Anil Ambani: અનિલ અંબાણીની કંપનીઓ પર ED ના દરોડા, 3000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 35 સ્થળો પર તપાસ

ED Raid On Annil Ambani's Reliance Group Companies: અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપની 50 જેટલી કંપનીઓના 35 સ્થળો પર ઇડીએ દરોડા પાડ્યા છે. જેમાં 3000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી અને મુંબઇના પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Written by Ajay Saroya
Updated : July 24, 2025 14:58 IST
Anil Ambani: અનિલ અંબાણીની કંપનીઓ પર ED ના દરોડા, 3000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 35 સ્થળો પર તપાસ
Anil Ambani : અનિલ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે. (File Photo)

ED Raid On Annil Ambani’s Reliance Group Companies: અનિલ અંબાણી ફરી મુસીબતમાં ફસાયા! એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અનિલ અંબાણીની કંપનીઓ પર દરોડા પાડી રહ્યું છે. અનિલ અંબાણી જૂથની કંપનીઓ સામે મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી અને મુંબઇના પરિસરમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

અનિલ અંબાણી ફરી મુસીબતમાં ફસાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અનિલ અંબાણીની કંપનીઓ પર દરોડા પાડ્યા છે. અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓ સામે મની લોન્ડરિંગના કેસમાં દિલ્હી અને મુંબઇના પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ED દ્વારા મની લોન્ડરિંગના કથિત ગુનાની તપાસ

સમાચાર એજન્સી એએનઆઈએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે, “સીબીઆઈ દ્વારા એફઆઈઆર નોંધાયા બાદ ઈડીએ રાગા કંપનીઓ (રિલાયન્સ અનિલ અંબાણી જૂથની કંપનીઓ) દ્વારા કથિત મની લોન્ડરિંગના ગુનાની તપાસ શરૂ કરી દીધી છે. અન્ય એજન્સીઓ અને સંસ્થાઓએ પણ ઇડી સાથે માહિતી શેર કરી છે. ઈડીની પ્રાથમિક તપાસમાં બેન્કો, શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે છેતરપિંડી કરીને જાહેર નાણાંની ઉચાપત કરવાની સુનિયોજિત અને ગણતરીપૂર્વકની યોજના બહાર આવી છે. યસ બેન્ક્સ લિમિટેડના પ્રમોટર સહિત બેન્ક અધિકારીઓને લાંચ આપવાના ગુનાની પણ તપાસ ચાલી રહી છે. ’

3000 કરોડની હેરાફેરીની આશંકા

સમાચાર એજન્સી એએનઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં યસ બેંક પાસેથી આશરે 3000 કરોડ રૂપિયાના કથિત ગેરકાયદેસર લોન ડાયવર્ઝન (2017 થી 2019) નો ખુલાસો થયો છે. ઇડીને જાણવા મળ્યું છે કે લોન મંજૂર થયા પહેલા જ યસ બેન્કના પ્રમોટર્સને કથિત રીતે તેમના ખાતામાં પૈસા મળી ગયા હતા.

ANI ના જણાવ્યા અનુસાર ઈડી લાંચ અને લોન ફાળવણીની તપાસ કરી રહી છે. ઇડીને રિલાયન્સ ગ્રૂપ કંપનીઓને યસ બેંક દ્વારા આપવામાં આવેલી લોન મંજૂરીઓમાં ગંભીર નિયમ ઉલ્લંઘન જોવા મળ્યું છે, કારણ કે ક્રેડિટ એપ્રુવલ મેમોરાન્ડા (સીએએમ) પાછલી તારીખનું હતું, આ રોકાણની દરખાસ્ત કોઈ પણ યોગ્ય ક્રેડિટ વિશ્લેષણ વિના કરવામાં આવી હતી, જે બેંકની ધિરાણ નીતિનું ઉલ્લંઘન છે.

ઘણા સ્થળો પર EDના દરોડા

મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની કલમ 17 હેઠળ આજે ઇડી દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં 35 થી વધુ પરિસર, 50 કંપનીઓ અને 25 થી વધુ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ