Education Loan: માતા પિતા લોન ડિફોલ્ટર હોય તો વિદ્યાર્થીને એજ્યુકેશન લોન મળે? જાણો નિયમ

Education Loan: એજ્યુકેશન લોન ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. જો માતા પિતા લોન ડિફોલ્ટર કે ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ હોય તો એજ્યુકેશન લોન મળે કે નહીં? અન્ય ક્યા વિકલ્પ છે?

Written by Ajay Saroya
May 14, 2025 10:41 IST
Education Loan: માતા પિતા લોન ડિફોલ્ટર હોય તો વિદ્યાર્થીને એજ્યુકેશન લોન મળે? જાણો નિયમ
Education Loan: એજ્યુકેશન લોન. (Photo: Freepik)

Education Loan: એજ્યુકેશન લોન વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં નાણાકીય સહાય પુરી પાડે છે. દિવસને દિવસે શિક્ષણ મોંઘુ થઇ રહ્યું છે આવામાં એજ્યુકેશન લોન મેળવવી જરૂરી છે. આવી સ્થિતિમાં એક સવાલ ઉદભવે છે કે જો કોઇ વિદ્યાર્થીના માતા પિતા લોન ડિફોલ્ટર છે, તો શું તેને લોન મળશે નહીં?

Education Loan : એજ્યુકેશન લોન

બેંક જ્યારે કોઇ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા મૂલ્યાંકન કરે છે, તો માત્ર વિદ્યાર્થીની શૈક્ષણિક યોગ્યા જ નહીં, પરંતુ તેના ગેરંટર એટલે કે સહ અરજકર્તાની નાણાંકીય સ્થિતિ અને ક્રેડિટ હિસ્ટ્રી પણ તપાસમાં આવે છે. મોટાભાગના કેસોમાં માતા પિતા જ સહ અરજકર્તા હોય છે.

જો માતા પાતિનો CIBIL સ્કોર ખરાબ હોય અથવા અગાઉ લોન ડિફોલ્ટર થયા હોય તો બેંક માટે ઉંચુ જોખમ બની શકે છે. પરિણામે

  • લોન અરજી રિજેક્ટ થઇ શકે છે.
  • વ્યાજ દર ઉંચા હોઇ શકે છે.
  • મહત્તમ સિક્યોરિટી જ જામીનગીરીની માંગણી થઇ શકે છે.
  • માતા પિતાના ગેરંટર બનવા પર સીધી અસર

ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સના મતે, જો વિદ્યાર્થી માતા પિતાને સહ અરજકર્તા બનાવે છે કે અને તે લોન ડિફોલ્ટર હોય તો બેંક લોન મંજૂર થવી મુશ્કેલ છે. ખાસ કરીને સરકારી બેંક ક્રેડિટ સ્કોરને ગંભીરતા જુએ છે. અલબત્ત અમુક ખાનગી બેંકો અને એનબીએફસી નિયમમાં થોડીક છુટછાટ રાખી લોન આપી શકે છે, જો કે વ્યાજદર બહુ ઉંચા હોઇ શકે છે.

શું વિદ્યાર્થીને પોતાના નામ પર લોન મળી શકે છે?

તેનો સવાલ છે, હા, પરંતુ વિદ્યાર્થીના નામ પર લોન અમુક ખાસ પરિસ્થિતિમાં મળી શકે છે, જેમ કે…

  • તેની પાસે કમાણીનું માધ્યમ હોવું જોઇએ
  • પાર્ટ ટાઇમ જોબ કરતો હોવો જોઇએ
  • કોઇ ત્રાહિત વ્યક્તિ, જેમ કે સગાસંબંધી, મિત્ર, સહ અરજકર્તા બનવા તૈયાર રહો
  • કોઇ એવી સંસ્થામાં એડમિશન લઇ રહ્યો હોય, જ્યાં બેંકને પ્લેસમેન્ટ અને ભવિષ્યની કમાણી પર વિશ્વાસ હોય. જેમ કે આઈઆઈએમ, આઈઆઈટી

એજ્યુકેશન લોન મેળવવાના અન્ય વિકલ્પ

સરકારી યોજના : ભારત સરકારની વિદ્યા લક્ષ્મી પોર્ટલ જેવી યોજનાઓ હેઠળ ઘણા બેંકો લોન આપે છે, જ્યાં ગેરંટીની શરતો અપેક્ષાકૃત હળવી હોય છે.સ્કોલરશિપ અને અનુદાન : હોશિયાર વિદ્યાર્થીને ભારત સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે.NBFC થી એજ્યુકેશન લોન : ઘણી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ / NBFC તેમના જોખમ પર એજ્યુકેશન લોન આપી શકે છે, જો કે વ્યાજદર ઉંચા હોઇ શકે છે.કોલેજ સપોર્ટેડ ફાઈનાન્સ : અમુક પ્રતિષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ તેમના વિદ્યાર્થીઓને તેમની તરફથી લોન ઉપલબ્ધ કરાવે છે, અહીં ફેમિલિ ક્રેડિટ હિસ્ટ્રી અવરોધરૂપ બનતી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ