એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું કે, તેણે ચાઇનીઝ મોબાઇલ કંપની Xiaomi (શાયામી), તેના બે સિનિયર અધિકારીઓ – ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને ડિરેક્ટર સમીર રાવ, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર મનુ જૈન અને ત્રણ વિદેશી બેંકોને રૂ. 5,551 કરોડથી વધુના કથિત વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
કઇ 3 વિદેશી બેંકોને નોટિસ ફટકારાઇ
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિર્ણાયક સત્તાધિકારીએ Xiaomi ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બે એક્ઝિક્યુટિવ્સ, CITI બેંક, HSBC બેંક અને ડોઇશ બેંક એજીને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.
5551 કરોડની કથિત હેરાફેરીની આશંકા
કેન્દ્રીય તપાસ એજન્સીએ વિદેશમાં રોયલ્ટીની આડમાં આ રકમને “અનધિકૃત” રેમિટન્સ માટે તેના બેંક ખાતાઓમાં પડેલા Xiaomi ટેક્નોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના રૂ. 5,551.27 કરોડનું ભંડોળ FEMA હેઠળ જપ્ત કર્યુ હતા. “FEMA એક્ટની કલમ 37A હેઠળ નિયુક્ત સક્ષમ અધિકારીએ જપ્તીના આદેશની પુષ્ટિ કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીના મતાનુસાર 5551.27 કરોડ રૂપિયા જેટલા વિદેશી હૂંડિયામણને શાયોમી ઇન્ડિયા મારફતે અનધિકૃત રીતે ભારતમાંથી વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ફેમા એક્ટરની કલમ-37એની જોગવાઇ હેઠળ તેને જપ્ત કરી શકાય છે.
ED દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ FEMA હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવે છે અને એકવાર તે સાબિત થઇ ગયા બાદ ેઆરોપીએ દંડ ચૂકવવો જરૂરી છે.