દુબઇ હાલ દુનિયાભરના અબજોપતિ અને ધનિક વ્યક્તિઓનું બીજું સરનામું બની રહ્યું છે. દુનિયાભરના ધનવાન લોકોમાં હાલ દુબઇમાં લક્ઝુરીયસ બંગલાઓ અને એપાર્ટમેન્ટ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે દુબઇના રિયલ એસ્ટેટમાં તાજેતરમાં થયેલી એક પ્રોપર્ટી ડીલે સૌને આશ્ચર્યમાં મૂક્યા છે. કારણે આ પ્રોપર્ટી ડીલ કોઇ લક્ઝ્યુરીયસ વીલ કે એપાર્ટમેન્ટના લે-વેચની નહીં પણ એક રણ મેદાનની છે અને હાલ આ સોદાએ ચારે બાજુ ચર્ચા જગાવી છે.
24,500 ચોરસ ફૂટનું રણ મેદાન રેક્રોડ બ્રેક કિંમતમાં વેચાયું
બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર દુબઇમાં થયેલી આ પ્રોપ્રટી ડીલ કોઇ લક્ઝરી પેન્ટહાઉસ કે ડિઝાઇનર એપાર્ટમેન્ટની નથી. આ ડીલ દુબઈના આવેલા એક કૃત્રિમ ટાપુની જ્યાં રેતીનું મેદાન રેકોર્ડ બ્રેક કિંમતમાં વેચાયું છે. આ રણ મેદાન 24500 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયું છે અને 19 એપ્રિલના રોજ 125 મિલિયન દિરહામ એટલે કે લગભગ 3.4 કરોડ ડોલરમાં વેચાયુ છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો આ રકમ 278 કરોડ રૂપિયા જેટલી થાય છે. આમ રણ મેદાનનો સોદો પ્રતિ ચોરસ ફૂટ 5100 દિરહામના ભાવે થયો છે, જે એક નવો રેકોર્ડ છે એવું નાઇટ ફ્રેન્કે જણાવ્યું છે. આ પ્રોપર્ટી ડીલે દુબઇના રિયલ્ટી માર્કેટમાં એક રેકોર્ડ બનાવ્યો હતો જે વિદેશી મૂડીપ્રવાહથી સતત વિકાસ પામી રહ્યું છે.
આ રણ મેદાન કોણ ખરીદયુ?
દુબઇનું આ રણ મેદાન કોણે ખરીદયુ છે તેના નામનો ખુલાસો કરાયો નથી. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર આ સંપત્તિ ખરીદનાર વ્યક્તિ સંયુક્ત આરબ અમીરાતનો રહેવાસી નથી. આ વ્યક્તિની અહીંયા ફેમિલી વેકેશન હોમ બનાવવાની યોજના બનાવી છે.
કોણે રણ મેદાન વેચ્યું?
દુબઇમાં રિયલ એસ્ટેટમાં નવો વિક્રમ બનાવનાર આ પ્રોપર્ટી ડીલની હાલ ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. આ રણ મેદાન 125 મિલિયન દિરહામ એટલે કે લગભગ 3.4 કરોડ ડોલરમાં વેચાયુ છે અને તે વેચનાર વ્યક્તિનું નામ વિક્રેતા ઉમર કામાની છે અને તે યુકેનો રહેવાસી છે, જે બ્રિટિશ ફેશન રિટેલર પ્રીટીલિટલ થિંગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તેમણે બે વર્ષ પહેલાં 36.5 મિલિયન દિરહામમાં આ પ્રોપર્ટી ખરીદી હતી, આમ આ સંપત્તિના વેચાણથી તેમને 8.85 કરોડ ડોલર એટલે કે 197 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.
ધનિકો શા માટે દુબઇમાં સંપત્તિ ખરીદી રહ્યા છે?
નોંધનીય છે કે, દુબઇમાં ટેક્સ અને ગુનાખોરી ઓછી છે, જેના કારણ દુનિયાભરના અબજોપતિ અને ધનવાન વ્યક્તિઓ ત્યાં મકાન-ફ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણસર દુબઇમાં મકાન-ફ્લેટની કિંમતે આકાશને આંબી રહી છે. ઉપરાંત ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી પણ દુબઇના પ્રોપર્ટી માર્કેટમાં કિંમત વધવા પાછળનું એક કારણ છે. દુબઇમાં રશિયન નાગિરકો પણ મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી રહ્યા છે.
Disclaimer :- આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો