસર કરી શકે છે.
દારુ પી વાહન ચલાવવાનો દંડ
મોટર વ્હીકલ એક્ટ, 1988માં દારૂ કે ડ્રગ્સની અસર હેઠળ વાહન ચાલકોને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં દંડ, ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા અને ગંભીર અકસ્માતના કિસ્સામાં જેલનો સમાવેશ થઈ શકે છે.
ગોયલ ચેતવણી આપે છે કે, જો પોલીસને ખબર પડે કે તમે કાયદેસર લિમિટથી નીચે કે તેનાથી પણ ઓછા નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યા છો, તો તે તમારા વીમા દાવાને અસર કરી શકે છે. વીમા કંપનીઓ ઘણીવાર અકસ્માતનું કારણ દારૂ હતો કે કેમ તે નિર્ધારિત કરવા માટે ઘટના સ્થળના પોલીસ રિપોર્ટ અને પુરાવાઓની સમીક્ષા કરે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us