Education Loan repayment tips : એજ્યુકેશન લોન કોઇ પણ વિદ્યાર્થી માટે મનગમતી સારી કોલેજ કે યુનિવર્સિટીમાં હાઇ એજ્યુકેશન મેળવવા અને તમારા નાણાકીય ધ્યેયો પૂરા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ ઘણી વખત લાંબી નાણાકીય જવાબદારીઓને કારણે એજ્યુકેશન લોન લેવામાં અચકાય છે. ભલે એજ્યુકેશન લોન મોટું નાણાકીય બોજ હોઈ શકે, પણ યોગ્ય સ્ટ્રેટેજી અને પ્રતિબદ્ધતા સાથે તેની ઝડપી ચૂકવણી કરી શકાય છે. તો ચાલો જાણીયે એજ્યુકેશન લોની ઝડપી ચૂકણી કરવાની ટીપ્સ
રિપેમેન્ટની યોજના બનાવો
તમારા દ્વારા લેવામાં આવેલી એજ્યુકેશન લોનના નિયમો અને શરતોને સમજો અને તેની ચૂકવણી કરવાની યોજના શરૂ કરો. પેમેન્ટની યોજના શરૂ કરવાની પહેલા ધ્યાનમાં રાખો કે તમારા નાણાંકીય લક્ષ્યાંકો, માસિક હપ્તાઓ આવેગમાં આવીને નક્કી કરવામાં નહી. તમે સૌથી પહેલા તમારા માસિક ખર્ચાઓ બાદ કરો અને ત્યારબાદ તે પૈસા બચે તેમાથી બેંકને લોનની ચુકવણી કરો.
વધારાની ચૂકવણી કરો
તમારી શૈક્ષણિક લોનની ચુકવણી માટે દર મહિને વધારાના ભંડોળની ફાળવણી કરો. નાની વધારાની ચૂકવણી પણ તમારી મૂળ રકમ ઘટાડી શકે છે અને તમારા પર વ્યાજનો બોજ ઘટાડી શકે છે. આ ઉપાય તમને શક્ય તેટલી વહેલી તકે દેવા મુક્ત થવામાં મદદ કરશે.
ઉંચા વ્યાજદર વાળી લોનની વહેલી ચૂકવણી કરો
જો તમારી પાસે એક કરતાં વધુ એજ્યુકેશન લોન છે, તો પહેલા તેવી લોનની ચુકવણી કરવાનો પ્રયાસ કરો જેના વ્યાજદર ઉંચા છે. આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને, તમે સમય જતાં વ્યાજના બોજમાં ઘટાડો કરો છો, જેનાથી લાંબા ગાળે તમારા નાણાંની બચત થાય છે.
તમારી આવક વધારો
તમારી એજ્યુકેશન લોનના પેમેન્ટ માટે વધુ પૈસા ફાળવવા તમારી આવક વધારવાનો પ્રયાસ કરો. જે તમને સૌથી વધુ મદદ કરશે. તમે તમારી નિયમિત નોકરીની સાથે પાર્ટ-ટાઇમ જોબ અથવા ફ્રિલાન્સિંગ પણ કરી શકો છો. આમાંથી જે પણ આવક થશે, તેને લોનની ચુકવણીમાં રોકાણ કરો, તેનાથી તમને ઘણા ફાયદા થશે.
તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો
તમારા માસિક ખર્ચનું મૂલ્યાંકન કરો. આના પરથી તમને ખબર પડશે કે તમે એક મહિનામાં કેટલો ખર્ચ કરો છો. આ પછી, ફક્ત તે જ વસ્તુઓ માટે ખર્ચ કરવાનો પ્રયાસ કરો જેની સૌથી વધુ જરૂર છે. ઉદાહરણ તરીકે, જો તમે મહિનામાં 4 વખત બહાર ખાઓ છો, તો તેને સંપૂર્ણપણે બંધ કરો અથવા ફક્ત એક કે બે વાર જ બહાર જમવા માટે જાઓ. આવા પ્રકારના નાના નાના ખર્ચ કાપના ફાયદાઓ શરૂઆતમાં સમજાતા નથી, પરંતુ લાંબા ગાળે સૌથી વધુ ફાયદો થાય છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





